છોટાઉદેપુર ખાતે બાળશ્રમ નાબુદી અંગે સેમિનાર યોજાયો

બાળશ્રમ નાબુદી માટે સૌ સાથે મળી કામ કરીએ કલેકટર : સુજલ મયાત્રા

છોટાઉદેપુર, ૧૬ ઓકટોબર, ૨૦૧૯(બુધવાર) રાજય સરકાર દ્વારા બાળશ્રમ નાબુદી અંગે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આપણે સૌ પણ બાળશ્રમ અંગે જાણીએ અને બાળશ્રમ નાબુદી માટે સૌ સાથે મળી કામ કરીએ એમ છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું.

Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 02
335

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 367
Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 01
Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 01

છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં મદદનીશ શ્રમ આયુકતની કચેરી દ્વારા યોજવામાં આવેલા બાળશ્રમ નાબુદી સેમિનારમાં ઉપસ્થિતોને સંબોધતા કલેકટર સુજલ મયાત્રાએ બાળશ્રમ અને તેનાથી બાળકોના ભવિષ્ય પર થતી વિપરિત અસરો અંગે જાણકારી આપી સૌના સાથ અને સહયોગથી બાળશ્રમ નાબુદી કરી શકાશે એમ જણાવી તેમણે સેમિનારમાં ઉપસ્થિત માઇન્સ એસોશિએશનના હોદ્દેદારો, પેટ્રોલ પંપ સંચાલકો, હોટેલ સંચાલકો, બી.આર.સી./સી.આર.સીઓને છોટાઉદેપુર નગર અને જિલ્લામાંથી બાળશ્રમ નાબુદી માટે સહકાર આપવા અપીલ કરી હતી.

Also You like to read
1 of 178

કાર્યક્રમ દરમિયાન પ્રોજેકટ ડાયરેકટર કમલેશ રાજગુરૂએ બાળ શ્રમ નાબુદી ધારો અને તેની જોગવાઇઓ અંગે ઉપસ્થિતોને વિગતે જાણકારી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલભદ્ર ગઢવીએ બાળકોના અધિકારો અને બાળકો માટે સરકાર દ્વારા અમલી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઇ રાઠવાએ પણ રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંગે વિગતે માહિતી આપી હતી.

Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 02
Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 02

સ્વાગત પ્રવચન કરતા મદદનીશ શ્રમ આયુકત શ્રીમતી સંગીતાબેન મેકવાને રાજય સરકાર દ્વારા ૨૦ જિલ્લા અને ૮ નગરપાલિકાઓમાંથી બાળ શ્રમ નાબુદ કરવા રૂા. ૫૦ લાખની  ગ્રાન્ટની ફાળવણી કરી છે જે પૈકી છોટાઉદેપુર નગરપાલિકા અને જિલ્લામાંથી બાળશ્રમ નાબુદી અંગે જાગૃતિ આવે એના પ્રચાર પ્રસાર માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. સરકારી શ્રમ અધિકારી જયદીપ ગઢવીએ કાર્યક્રમની રૂપરેખા આપતા કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કર્યો હતો.

Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 03
Chhotaudepur Khate Bala Srama Nabudi Ange Seminara Yojayo 03

કાર્યકર્મમાં છોટાઉદેપુર પ્રાંત મયુરભાઇ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, બાળશ્રમ નાબુદી ટાસ્ક ફોર્સના સભ્યો, માઇન્સ એસોશિએશન, પેટ્રોલ પંપ સંચાલકો, હોટલ સંચાલકો, બી.આર.સી/સી.આર.સીઓ તથા સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More