- Advertisement -

છોટાઉદેપુર ખાતે યોજાનાર મેગા લિગલ સર્વિસીસ કેમ્પની તડામાર તૈયારીઓ

આગામી તા. ૨૨મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાતે યોજાનાર મેગા લિગલ સર્વિસીસ કેમ્પની થઇ રહેલી તડામાર તૈયારીઓ

આગામી તા. ૨૨મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાતે આવેલ એસ.એન.કોલેજના પટાંગણમાં છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કક્ષાના મેગા મેડિકલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 01

- Advertisement -

- Advertisement -

428

Get real time updates directly on you device, subscribe now.

Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 02
Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 02

જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને મુખ્ય જિલ્લા ન્યાયધીશ આર.ટી.વાચ્છાણીના સીધા માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક ખાતે આવેલ એસ.એન.કોલેજમાં યોજાનારા મેગા લિગલ સર્વિસીસ કેમ્પની સફળતા માટે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ સમયસર થાય એ માટે મંડપ, સ્ટેજ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા પણ વહીવટીતંત્રને આ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Related Posts
1 of 442
Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 01
Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 01

સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ, ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ અને અન્ય ન્યાયધીશોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનારા મેગા લિગલ સર્વિસીસ કેમ્પમાં જિલ્લા વહીવટીતંત્ર જુદા જુદા વિભાગો દ્વારા અમલી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવશે. મેગા લિગલ સર્વિસીસ કેમ્પ દરમિયાન જિલ્લા વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો દ્વારા કાર્યક્રમના સ્થળે એકઠી થનાર જનમેદનીને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે એ માટે પ્રદર્શની પણ યોજવામાં આવનાર છે. આ ઉપરાંત કેમ્પમાં ઉપસ્થિત રહેનાર અને લાભ મળી શકતા હોય તેવા જરૂરિયાતમંદ લાભાર્થીઓ/વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તેઓ પણ મેગા સર્વિસ કેમ્પનો લાભ લઇ શકશે.

Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 03
Chhotaudepur Khata Yojanar Mega Legal Services Camp Ni Tadamar Taiyario 03

ન્યાય મેળવવો દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. દરેક નાગરિક મફત કાનૂની સલાહ અને સહાય મેળવી શકે એ માટે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તમામ તાલુકા સેવા સત્તા મંડળ કાર્યરત છે. છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ આવે એ માટે યોજાનારા આ કેમ્પ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો અને નશાબંધી કાયદાની જાગૃતિ અંગે લઘુનાટિકા પણ રજૂ કરવામાં આવશે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લાના તમામ તાલુકાના કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More