નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી

ખેલ મહાકુંભની ફલશ્રુતિરૂપે ગુજરાતના ખેલાડીઓએ દેશવિદેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આજ સુધી વિવિધ ૩૭૫ મેડલો હાંસલ કર્યા છે : મુખ્યમંત્રી

સુરત,શુક્રવાર: ‘રાજ્યનું યુવાધન તેમના શૈક્ષણિક જીવનમાં રમતગમતને સામેલ કરીને શારીરિક અને માનસિક તંદુરસ્તી અને સુખાકારીમાં વધારો કરી રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે.’ એમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઓલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું.  

Cm Opening The Newly Built Indoor Sports Complex 01
578

Get real time updates directly on you device, subscribe now.

નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી

Related Posts
1 of 326

સુરત,શુક્રવાર: ‘રાજ્યનું યુવાધન તેમના શૈક્ષણિક જીવનમાં રમતગમતને સામેલ કરીને શારીરિક અને માનસિક તંદુરસ્તી અને સુખાકારીમાં વધારો કરી રાજ્ય અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપે.’ એમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઓલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે તાપ્તીવેલી ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા રૂા.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું.

  • ખેલ મહાકુંભની ફલશ્રુતિરૂપે ગુજરાતના ખેલાડીઓએ દેશવિદેશમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આજ સુધી વિવિધ ૩૭૫ મેડલો હાંસલ કર્યા છે : મુખ્યમંત્રી
  • રાજ્યનું યુવાધન તેમના શૈક્ષણિક જીવનમાં રમતગમતને સામેલ કરીને શારીરિક અને માનસિક તંદુરસ્ત બને : વિજયભાઈ રૂપાણી
  • ઓલપાડના નરથાણ ગામે તાપ્તીવેલી સ્કુલ દ્વારા નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Cm Opening The Newly Built Indoor Sports Complex 01
Cm Opening The Newly Built Indoor Sports Complex 01

વન,આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, રમત-ગમત, વાહન વ્યવહાર અને સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના યુવાનો-વિદ્યાર્થીઓમાં બાળવયથી જ ખેલકૂદ પ્રત્યે રસરૂચિ જાગે અને યુવાશક્તિ ખડતલ બને તે આશયથી રાજ્યના તત્‍કાલિન મુખ્‍યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભના માધ્‍યમથી પ્રતિભાવંત ખેલાડીઓએ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ રમતોમાં રમતગમતના મેદાનમાં પોતાનું કૌવત બતાવ્યુ છે.

ખેલમહાકુંભની ફલશ્રુતિ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ખેલમહાકુંભ દ્વારા ‘જીતે ગુજરાત, ખેલે ગુજરાત’ના સંકલ્પ થકી રાજ્યના યુવાનમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને સરકારે જગાડી છે. જેના પરિણામે ગુજરાતના ખેલાડીઓએ દેશવિદેશની ખેલ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ૩૭૫ મેડલો હાંસલ કરી રાજ્યનું નામ રોશન કર્યુ છે. રાજ્યની ખેલપ્રતિભાને પોંખવા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સ્થાપના કરીને નવીન પહેલ કરી છે, જેના દ્વારા રાજ્યના ૨૧ જિલ્લાઓમાં ઇન્ડોર આઉટડોર સ્પોર્ટ્સ સંકુલોનું નિર્માણ કરી યુવાનો-વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પારંગત બનાવવા કમર કસી છે એમ ગર્વથી જણાવ્યું હતું.

Also You like to read
1 of 58
Cm Opening The Newly Built Indoor Sports Complex 02
Cm Opening The Newly Built Indoor Sports Complex 02

યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામિ વિવેકાનંદજીના કથનનું સ્મરણ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશનો યુવાન ચાર દિવાલો વચ્ચે ન રહેતા ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડશે ત્યારે જ ભવ્ય ભારતનું નિર્માણ થશે. મુખ્યમંત્રીશ્રી અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરનાર તાપ્તીવેલી સ્કુલ મેનેજમેન્ટને અભિનંદન આપતા ઉમેર્યું કે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં પારંગત બનાવી સમાજને ઉત્તમ ખેલાડીઓ પ્રદાન કરશે. સ્પોર્ટ્સથી અભ્યાસ ઉપરાંત શરીર, મન, બુદ્ધિ ધારદાર બને છે. ખેલકૂદથી સ્પોર્ટ્સમેન સ્પિરિટ કેળવાય છે, જે વિદ્યાર્થીને વ્યવહારુ બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વડાપ્રધાનશ્રીના ‘ફીટ ઇન્ડિયા’ અભિયાનમાં સહભાગી બની દેશને તંદુરસ્ત બનાવવાનો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર માનવ ઠક્કર, પૂજા ચૌરૂષી, હરમિત દેસાઈ સહિત પ્રતિભાવાન ખેલાડીઓનું વિશેષ સન્માન કરાયું હતું. આ વેળાએ શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબા નૃત્ય કરીને આકર્ષણ જમાવ્યું હતું. શાળાના ઘોડેસવાર એન.સી.સી.કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરી તેમને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સુધી દોરી જવાયા હતા, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે બેડમિન્ટન રમી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Cm Opening The Newly Built Indoor Sports Complex 03
Cm Opening The Newly Built Indoor Sports Complex 03

નોંધનીય છે કે, શાળા પરિવાર દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પ્લાસ્ટિકમુક્ત ભારત’ ના અભિયાનમાં સુર પૂરાવતાં સમારોહમાં પીવાના પાણીની બોટલ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની એક પણ ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની શ્રીમતિ અંજલિબેન રૂપાણી,  સાંસદ શ્રી સી.આર. પાટિલ, શ્રીમતી દર્શના જરદોશ, મેયર ડો. જગદીશ પટેલ, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, ઈ.પોલિસ કમિશનરશ્રી હરિકૃષ્ણ પટેલ, મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાની, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રીતિબેન પટેલ, સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજિયાવાલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Cm Opening The Newly Built Indoor Sports Complex 04
Cm Opening The Newly Built Indoor Sports Complex 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More