નડિયાદમાં આયુષમાન ભારત દિવસ ઉજવણી

આયુષમાન ભારત દિવસ ઉજવણી

નડિયાદ-સોમવારઃ- સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું છે કે ભારતની સૌથી મોટી આરોગ્‍યલક્ષી પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના – PMJAY ગરીબ અને સામાન્‍ય પરિવારો માટે આર્શીવાદરૂપ નીવડી છે. નડિયાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે કેન્‍દ્ર સરકારના આયુષમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજનાનું સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના હસ્‍તે આયુષમાન ભારત યોજના અંતર્ગત ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસરો, આરોગ્ય મિત્રોનું સન્‍માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે આયુષમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને આયુષમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Celebrate Ayushman Bharat Day In Nadiad 03
344

Get real time updates directly on you device, subscribe now.

આયુષમાન ભારત દિવસ ઉજવણી

Related Posts
1 of 323

  • પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના ગરીબ અને સામાન્‍ય પરિવારો માટે આર્શીવાદરૂપ નીવડી છેઃ સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ
  • ખેડા જિલ્‍લામાં ૨.૩૩ લાખ લાભાર્થીઓને આયુષમાન કાર્ડ અપાયા ૫૮૫૦ લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો

સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્‍યું કે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ ખેડા જિલ્‍લામાં ૧,૪૬,૩૨૦ ગ્રામીણ અને ૩૨,૮૫૪ શહેરી સહિત કુલ ૧,૭૯,૧૭૪ પરિવારોની ૭,૮૪,૦૭૧ જનસંખ્‍યાને આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ ૨,૩૩,૩૬૧ કુટુંબોને આયુષમાન ભારત કાર્ડ પૂરા પાડવામાં આવ્‍યા છે. સમગ્ર દેશમાં આ યોજના હેઠળ ૧૦ કરોડ કુટુંબોના ૫૦ કરોડથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્‍યા છે.

Celebrate Ayushman Bharat Day In Nadiad 01
Celebrate Ayushman Bharat Day In Nadiad 01

સાંસદશ્રીએ ઉમેર્યુ કે પીએમજય યોજનાનો સમગ્ર દેશમાં ૪૭ લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. ખેડા જિલ્‍લામાં ખાનગી તેમજ સરકારી હોસ્‍પિટલોમાં કુલ ૪૮૨૦ લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો છે. જેના રૂા.૫.૫૦ કરોડના દાવા મંજૂર કરવામાં આવ્‍યા  છે.

સાંસદશ્રીએ આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના જનજન સુધી પહોંચાડવા બદલ અભિનંદન પાઠવી ગરીબ દરદીઓ પ્રત્‍યેની લાગણીઓ અને સંવેદનાઓને બિરદાવી હતી.

Also You like to read
1 of 135
Celebrate Ayushman Bharat Day In Nadiad 02
Celebrate Ayushman Bharat Day In Nadiad 02

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ર્ડા.જાગાણીએ પ્રધાનમંત્રી જનઆરોગ્‍ય યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને રૂા. ૫ લાખનું આરોગ્‍ય સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવે છે તેમ જણાવતા ઉમેર્યુ કે રાજ્યમાં મા અને મા વાત્‍સલ્‍ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને પણ રૂા. ૫ લાખ સુધીની આરોગ્‍યલક્ષી સારવાર વિનામૂલ્‍યે કરવામાં આવે છે.

સિવીલ સર્જન ર્ડો. પાઠકજીએ સ્‍વાગત કરતાં જણાવ્‍યું કે સિવિલ હોસ્‍પિટલ આયુષમાન ભારત યોજના હેઠળ ૨૫૭૫ ગોલ્‍ડન કાર્ડ આપવામાં આવ્‍યા છે. ૧૦૩૦ દર્દીઓએ આ યોજનાનો લાભ લીધો છે અને રૂા. ૨૪.૭૭ લાખના દાવાઓ ચૂકવવામાં આવ્‍યા છે.

Celebrate Ayushman Bharat Day In Nadiad 03
Celebrate Ayushman Bharat Day In Nadiad 03

તેમણે ક્હયું કે સપ્‍ટે-૧૯ સુધી ૩૭૭૩ મા યોજનાના લાભાર્થીઓને સારવાર કરવામાં આવી છે. જેનો રૂા. ૯૫.૮૫ લાખનો ખર્ચ રાજ્ય સરકારે વહન કર્યો છે. આ અવસરે આયુષ્‍યમાન ભારત તેમજ મા કાર્ડના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં સરકારની આ  યોજનાને સામાન્‍ય પ્રશ્‍નો ગરીબ પરિવારો માટે ઉપકારક ગણાવી હતી.

આ પ્રસંગે આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષશ્રી પ્રવિણસિંહ રાઠોડ, સિવિલ હોસ્‍પિટલના મેડીકલ ઓફિસર, આરોગ્‍યકર્મીઓ સહિત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

Celebrate Ayushman Bharat Day In Nadiad 04
Celebrate Ayushman Bharat Day In Nadiad 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More