- Advertisement -

દાડમ બાદ જામફળની સફળ ખેતી કરતા યુવાન ખેડુત

બનાસકાંઠામાં દાડમ બાદ જામફળની સફળ ખેતી કરતા રામપુરાના યુવાન ખેડુતશ્રી દિનેશભાઇ ચૌધરી

સમયના સથવારે બનાસકાંઠા જિલ્લાએ ઘણાબધા ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. બનાસકાંઠા જિલ્‍લાના ઘણા ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવ્‍યા છે. ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજય સરકારે પણ મહત્‍વની ભૂમિકા નિભાવી છે. પહેલાં ખેતીને મજુરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવું સમજતા હતા કે ખેતી એટલે કાળી મજુરી અને બદલામાં ખાસ વળતર કંઇ નહીં.

Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 03

- Advertisement -

- Advertisement -

65

Get real time updates directly on you device, subscribe now.

બનાસકાંઠામાં દાડમ બાદ જામફળની સફળ ખેતી કરતા રામપુરાના યુવાન ખેડુતશ્રી દિનેશભાઇ ચૌધરી

ડીસા તાલુકાના દામા-રામપુરા ગામમાં જામફળના ૩ હજાર રોપાઓનું વાવેતર કરાયું

સમયના સથવારે બનાસકાંઠા જિલ્લાએ ઘણાબધા ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. બનાસકાંઠા જિલ્‍લાના ઘણા ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ક્ષેત્રે નવા રેકોર્ડ બનાવ્‍યા છે. ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજય સરકારે પણ મહત્‍વની ભૂમિકા નિભાવી છે. પહેલાં ખેતીને મજુરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવું સમજતા હતા કે ખેતી એટલે કાળી મજુરી અને બદલામાં ખાસ વળતર કંઇ નહીં. રાજય સરકારે શરૂ કરેલ કૃષિ મહોત્સવ અભિયાન અને તેના દ્વારા ખેડૂતોને મળેલ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ગુજરાતભરમાં ખેતીની વ્‍યાખ્‍યા અને એની આવકમાં મોટું પરિવર્તન આવ્‍યું છે. લોકોને હવે બહુ સારી રીતે સમજાયું છે કે બે ચાર વીઘા પણ ખેતીની જમીન હોય અને તેમાં આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો સારી કમાણી કરી શકાય છે.

Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 02
Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 02

બનાસકાંઠા જિલ્લાની જમીન મુખ્યત્વે રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી છે. જેમાં મગફળી, બાજરી, દીવેલા, જુવાર, વરીયાળી, કઠોળ, તલ, રાઇ, ઘઉં, ઇસબગુલ, બટાટા અને શાકભાજી થાય છે. આ જિલ્લામાં છેલ્લા બે દાયકામાં બાગાયતી પાકોનો ખુબ ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. જેમાં દાડમ, પપૈયા, ખારેકનું વાવેતર વધી રહ્યું છે. લાખણી- થરાદ વિસ્તારમાં દાડમના વાવેતરથી આ વિસ્તાર દાડમના હબ તરીકે ઉભરી રહ્યો છે. ડીસા તાલુકાના દામા-રામપુરા ગામના ખેડુતશ્રી દિનેશભાઇ થાંનાભાઇ ચૌધરી દાડમ બાદ જામફળની સફળ ખેતી કરી અન્ય ખેડુતોને નવી ખેતી કરવાની પ્રેરણા પુરી પાડી રહ્યા છે. શ્રી દિનેશભાઇ ચૌધરી પાસે કુલ-૩૦ વીઘા જમીન છે તેઓના ખેતરમાં દાડમ, બટાકા, ઘઉં અને જામફળનું વાવેતર કરવામાં આવ્યું છે.

Related Posts
1 of 530
Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 03
Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 03

વર્ષ-૨૦૧૭માં તેમણે છત્તીસગઢના રાયપુરથી જામફળના રોપાઓ લાવી ૩ વીઘા જમીનમાં ૬૦૦ જેટલાં રોપાઓનું વાવેતર કર્યુ છે. શરૂઆતના બે વર્ષ આ રોપાઓ પર આવતો ફાલ કાપી નાખાવામાં આવે છે અને ત્રીજા વર્ષથી ઉત્પાદન લેવાનું શરૂ કરવામાં આવે છે. આ રોપાઓ ૧૫ થી ૨૦ વર્ષ સુધી ઉત્પાદન આપે છે. રામપુરાના ખેડુતશ્રી દિનેશભાઇએ જણાવ્યું કે, વીએનઆર જમ્બો ૧ કિ.લો. જાતના જામફળના અમારા ગામમાં ૩,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જાતના જામફળ સરેરાશ ૫૦૦ ગ્રામના હોય છે અને ઘણા જામફળનો એક નંગ ૧ કિ.લો.નો હોય છે એટલે જ એની જાત ૧ કિ.લો. રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમે ડ્રીપ ઇરીગેશન પધ્ધતિથી ખેતી કરીએ છીએ. જામફળ વાવેતરના પહેલાં વર્ષે આંતરીક પાક તરીકે ઘઉં, બીજા વર્ષે બટાકા અને આ વર્ષે મરચા તથા ટમાટાનું વાવેતર કર્યુ છે. આ વર્ષે ઉત્પાદનનું પ્રથમ વર્ષ છે.

Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 01
Dadam Bad Jamfal Ni Safal Kheti Karta Yuvan Khedut 01

૬ ટન જેટલું ઉત્પાદન થવાની ધારણા છે. તેમણે કહ્યું કે, ડીસા માર્કેટયાર્ડમાં ૫૦ રૂપિયે કિ. લો. અને છુટકમાં ૮૦ રૂપિયે કિ.લો. ના ભાવથી જામફળ વેચીએ છીએ. તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં પાણીના તળ ઉંડા જવા લાગ્યા છે પરંતું ઓછા પાણીએ પણ બાગાયતી પાકો દ્વારા સારી આવક મેળવી શકાય છે. તેમણે કહ્યું કે, જામફળની ખેતી માટે સરકારના વન વિભાગ દ્વારા રૂ. ૬,૦૦૦/-ની સહાય આપવામાં આવી છે. સરકારની કૃષિલક્ષી નીતિના કારણે ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. આજે બનાસકાંઠા જિલ્‍લો કૃષિ, બાગાયત, પશુપાલન સહિત ઘણા ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્‍લાએ હવે રાજય, રાષ્‍ટ્ર અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ જવલંત સિધ્‍ધિઓ પ્રાપ્‍ત કરી છે. જે રાજ્ય સરકારશ્રીની વિકાસલક્ષી નીતિને આભારી છે. (લેખન, રેસુંગ ચૌહાણ, સિનિયર સબ એડીટર, જિલ્લા માહિતી કચેરી, પાલનપુર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

%d bloggers like this: