- Advertisement -

કોરોના વાયરસ ડીઝીસ અંગે ડોકટર્સને માહિતગાર કરવા સેમિનાર યોજાયો

કોરોના વાયરસ ડીઝીસ અંગે ખાનગી ડોકટર્સ તથા સરકારી તબીબોને માહિતગાર કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ડીઝીસ અંગે નવસારી જિલ્લા પંચાયત, આરોગ્યશાખા દ્વારા નવસારી જિલ્લાનાં ખાનગી ડોકટર્સ તથા સરકારી તબીબોને માહિતગાર કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો.

Coronavirus Disease Ange Doctor Ne Mahitgar Karavava Seminara Yojayo 01

- Advertisement -

- Advertisement -

121

Get real time updates directly on you device, subscribe now.

કોરોના વાયરસ ડીઝીસ અંગે ખાનગી ડોકટર્સ તથા સરકારી તબીબોને માહિતગાર કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ડીઝીસ અંગે નવસારી જિલ્લા પંચાયત, આરોગ્યશાખા દ્વારા નવસારી જિલ્લાનાં ખાનગી ડોકટર્સ તથા સરકારી તબીબોને માહિતગાર કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પ્રશસ્તિ પારીકે તમામ ડોકટર્સને જિલ્લામાં આરોગ્યનું સ્તર જાળવી રાખવા અપીલ કરી કોરોનો વાયરસ અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું.

Coronavirus Disease Ange Doctor Ne Mahitgar Karavava Seminara Yojayo 01
Coronavirus Disease Ange Doctor Ne Mahitgar Karavava Seminara Yojayo 01

અમદાવાદ બી.જે.મેડીકલ કોલેજના પ્રોફેસર અને હેડ મેડિસીન ડિપાર્ટમેન્ટના ડા÷.કમલેશ ઉપાધ્યાય ઍ સરળ અને સચોટ રીતે તમામ કોરાના વાયરસ અંગે તથા સાવચેતીના પગલાં અને દર્દીની સારવાર કઇ રીતે કરવી તે બાબતે સમજ આપી હતી. આ રોગની કોઇ રસી કે દવા ઉપલબ્ધ નથી. જેથી કોઇપણ ચાઇનાથી આવેલ વ્યકિતમાં આવેલી વ્યકિતમાં જા શરદી, ખાંસી, તળાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેને તાત્કાલિક જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવો. ૧૪ દિવસ સુધી ચાઇનાથી આવેલ વ્યકિતને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા. મ્હોî પર માસ્ક બાંધી બીજા લોકોથી દૂર રહેવા સેમિનારમાં જણાવ્યું હતું.

Related Posts
1 of 483
Coronavirus Disease Ange Doctor Ne Mahitgar Karavava Seminara Yojayo 02
Coronavirus Disease Ange Doctor Ne Mahitgar Karavava Seminara Yojayo 02

હાલમાં ગુજરાતમાં ઍકપણ પોઝીટીવ કેસ નથી. વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે મોઢુ ઢાંકી રાખવું, પૌષ્ટિક આહાર લેવો, પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી. ખૂબ જ પાણી પીવું. નિયમિત કસરત કરવી. રોગપ્રતિકારક શકિત વધારવી, ભીડભાડવાળી જગ્યાઍ જવું નહિ વગેરે કાળજી લેવાથી રોગથી બચી શકાય છે. આ સેમિનારમાં નવસારી મેડિકલ ઍસોસિઍશનના પ્રમુખ ડા÷.અગ્રવાલ, સેક્રેટરી ડા÷.નેહાબેન તથા જિલ્લા રોગચાળા અધિકારી ડો.ઍમ.આર.ડેલીવાલા તથા ખાનગી અને સરકારી તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More