- Advertisement -

સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતા ગ્રામજનો

લોએજ ગામનાં ગ્રામજનો દ્વારા ગ્રામ માર્ગો સુધાર કાર્ય અને ગ્રામ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ | વડાપ્રધાનનાં સ્વચ્છતા અભિયાનને સાર્થક કરતા લોએજનાં ગ્રામજનો

જૂનાગઢ તા.૧૨ જૂલાઇ, માંગરોળ તાલુકાનું ભગવાન સ્વામિનારાયણનાં શ્રીજી ના જીવન ચરિત્ર સાથે સંકળાયેલા ઐતિહાસિક – પ્રસાદી સ્થાનો ગણાતા સૌરાષ્ટ્ર પંચતીર્થી એટલે કે- પાંચ તીર્થ લોએજ, પંચાળા, પીપલાણા, કાલવાણી અને જૂનાગઢ પૈકીનું લોએજ ગામ માંગરોળ વિસ્તારનાં ઘેડ પ્રદેશનું ખેતી સાથે સંકળાયેલ ગામડુ છે. મહેનતુ અને કર્મઠ ગ્રામજનો કઇંક નવી પ્રેરણા સભર પ્રવૃતિ દ્વારા અન્ય ગામોને સંદેશો આપતા રહે છે. આ ગામનાં એસ.ડી.બી.હાઈસ્કુલમાં દિર્ઘકાલીન ૩૨ વર્ષની સંસ્કૃતના શિક્ષક તરીકેની સેવા પુર્ણ કરનાર રામભાઈ જાદવભાઈ નંદાણીયા ૩૨ વર્ષની નોકરી બાદ પણ આજેય ગામને હરીયાળુ બનાવવા વૃક્ષારોપણને પ્રાધાન્ય આપે છે.

- Advertisement -

- Advertisement -

512

Get real time updates directly on you device, subscribe now.

Related Posts
1 of 398

આવા લોએજ ગામનાં યુવા નેતા રવીભાઇ નંદાણીયા અને ટીમ દ્વારા ગામનાં ખેતી સંધાન કરતા માર્ગોનું નવીનીકરણ સહકારીતાનાં ભાવ સાથે હાથ ધરવામાં આવ્યુ હતુ. લોએજનાં ટોબરી  વાળો રસ્તો , એભા તળાવ વાળો રસ્તો, ઞૌ શાળા વાળો રસ્તો  તથા મરબી  ખાણ વાળો  તલોદ્રા  તરફ જતો રસ્તા ઉપર  જાડી જાખરા તથા બાવળ દૂર કરવામાં આવ્યા તથા  આ રસ્તા ઉપર મેટલ કામ કરી રસ્તો ભરવામાં તથા રોડ રોલર ફેરવી ચોમાસની ઋતુમાં ખેતીકાર્યમાં કે આંતરીક ગ્રામ જોડાણનાં માર્ગે આવા-ગમનમાં અગવડતા ના રહે તેવી કામગીરી બજાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્વચ્છ ભારત- સ્વસ્થ ભારતની ઉક્તિ સ્વચ્છ લોએજ- સ્વસ્થ લોએજની ચરિતાર્થ કરી હતી.

Also You like to read
1 of 203

જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ પ્રભુનો વાસ હોય છે. સ્વચ્છતા કોને ન ગમે? આપણું શરીર સ્વચ્છ હોય, આપણાં કપડાં સ્વચ્છ હોય, આપણું ધન-આંગણું સ્વચ્છ હોય, આપણી શેરી સ્વચ્છ હોય, આપણા રસ્તા સ્વચ્છ હોય, આપણા જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધાં લોકોનો આનંદ વધી જાય છે. જેમ કે આપણે ગમે તે મંદિર જઈએ છીએ ત્યાં તે મંદિર કેટલું સ્વચ્છ, સુંદર અને ઉજળું હોય છે જ્યાં આપણને ગમે છે અને આપણો આનંદ પણ વધી જાય છે. આવી વાત લોએજ ગામનાં રવિભાઇ નંદાણીયાએ કરતા જણાવ્યુ હતુ કે સામાન્ય રીતે ઘરનાં આંગણા બહાર આપણે શું…? આમ વિચારી ગ્રામ સ્વચ્છતા અને ગ્રામ સુખાકારી માટે પંચાયત કે સરકાર સામે આમ વ્યક્તિ નજર દોડાવી પોતાની ફરજમાંથી અળગો બની રહે છે.  પણ આજે આ વાતને અમારા લોએજ ગામનાં ગ્રામજનોએ ઉડાવી દીધી છે. ગ્રામ સફાઇ હોય કે ગામને હરીયાળુ બનાવવા વૃક્ષોનું વાવેતર કરી તેનું સંવર્ધન કરવાની વાત હોય  ગામનાં દરેક વ્યક્તિ “સાથી હાથ બઢાનાં સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા મિલકર હાથ બઢાના” પંક્તીનાં શબ્દોને ચરિતાર્થ કરી રહ્યા છે.  રવિભાઇ વાતને આગળ વધારતા કહે છે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુનું સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિધાનને આત્મસાત કરવા લોએજ ગામનાં ઉત્સાહી ગ્રામજનોએ લોએજમાં સ્વચ્છતા વિકસાવી જો શેરીમાં કે અન્ય વિસ્તારમાં ક્યાંય કચરો દેખાય તો તેને દુર કરી ગામને સ્વચ્છ બનાવવા નેમ વ્યક્ત કરી છે.

ગામનાં સ્વચ્છતા પ્રેમી યુવાનો સંકલ્પબધ્ધ બન્યા હતા કે હવેથી લોએજ ગામ કે ક્યાંય પણ અને ક્યારેય અમે ગામ તેમજ શેરીમાં કચરો ફેંકીશું નહીં અને કોઇને કચરો ફેંકવા દઇશુ નહીં. ધરતીને ગંદી કરીએ તો નુકસાન આપણું જ છે. માટે હંમેશાં આપણે ચોખ્ખા રહેવું જોઈએ અને આપણા દેશને પણ ચોખ્ખો રાખવો જોઈએ. આપણામાં ઘણી કુટેવો છે. આપણે જ્યાં-ત્યાં ગંદકી કરીએ છીએ, ગમે ત્યાં કચરો રાખીએ છીએ. ગમે ત્યાં થૂંકીએ છીએ, જાહેર સ્થળોએ ગંદકી કરીએ છીએ. ખુલ્લામાં કુદરતી હાજરે જઈએ છીએ. કચરાપેટી હોય, પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી. પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. માખી, મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. જેથી આપણને મરડો, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ વગેરે રોગોનો આપણે ભોગ બનીએ છીએ સ્વચ્છતા રાખવાથી આપણા તન અને મન તાજગી અનુભવે છે. રોગચાળો ફેલાતી અટકે છે. (આલેખન – અશ્વિન પટેલ, માહિતી બ્યુરો જૂનાગઢ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More