ગર્ભવતી ને ડિહાઇડ્રેશનનું જોખમ વધારે
ઉનાળામાં ગર્ભવતીની સ્થિતિ એવા સમયે વધારે ગંભીર થઈ જાય છે. જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય, નબળાઈ, પરસેવો ન આવવો, વધારે તણાવ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે. ઉનાળામાં જો ગર્ભવતીના શરીરનું તાપમાન 102 ડિગ્રીથી વધારે વધી જાય તો મુખ્યરૂપથી બે પ્રકારના જોખમ થઇ શકે છે. પહેલુ બાળકના મગજની ટ્યુબમાં પ્રોબ્લેમ આવી શકે છે, બીજું ગર્ભપાતનું જોખમ ઘણું વધી જાય છે.