ચાણક્યના આ શબ્દોને ચરિતાર્થ કરતા સાબરકાંઠાના શિક્ષક

શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. ..... ચાણક્યના આ શબ્દોને ચરિતાર્થ કરતા સાબરકાંઠાના શિક્ષકો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના શિક્ષકો દ્રારા એક સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજના છેવાડાના ગરીબ અને વંચિત બાળકોને શિક્ષિત કરવાનુ કામ શિક્ષકો કરી રહ્યા છે. આ કાર્ય તેમની ફરજના ભાગ રૂપે નહી પરંતુ શાળાએ ના જઈ શકતા ગરીબ અને વંચિત બાળકોને શિક્ષિત કરવા સાથે તેમનામાં સારા સંસ્કારોનુ સિંચન કરવામાં આવે તે હેતુથી રવિવારના દિવસે હિંમતનગરમાં આવેલ જુદી-જુદી ઝુપડપટ્ટીઓમાં જઈ બાળકોને શિક્ષણ આપવાનુ કામ કરે છે. આ શિક્ષક મિત્રોએ પોતાના આ કાર્યને એક નામ આપ્યું છે આહવાન ફાઉન્ડેશન.

Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 02
284

Get real time updates directly on you device, subscribe now.

  • શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ. ….. ચાણક્યના આ શબ્દોને ચરિતાર્થ કરતા સાબરકાંઠાના શિક્ષકો
  • આહવાન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક મિત્રો આપી રહ્યા છે ગરીબ બાળકોને શિક્ષણ અને સંસ્કાર
Related Posts
1 of 367

આ કાર્ય સાથે સંકળાયેલ શિક્ષકશ્રી ભાવેશભાઇ – આચાર્યશ્રી લીલાવંટા પ્રાથમિક શાળા જણાવે છે કે આહવાન ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષથી ગરીબ વિદ્યાર્થીઓ માટે વસ્ત્ર વિતરણ તથા અન્નદાનનું કાર્ય કરી રહ્યું છે. દિવાળીના તહેવારમાં બાળકોને ફટાકડા તથા મીઠાઈનું પણ વિતરણ કરવામા આવે છે. હિંમતનગર કેનાલ પટ્ટી વિસ્તારના ગરીબ બાળકો ની મુલાકાત લેતા માલુમ પડયું કે તેઓ શાળાએ શિક્ષણ મેળવવા માટે જતા જ નથી.  આ સાંભળતા જ થયું કે જો આ બાળકો અભ્યાસ માટે સ્કૂલમાં નહીં જાય તો તેમનું જીવન તેમના માતા-પિતાની જેમ મજૂરી કરતા કરતા જ પૂરૂં થઈ જશે. આ વિચારે શરૂ કર્યું આહવાન ફાઉન્ડેશન. દરેક બાળકમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે તેની આ વિશેષતાને આગળ લાવવા દર રવિવારે આહવાન ફાઉન્ડેશનના મિત્રો આવા બાળકોને પ્રાર્થના,  અભિનય ગીત,  બાળકોમાં મૂલ્યોનું સિંચન થાયએ માટે બાળ વાર્તાઓ,મહાપુરૂષોના જીવન ચરિત્રો , પાયાનું શિક્ષણ તથા શારીરિક રીતે તેઓ સક્ષમ બને માટે વિવિધ પ્રકારની રમતો પણ રમાડવામાં આવે છે.

Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 01
Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 01
Also You like to read
1 of 179

આ ફાઉન્ડેશનના સ્થાપકશ્રી હિતેશભાઇ (પરફેક્ટ સ્કુલ) જણાવે છે કે  બાળકોના શિક્ષણની સાથે   ટૂંક સમયમાં બાળકો ઉપરાંત તેમના વાલીઓને  શિક્ષિત કરવા માટેનો કાર્યક્રમ ગોઠવવાનો છે. કારણ કે જ્યાં સુધી માતા-પિતામાં સારી આદતો નહીં ઉમેરાય ત્યાં સુધી બાળકોમાં પણ એ નહીં જ આવે . બાળકો પોતાના માતા પિતા ને પગલે ચાલે છે, બાળકોને રોજ નહાવાનું તથા વાળ ઓળવાનું રાખે , નખ નિયમિત કાપે વગેરે પણ શીખવવામાં આવે છે. તદઉપરાંત તેઓને ધાર્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે. સ્વચ્છતા નું મહત્વ એમને સમજાય એ માટે તેઓ વચ્ચે કેમ્પસમાંથી કોણ સૌથી વધુ કચરો ભેગો કરી લાવે છે એવી રમત રમાડી વિજેતા ને ઇનામ આપવામાં આવે છે અને સ્વચ્છતા નું મહત્વ સમજાવવામાં આવે છે. આ બાળકો ઘરે જઈને પણ સ્વચ્છતા વિશે પોતાના માતા-પિતાને સ્વચ્છતાનુ મહત્વ સમજાવે તે માટે તેમને સમજ આપવામાં આવે છે. જેથી પુજ્ય બાપુના ‘સ્વચ્છ ભારત’ના સપનાને સાકાર કરી શકાય.

Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 02
Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 02

આ ફાઉન્ડેશ સાથે સંકળાયેલા નર્સિંગ કોલેજ ભાંડુના લેક્ચરર ભાર્વિબેન જણાવે છે કે આ વિસ્તારના યુવાનો વ્યસન મુક્ત બને તથા એમનામાં  રહેલા વિશિષ્ટ કૌશલ્યને ઉજાગર કરી સારી રીતે રોજગારી પ્રાપ્ત કરી શકે એવા પ્રયત્નો પણ આહવાન ફાઉન્ડેશન દ્રારા કરવામાં આવે છે.

Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 03
Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 03

જ્યારે આપણે રવિવારે રજાની મજા લઈ આરામ કરતા હોઇએ છીએ પરિવાર સાથે સમય વિતાવતા હોઇએ છીએ ત્યારે આ કર્મયોગીઓ સમાજના ગરીબ અને શાળાએ ન જઈ શકતા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનુ ઉમદા કાર્ય કરે છે. આહવાન ફાઉન્ડેશન  સાથે જોડાયેલા અન્ય મિત્રો પ્રથિક ઠકકર ખાંધોલ પ્રાથમિક શાળા, મુક્તેશ વ્યાસ નુતન હાઇસ્કુલ કુશલપુરા તા. ભીલોડા, નીતીનભાઇ પટેલ, કનુભાઈ, હાર્દિકભાઈ,  જયશ્રીબેન, ચૈતાલીબેન દરજી, હર્ષભાઈ વગેરે દર રવિવારે પોતાનો અમૂલ્ય સમય આ કાર્યમાં ફાળવે છે.

Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 04
Chanakyana Sabdone Caritartha Karata Sabarkantha Shikshak 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More