- Advertisement -

છોટાઉદેપુર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ચાલુ કરાયુ

છોટાઉદેપુર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ચાલુ કરાયુ

છોટાઉદેપુર, ૧૮ નવેમ્બર, ૨૦૧૯(સોમવાર) હિંસાસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળે મળી રહે તે આશયથી જનરલ હોસ્પિટલ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ચાલુ કરવામાં આવ્યું છે.

Chhotaudepur Khate Sakhi Van Stop Center Chalu Karyu 01

- Advertisement -

- Advertisement -

303

Get real time updates directly on you device, subscribe now.

જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં આ “સખી” વન સ્ટોપ સેન્ટરનું ઉદઘાટન કરતા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યુ હતું કે, મહિલાઓ જેટલી જાગૃત થશે એટલો એમને લાભ મળશે. આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.

Also You like to read
1 of 209
Related Posts
1 of 398
Chhotaudepur Khate Sakhi Van Stop Center Chalu Karyu 02
Chhotaudepur Khate Sakhi Van Stop Center Chalu Karyu 02

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જણાવ્યુ હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં આ સેન્ટર શરૂ થવાથી મહિલાઓની શારીરિક, જાતીય ભાવનાત્મક, માનસિક અને આર્થિક દુરૂપયોગનો સામનો કરતી મહિલાઓને ન્યાય મળશે. કોઇપણ હિંસા સામે લડવા માટે તેઓને એક જ છત નીચે તબીબી, કાનુની, માનસિક અને પરામર્શ સ્પોર્ટ સહિતની અનેકવિધ સેવાઓ તાત્કાલિક મળી રહેશે.

Chhotaudepur Khate Sakhi Van Stop Center Chalu Karyu 01
Chhotaudepur Khate Sakhi Van Stop Center Chalu Karyu 01

“સખી” વન સ્ટોપ સેન્ટર યોજનાની રૂપરેખા મહિલા અને બાળવિકાસ અધિકારી માધવીબેન ચૌહાણે આપી હતી. આ કાર્યક્રમમાં સિવિલ સર્જન યોગેશ પટેલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન તરાલે, પ્રોબેશન ઓફિસર નાયકા, મહિલા કેન્દ્રોના સંચાલકો તેમજ મોટીસંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More