- Advertisement -

છોટાઉદેપુરનું પીઠોરા પેન્ટિંગ વૈશ્વિક ઓળખ બન્યું

છોટાઉદેપુર – શુક્રવાર    ગુજરાત લોકકલાનો સમૃદ્ધ વારસો ધરાવતું રાજય છે. જેમાં ઘણી બધી લોકકળા જોવા મળે છે. એવી જ એક પ્રાચીન લોકકળા એટલે પીઠોરા પેન્ટિંગ. આદિવાસીઓ વર્ષોથી જંગલમાં રહેતા હોવાથી પ્રકૃતિને પુજવા વાળા છે. પીઠોરાદેવ એટલે ઘરની દિવાલ ઉપર ઘોડાના ચિત્રોની પુજા. ઘોઘંબાના નવાનગર ગામે પીઠોરા ઇન્દ ઉજવણી અંતર્ગત પીઠોરા પેઇન્ટિંગમાં ઘોડા, હાથી (એરાવત) વાઘ, સિંહ, ગાય, બળદ, ભેંસ, બકરી જેવા તમામ પશુઓ સાથે વપરાતી શેરડી કેળના પાન રોપવામાં આવે છે અને ચાર બાજુ મોટો ઢોલ (રામ ઢોલ)ની તાલે આખી રાત નાચ ગાન અને સવારે નદી કે તળાવમાં વળાવી દેવામાં આવે છે. દેવતાઓને આમંત્રણ આપવા સ્ત્રીઓ ગીતો ગાય છે.

Chhota Udepur Nu Pithora Painting Vaisvik Olakh Banyu 02

- Advertisement -

- Advertisement -

4,578

Get real time updates directly on you device, subscribe now.

Chhota Udepur Nu Pithora Painting Vaisvik Olakh Banyu 01

Related Posts
1 of 442

રાઠવા આદિવાસીઓ દ્વારા ઘરમાં સુખ શાંતિ રહે અને કોઇ બીમારી ન આવે તે માટે પીઠોરા દેવની પૂજા કરાય છે અને તેમાં આ ચિત્રો દોરાય છે. પાંચ ઘોડા, ત્યાર બાદ નવ ઘોડા અને છેલ્લે અઢાર ઘોડાની પૂજા કરાય છે જેને ‘પાણગુ’ કહેવામાં આવે છે. આજુબાજુના ઘોડાનું ચિત્રણ ‘ખત્રી’ તરીકે ઓળખાય છે. આ ચિત્રમાં રાણી કાજોલ, ગામદેવ, પીઠોરારાણીના ઘોડા હોય છે.

Chhota Udepur Nu Pithora Painting Vaisvik Olakh Banyu 04

આ ચિત્રશૈલી મધ્યપ્રદેશના સમીપનાં છોટાઉદેપુરનાં ગ્રામિણ વનબાંધવ આદિવાસીઓની છે. ચિત્રમાં મુખ્યત્વે જંગલમાં મળી આવતી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત ખેતરો, નદી, તળાવો આવરી લેવાય છે. દરેક ચિત્રમાં એક વાર્તા હોય છે. આ ચિત્રકળાએ છોટાઉદેપુરને વિશ્વના નકશામાં ચમકાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.

Chhota Udepur Nu Pithora Painting Vaisvik Olakh Banyu 03

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More