છોટાઉદેપુર ખાતે પૂર્વ સૈનિક સંમેલન યોજાશે

છોટાઉદેપુર ખાતે પૂર્વ સૈનિક સંમેલન યોજાશે

છોટાઉદેપુર : તા. ૩૦ :- સૈનિક કલ્યાણ કચેરી, વડોદરા દ્વારા છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોની ધર્મપત્નીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ખાતે આયોજીત આ સંમેલન દરમિયાન છોટાઉદેપુરના પ્રાંત અધિકારી મયુરભાઇ પરમારે મા ભોમના કાજ પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો અવસર હોવાનું જણાવી તેમણે યુવા પેઢી આ શહીદોના જીવનમાંથી પ્રેરણા મેળવે એમ ઉમેર્યું હતું.

Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 02
273

Get real time updates directly on you device, subscribe now.

છોટાઉદેપુર ખાતે પૂર્વ સૈનિક સંમેલન યોજાશે

Related Posts
1 of 323

છોટાઉદેપુર : તા. ૩૦ :- સૈનિક કલ્યાણ કચેરી, વડોદરા દ્વારા છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોની ધર્મપત્નીઓનું સંમેલન યોજવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ખાતે આયોજીત આ સંમેલન દરમિયાન છોટાઉદેપુરના પ્રાંત અધિકારી મયુરભાઇ પરમારે મા ભોમના કાજ પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીર શહીદોના પરિવારોને બિરદાવવાનો અવસર હોવાનું જણાવી તેમણે યુવા પેઢી આ શહીદોના જીવનમાંથી પ્રેરણા મેળવે એમ ઉમેર્યું હતું.

Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 01
Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 01

વધુમાં તેમણે શહીદોના પરિવાર અને માજી સૈનિકોની વિટંબણાઓને દુર કરવા માટે યોજવામાં આવેલા સંમેલનની તેમણે સરાહના કરી હતી. માજી સૈનિક અને શહીદ સૈનિકોના પરિવાર માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે ત્યારે વહીવટીતંત્ર પણ આ દિશામાં હકારાત્મક રહી કામગીરી કરશે એમ જણાવ્યું હતું.

Also You like to read
1 of 135
Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 02
Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 02

સૈનિક કલ્યાણ કચેરીના અધિકારી વિંગ કમાન્ડર અરૂપકુમાર રોયે પૂર્વ સૈનિક અને દિવંગત સૈનિકોની ધર્મપત્નીઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સંમેલનમાં ઉપસ્થિત પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ સૈનિકોની સમસ્યાઓ તથા તેમના તરફથી આવેલા સૂજાવો બાબતે પણ ગહન ચિંતન કરવામાં આવ્યું હતું.

Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 03
Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 03

આ સંમેલનમાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ નેહાબેન જાયસ્વાલ, માજી સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ તથા સૈનિક કલ્યાણ કચેરીના અન્ય અધિકારી કર્મચારી, એસ.એફ હાઇસ્કૂલના આચાર્ય અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 04
Chota Udepur Khate Purv Sainik Sammelan Yojase 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More