ડેન્ગ્યું મેલેરીયા રોગચાળા અટકાયત અંગે વર્કશોપ

સુવાલી અને એસ્સાર હજીરાના સંયુકત ઉપક્રમે ડેન્ગ્યું, મેલેરીયા રોગચાળા અટકાયત અંગે વર્કશોપ યોજાયો

સૂરત : બુધવાર : ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ ડેન્ગ્યું, મેલેરીયા જેવા રોગોના અટકાવવા સુરત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી હસમુખ ચૌધરી અને ચોર્યાસી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.શાંતાકુમારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ ચોર્યાસી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વાહક જન્ય રોગચાળા અટકાવવા માટેના જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 01
1,068

Get real time updates directly on you device, subscribe now.

ડેન્ગ્યું મેલેરીયા રોગચાળા અટકાયત અંગે વર્કશોપ

Related Posts
1 of 298

સૂરત : બુધવાર : ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ ડેન્ગ્યું, મેલેરીયા જેવા રોગોના અટકાવવા સુરત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી હસમુખ ચૌધરી અને ચોર્યાસી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.શાંતાકુમારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ ચોર્યાસી તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા વાહક જન્ય રોગચાળા અટકાવવા માટેના જનજાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

  • સુવાલી અને એસ્સાર હજીરાના સંયુકત ઉપક્રમે ડેન્ગ્યું, મેલેરીયા રોગચાળા અટકાયત અંગે વર્કશોપ યોજાયો :
  • આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાવવા સધન ઝુંબેશ : હજીરા તથા મોરા ગામ વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હોય તેવા ૬૦ જેટલા સ્થળોએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 01
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 01

ચોર્યાસી તાલુકામાં પાણી ભરાતુ હોય ત્યાં ગપ્પી માછલીઓ અને પોરા નિદર્શન તેમજ જુથચર્ચા, પ્રદર્શનો, નિદર્શનો, શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે લોકજાગૃતિ કેળવવા નંદનિકેતન ટાઉનશીપ ખાતે એસ્સાર કંપની હજીરાના સહયોગથી જિલ્લા પંચાયત સુરતના જિલ્લા મેલેરીયા અધિકારી શ્રીમતી ચેતનાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને વાહકજન્ય રોગચાળા અટકાયત સંબધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટઢે આરોગ્ય વિભાગ દ્વારા સધન પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વર્કરો દ્વારા ગામડે ગામડે ઝુંબેશ ચાલું છે. સફાઈ, પાણીના સેમ્પલ દવા છંટકાવ કરવામાં આવી રહ્યો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.

Also You like to read
1 of 112
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 02
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 02

વર્કશોપમાં સુરત જિલ્લા મેલેરીયા અધિકારી શ્રીમતી ચેતનાબેન દેસાઈએ ડેન્ગ્યું, મેલેરીયા, હાથીપગા જેવા વાહકજન્ય રોગોની અટકાયત માટે, મચ્છરોની ઉત્પતિ અટકાવવા માટે કઈ કઈ કાળજી રાખવી વધુ પાણીનો ભરાવો હોય તો ગપ્પી માછલી મુકવી તેમજ ઘરોની અંદર ભરાઈ રહેલા ચોખ્ખુ પાણી જેમ કે, ફ્રીજની પાછળની ટ્રે, કુંડા, ફુલદાની તેમજ ઘરમાં વાપરવાના પાણીની દર અઠવાડિયે સફાઈ કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. જો તાવ આવે તો નજીકના પ્રા.આ.કેન્દ્રમાં જઈને તુર્તજ સારવાર માટે પાવર પોઈન્ટના માધ્યમ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 03
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 03

સુવાલી પી.એચ.સી.ના આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઈજરશ્રી ગણપતભાઈ ચૌહાણની નિગરાની હેઠળ હજીરા અને મોરા ગામમાં વધુ પાણી ભરાઈ રહેતુ હોય તેવી ૬૦ જેટલી જગ્યાઓએ ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્ટ્રા-પેરાની કામગીરી આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનોએ ઘરે ઘરે ફરીને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. આ વર્કશોપમાં મેડીકલ ઓફીસર ડો.અજયકુમાર ઠાકુર, ચોર્યાસી તાલુકાના તાલકુાના સુપરવાઈઝશ્રી ભગવતીભાઈ પટેલ, ચોર્યાસી તાલુકાના એમ.ટી.એસ.શ્રી હિમાંશુ ભટ્ટ તેમજ અન્ય આરોગ્યના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 04
Dengue Malaria Rogachala Atakayat Ange Workshop 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More