છોટાઉદેપુર ખાતે બાળ સુરક્ષા વિભાગ દ્વારા સેમિનાર યોજાયો

છોટાઉદેપુર ખાતે બાળ સુરક્ષા વિભાગ દ્વારા સેમિનાર યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં  જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જુવેનાઇલ જસ્ટીશ એકટ, પોકસો એકટ, રાઇટ ટુ એજ્યુકેશન એકટ, સંકલિત બાળ સુરક્ષા યોજના અને દહેજ પ્રતિબંધક અધિનિયમ અન્વયે એક દિવસીય સેમીનારનું યોજવામાં આવ્યો હતો.

Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 02
240

Get real time updates directly on you device, subscribe now.

છોટાઉદેપુર ખાતે બાળ સુરક્ષા વિભાગ દ્વારા સેમિનાર યોજાયો

Related Posts
1 of 323

છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં  જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જુવેનાઇલ જસ્ટીશ એકટ, પોકસો એકટ, રાઇટ ટુ એજ્યુકેશન એકટ, સંકલિત બાળ સુરક્ષા યોજના અને દહેજ પ્રતિબંધક અધિનિયમ અન્વયે એક દિવસીય સેમીનારનું યોજવામાં આવ્યો હતો.

Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 01
Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 01

સેમિનાર યોજવાનો આશય સ્પષ્ટ કરતા જિલ્લા કલેકટર સુજલકુમાર મયાત્રાએ જણાવ્યું હતું કે, બાળકોના હક અને અધિકારો માટે જાગૃતિ આવે એ આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના અધિકારો પરત્વે સામાન્ય જનસમુદાયને જાણકારી મળી રહે તેમજ સરકાર દ્વારા બાળકોને આપવામાં આવતી વિવિધ સહાય બાળકો સુધી પહોંચે એ માટે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે પાલક માતા-પિતા યોજના અંતર્ગત વધુમાં વધુ બાળકોને આવરી લેવાય એ માટે પણ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ જણાવી તેમણે સેમિનારમાં ઉપસ્થિત સૌ આ યોજનાઓના પ્રચાર-પ્રસારમાં સહભાગી બને એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.

Also You like to read
1 of 135
Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 02
Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 02

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.એચ.પંચાલે પોકસો એકટ અંતર્ગત સમાજમાં વધુમાં વધુ જાગૃતિ આવે તથા સમાજના અદના માનવી સુધી આ જાણકારી પહોંચે એ જરૂરી છે એમ ઉમેરી તેમણે જુવેનાઇલ જસ્ટીશ એકટ, રાઇટ ટુ એજ્યુકેશન એકટ તથા બાળકોને લગતી વિવિધ યોજનાઓનો લાભ સમયસર મળે એ માટે સૌને મદદરૂપ થવા અપીલ કરી તેમણે ભારતીય ચૂંટણી પંચ દ્વારા શૂ કરવામાં આવેલા મતદાર ચકાસણી કાર્યક્રમમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બલભદ્રભાઇ ગઢવીએ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતે છણાાવટ કરી વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 03
Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 03

સેમિનાર દરમિયાન જુવેનાઇલ જસ્ટીશ એકટ અને સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, પોકસો એકટ, ગુડ ટચ, બેડ ટચ, રાઇટ ટુ એજ્યુકેશન એકટ તથા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિની ભૂમિકા અને કાર્યો અંગે સંબંધિત વિષયના વિષય નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એસ.નાયકાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ચિલ્ડ્રન હોમના બાળકોએ પ્રાર્થના રજૂ કરી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 04
Chotaudepura Khate Bal Suraksa Vibhaga Dvara Seminara Yojayo 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More