- Advertisement -

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ લેક્ચરનું આયોજન

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામક, વિધાર્થી કલ્યાણ દ્વારા વિધાર્થીઓના સર્વાગી વિકાસ થાય તે માટે અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃતિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે તાજેતરમાં એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ કોલેજ અને નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓને અભ્યાસ બાદની સફળતા અને હોનહાર કારકીર્દી બને તે માટે કાઉન્સેલીંગ લેક્ચરનું આયોજન…

Dantiwada Krushi University Khate Vidyarthio Mate Expert Lecture Nu Ayojan 01

- Advertisement -

- Advertisement -

91

Get real time updates directly on you device, subscribe now.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિધાર્થીઓ માટે એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરાયું

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિયામક, વિધાર્થી કલ્યાણ દ્વારા વિધાર્થીઓના સર્વાગી વિકાસ થાય તે માટે અભ્યાસ સિવાયની ઇતર પ્રવૃતિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે તાજેતરમાં એગ્રી બિઝનેશ મેનેજમેન્ટ કોલેજ અને નિયામકશ્રી, વિધાર્થી કલ્યાણના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓને અભ્યાસ બાદની સફળતા અને હોનહાર કારકીર્દી બને તે માટે કાઉન્સેલીંગ લેક્ચરનું આયોજન પ્રો. વી. આર. મહેતા ઓડીટોરીયમ, સરદારકૃષિનગર ખાતે કરવમાં આવ્યું હતું. જે અંતર્ગત ઇન્ટરનેશલ ફાર્મીગ એક્સપીરીયન્સ વિષય પર પુનાના શ્રી જયદીપ ગોસાએ ડેરી, બાગાયત અને એગ્રીકલ્ચરના વિધાર્થીઓ માટે ડેન્માર્ક, યુ.એ.ઇ., યુ.એસ.એ. જેવા દેશોમાં રોજગારીની વિશેષ તકો વિશે માહિતી આપી હતી.

Dantiwada Krushi University Khate Vidyarthio Mate Expert Lecture Nu Ayojan 01
Dantiwada Krushi University Khate Vidyarthio Mate Expert Lecture Nu Ayojan 01
Related Posts
1 of 483

સ્ટાર્ટઅપ ઇન એગ્રીકલ્ચર વિષય પર ટેક સંવાદના સી.ઇ.ઓ, શ્રી કાર્તિક જોષીએ લેક્ચરમાં વિધાર્થીઓને ગુજરાત ભારત સરકારની કૃષિ સંલગ્ન સ્ટાર્ટઅપ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રાધ્યાપક સર્વશ્રી ર્ડા. જે. સી. પટેલ, ર્ડા. કે. પી. ઠાકર, ર્ડા. વી. આર. પટેલ, ર્ડા. એસ. પી. પંડ્યા, શ્રી યશ પઢીયાર, શ્રી પિન્નકલ પટેલ સહિત મહાવિધાલયના અનુસ્નાતક અને સ્નાતક કક્ષાએ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (માહિતી બ્યુરો, પાલનપુર)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More