- Advertisement -

કોરોના વાયરસ : ગુજરાતમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

ચાઇનામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ તથા મોબાઇલ નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે.

Corona Virus Gujarat Ma State Emergency Operation Center Ma Control Room Karyarat

- Advertisement -

- Advertisement -

39

Get real time updates directly on you device, subscribe now.

કોરોના વાયરસ : ગુજરાતમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત

  • ચાઇનામાં કોરોના વાયરસથી સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂરી મદદ-સહાય માટે ગુજરાત સરકાર સજ્જ
  • મુખ્યમંત્રીશ્રીની સૂચનાઓને પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત
  • ચાઇનામાં અભ્યાસ કરતા ગુજરાતી યુવાનોના વાલી-પરિવારો કંટ્રોલરૂમ તથા મોબાઇલ નંબર પર સંપર્ક કરી વિગતો આપી શકશે

૦૭૯-૨૩૨૫૧૯૦૦  ૯૯૭૮૪૦૫૭૪૧  ૯૦૯૯૦૧૬૨૧૩  ૯૯૭૮૪૦૫૭૪૩

રાજ્ય સરકાર : વિદેશ મંત્રાલય – ભારત સરકાર સાથે સંકલનમાં રહી ગુજરાત આવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને પરત લાવવાની જરૂરી વ્યવસ્થા કરશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે.

Corona Virus Gujarat Ma State Emergency Operation Center Ma Control Room Karyarat
Corona Virus Gujarat Ma State Emergency Operation Center Ma Control Room Karyarat

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે વાલી-પરિવારોના બાળકો ચાઇનામાં અભ્યાસ માટે ગયેલા છે તે વાલી-પરિવારો પોતાના બાળકોની ત્યાંની વિગતો તથા તેમને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ માટે ગુજરાત રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરનો સંપર્ક કરી શકશે.

Related Posts
1 of 484

આ હેતુસર જે સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરૂમ ૦૭૯-૨૩૨૫૧૯૦૦ તેમજ નાયબ કલેકટરશ્રી ૯૯૭૮૪૦૫૭૪૧, ૯૦૯૯૦૧૬૨૧૩ અને મામલતદારશ્રી ૯૯૭૮૪૦૫૭૪૩નો સંપર્ક કરી વિગતો આપી શકાશે.

કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં જો ચાઇનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્ય સચિવશ્રીને આપી છે.

આ હેતુસર, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પ્રાપ્ત થતી વિગતો ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને મોકલીને ચાઇનાથી ગુજરાતના યુવાનોને પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓનું  સંકલન હાથ ધરવામાં આવશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા વિદ્યાર્થીઓને ગુજરાત-ભારત પરત આવ્યા બાદ જરૂર જણાયે જરૂરી આરોગ્ય સારવાર અને પરિક્ષણ માટે આરોગ્ય વિભાગમાં ડૉ. ઉમંગ મિશ્રા ૯૮૭૯૫૪૯૫૧૬ તથા ૦૭૯-૨૩૨૫૦૮૧૮ ટેલિફોન નંબર ઉપર સંપર્ક કરવાથી આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે. (પી.આર.ઓ./જિતેન્દ્રરામી)

ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી વિકટ સ્થિતિમાં ફસાયેલા યુવાનોને તમામ સહાય કરવા મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય સચિવશ્રીને સૂચના આપી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ચાયનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારના જી.એસ.ડી.એમ.એ અને રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવશે. કોરોના વાયરસને કારણે સર્જાયેલી પરિસ્થિતમાંમાં જો ચાયનાથી આ વિદ્યાર્થીઓ ગુજરાત આવવા ઇચ્છતા હોય તો તેમને મદદ અને જરૂરી વ્યવસ્થાઓ તથા સ્થાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર વિદેશ મંત્રાલય અને ભારત સરકારના પરામર્શમાં રહીને હાથ ધરે તેવી સૂચના શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યસચિવશ્રીને આપી છે.

Corona Virus Gujarat Ma State Emergency Operation Center Ma Control Room Karyarat 01
Corona Virus Gujarat Ma State Emergency Operation Center Ma Control Room Karyarat 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More