પ્રાઇવેટ હોસ્પિટલો પર નિર્ભરતા ખતરનાક….

15

Get real time updates directly on you device, subscribe now.

પ્રાઇવેટ હોસ્પિટલો પર નિર્ભરતા ખતરનાક….

Related Posts
1 of 237

કેરળમાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખું આજે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.

ખતરનાક નીપા વાયરસની ચપેટમાં આવીને કેરલમાં 11 લોકો ના જીવ જઈ ચૂક્યા છે. કર્ણાટકમાં બે દર્દીઓમાં આ ઇન્ફેકશનના ફક્ત સંકેત મળ્યા છે, તેમની તપાસ કરવામાં આવી રહી છે, જોકે હજી સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે આ વાઇરસ કેરલની બહાર આવવાની આશંકાથી દેશના અન્ય ભાગોમાં પણ લોકોની નિંદ હરામ થઈ ચૂકી છે, હિમાચલ પ્રદેશમાં પણ એક જિલ્લાની સરકારી સ્કૂલમાં 18 જેટલા ચામાચીડિયાઓ મૃત હાલતમાં જોવા મળ્યા છે, જેનાથી ત્યાંના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

Also You like to read
1 of 57

ભારત વિશાળ વસ્તી ધરાવતા દેશમાં કોઈપણ પ્રકારની સંક્રામક બીમારી ફેલાવવાથી લોકોમાં ગભરાહટ મહેસૂસ થાય તે સ્વભાવિક છે. અહીંયા  કોઈપણ ખાસ એરીયાને  બીજા ક્ષેત્રોથી સંપૂર્ણ રીતે ડિસ્કનેકટ કરવા મુશ્કેલ થઈ જાય છે. પરંતુ કેરળ સરકાર અને ખાસ કરીને ત્યાંના સ્વાસ્થ્ય કર્મીઓએ જે કૌશલ્ય અને બહાદુરીપૂર્વક આ બીમારીનો સામનો કર્યો છે, તે પ્રસંશાને પાત્ર છે.  યુવાન નર્સની મોતને પણ શહાદત તરીકે પૂરી દુનિયામાં એક મિસાલના સ્વરૂપે યાદ કરવામાં આવશે.

Neet-2018-10

એ સિવાય એ બિંદુ પર પણ અને એવા તથ્યો પર પણ નજર નાંખવામાં આવવી જ જોઈએ કે કેરળમાં સ્વાસ્થ્ય સેવાઓનું માળખું આજે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ સારી સ્થિતિમાં છે. આ જ પરિસ્થિતિ મુજબ દેશના બીજા અન્ય ભાગોમાં પરિસ્થિતિ જેટલી ઝડપથી બગડી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. આપણે અહીંયા સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતો માટે પ્રાઇવેટ હોસ્પિટલો પર નિર્ભરતા વધતી જઈ રહી છે.

સરકારનો પણ જોર સરકારી માળખાઓને યોગ્ય બનાવવાના બદલે સ્વાસ્થ્ય વિમા ની સુવિધાઓ આપીને લોકોને એ તરફ વાળવા જેવી છે. આ વાત પર કોઈનું પણ ધ્યાન નથી કે પ્રાઇવેટ હોસ્પિટલો સુપર સ્પેશિયાલિટીની માંગ કરવાવાળી બીમારીઓને પ્રાથમિકતા આપે છે. વીમો પણ એક જ વ્યક્તિની ખાસ અને ખર્ચાળ બીમારીઓને જ કવર કરે છે. એકી સાથે ઘણા બધા લોકો જો બીમારીના સકંજામાં સપડાઈ જાય વાઈરલ અથવા બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી થવાવાળી બીમારીઓ કોઈના માટે પણ મુખ્ય ચિંતાનો વિષય નથી રહ્યો. એવામાં જો કોઈપણ સંક્રામક બીમારી થી જો દેશમાં મહામારીનું  સ્વરૂપ ધારણ કરી લે તો તેનો  સામનો કરવા માટે આપણી સ્વાસ્થ સેવાઓનું માળખું બિલકુલ  નાકામ સાબિત થઈ શકે તેમ છે.  સરકારે આવા જોખમ પર પણ તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને ગ્રાઉન્ડ લેવલે સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તો જ સામાન્ય લોકોની સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને  બહેતર બનાવી શકાય તેમજ છે.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More