- Advertisement -

ચોટીલામાં વન વિભાગ દ્વારા સાવજનું સતત મોનીટરીંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં વન વિભાગ દ્વારા સાવજનું સતત મોનીટરીંગ

નાયબ વન સંરક્ષકશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં તા.૧૭ ઓકટોબર-૨૦૧૯થી સાવજ મહેમાન બનીને આવેલ છે. આ ઘટના પર વન વિભાગ દ્વારા સતત સાવજોનું જરૂરીયાત મુજબનું મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. વન વિભાગને ધ્યાને આવેલ છે કે, કેટલાક લોકો આવા સંજોગોમાં જુનાગઢ વિસ્તારમાંથી ૪૫ સિંહોને બિમારીના કારણે આ વિસ્તારમાં મુકી ગયા છે એવી ખોટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય પેદા કરી રહયા છે.

Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 03

- Advertisement -

- Advertisement -

380

Get real time updates directly on you device, subscribe now.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં વન વિભાગ દ્વારા સાવજનું સતત મોનીટરીંગ

નાયબ વન સંરક્ષકશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિસ્તારમાં તા.૧૭ ઓકટોબર-૨૦૧૯થી સાવજ મહેમાન બનીને આવેલ છે. આ ઘટના પર વન વિભાગ દ્વારા સતત સાવજોનું જરૂરીયાત મુજબનું મોનીટરીંગ કરવામાં આવી રહયું છે. વન વિભાગને ધ્યાને આવેલ છે કે, કેટલાક લોકો આવા સંજોગોમાં જુનાગઢ વિસ્તારમાંથી ૪૫ સિંહોને બિમારીના કારણે આ વિસ્તારમાં મુકી ગયા છે એવી ખોટી અફવાઓ ફેલાવીને લોકોમાં ભય પેદા કરી રહયા છે. જે વાત તદન ખોટી અને પાયા વિહોણી છે ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ વિસ્તારના ન હોય તેવા સિંહના વિડીયોને સોશીયલ મિડીયામાં વાઈરલ કરી ગેરસમજ ઉભી કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગે અગાઉથી આ વિસ્તારમાં બે સિંહોએ કુદરતી રીતે આગમન કરેલ છે. તેને સત્તવાર સમર્થન જાહેર કરેલ છે.

Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 01
Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 01
Related Posts
1 of 401

લોકો કોઈપણ પ્રકારની આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરાય તે માટે વન વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં જણાવ્યા મુજબ તા.૧૭ ઓકટોબર-૨૦૧૯થી આજદિન સુધી ચોટીલાના તાલુકાના વિસ્તારમાં સિંહ નર પાઠડા-૨ એકદમ તંદુરસ્ત સ્થિતિમાં છે. તેમજ વન વિભાગના કર્મચારીઓ દિવસ અને રાત આ સિંહોનું મોનીટરીંગ કરી રહયા છે. અત્યાર સુધીમાં આ બે સિંહ દ્વારા પાંચ પાડી/ વાછરડીઓ, બે બકરા તથા એક નીલ ગાયના મારણ કરવામાં આવેલ છે. જે તેઓનો જરૂરીયાત મુજબનો ખોરાક મેળવી રહેલ છે તેમ બતાવે છે તેમજ સિંહોને આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ પ્રકારની અસુવિધા નથી. વન વિભાગના નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા સિંહના મળની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

Also You like to read
1 of 211
Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 02
Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 02

વન વિભાગ દ્વારા હાલમાં સિંહોને રેડીયો કોલરીંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી લોકેશન વિશે માહિતી મેળવી શકશે. તા.૨૯ ઓકટોબર-૨૦૧૯ના રોજ જુનાગઢ વન વર્તુળ, મુખ્ય વન સંરક્ષકશ્રી એસ. કે. શ્રીવાસ્તવે સિંહ પ્રભાવિત વિસ્તારની ફરીથી મુલાકાત લીધી અને લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. વન વિભાગના કર્મચારીઓ સિંહ પ્રભાવિત વિસ્તારના લોકો સાથે સતત સંપર્કમાં રહી જાગૃતિકરણની કામગીરી કરી રહયા છે. તા.૨૮ ઓકટોબર-૨૦૧૯ના રોજ રાત્રે રેશમિયા ગામમાં વન વિભાગ દ્વારા વનજાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામલોકોને કોઈપણ પ્રકારનો ડર રાખવો નહી તેની સમજણ આપવામાં આવી હતી.

Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 03
Chotila Ma Van Vibhag Dwara Savaj Nu Satata Monitoring 03

સિંહ પ્રભાવિત વિસ્તારોમાં જો ખેતરોમાં પાકરક્ષણ માટે કોઇ પ્રકારની તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય કરેલ માલુમ પડશે અને અકસ્માતે કોઇપણ પ્રકારે સિંહને નુકશાન થશે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે. આથી સિંહ પ્રભાવિત વિસ્તારના ગ્રામજનોને પાક રક્ષણ માટે તાર ફેન્સીંગમાં વિદ્યુત સપ્લાય ન કરવા માટે વનવિભાગ દ્વારા વિનંતી કરવામાં આવે છે. તેમજ માલઢોરના મારણ થાય તો સરકારશ્રીની યોજના મુજબ સત્વરે સહાય ચુકવવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More