- Advertisement -

દેશ પ્રત્યે સમર્પિત ભારતીય તટરક્ષક દળના જાંબાઝ જવાનો

ગાંધીનગર ખાતે ૪૪માં તટરક્ષક સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું છે કે, દેશ પ્રત્યે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ જવાબદારીપૂર્વક દેશની રક્ષા કરતા ભારતીય તટરક્ષક દળના જાંબાઝ અધિકારીઓ અને જવાનો પર દેશવાસીઓને ગર્વ છે. ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે તૈનાત છે ત્યારે આપણા દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરીને તટ રક્ષક દળ દ્વારા રાષ્ટ્ર સેવાની દિશામાં ખૂબ મોટું યોગદાન આપવામાં આવી રહ્યુ છે.

Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 04

- Advertisement -

- Advertisement -

47

Get real time updates directly on you device, subscribe now.

દેશ પ્રત્યે સમર્પિત ભારતીય તટરક્ષક દળના જાંબાઝ જવાનો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્‍યું છે કે, દેશ પ્રત્યે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ જવાબદારીપૂર્વક દેશની રક્ષા કરતા ભારતીય તટરક્ષક દળના જાંબાઝ અધિકારીઓ અને જવાનો પર દેશવાસીઓને ગર્વ છે. ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે તૈનાત છે ત્યારે આપણા દેશની યુવાશક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામિયાબ કરીને તટ રક્ષક દળ દ્વારા રાષ્ટ્ર સેવાની દિશામાં ખૂબ મોટું યોગદાન આપવામાં આવી રહ્યુ છે.

Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 06
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 06
  • દેશ પ્રત્યે સમર્પિત ભારતીય તટરક્ષક દળના જાંબાઝ જવાનો પર  દેશવાસીઓને ગર્વ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
  • ગાંધીનગર ખાતે ૪૪માં તટરક્ષક સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 05
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 05

ગાંધીનગર જિમખાના સેક્ટર-૧૯ ખાતે યોજાયેલી ૪૪માં તટ રક્ષક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તટરક્ષક દળના અધિકારી – જવાનોને શુભેચ્‍છા આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળ દરિયાઇ સુરક્ષા માટે સક્ષમ છે અને ગુજરાતના ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારે આવેલા વિવિધ સ્‍ટેશનો પર સક્ષમતાથી રક્ષા કરી રહ્યું છે.

Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 04
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 04

ગુજરાતને સંવેદનશીલ બોર્ડરની જવાબદારી સવિશેષ મળી છે ત્‍યારે તેની સુરક્ષામાં આ દળની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પડોશી દેશની વિચારધારાથી આપણે સૌ વાકેફ છીએ. ભારત દેશના યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ ઘુસાડવા ઉપરાંત દેશની શાંતિ ડહોળવા માટે આતંકવાદ ઘુસાડવા સહિતના ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે ત્યારે સીમાઓ પર સજ્જ આપણા તટરક્ષક દળના જવાનો તેમના ઇરાદા પાર પડવા દેતા નથી.

Related Posts
1 of 484
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 03
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 03

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોના જીવ જોખમમાં આવી જતાં હોય છે ત્યારે, આ વર્ષે તટ રક્ષક દળના જવાનોએ ૧૭૫ આવા માછીમારોને બચાવ્યા છે તે બાબત અભિનંદનને પાત્ર છે. સમગ્ર દેશને આ જવાનો પર સન્માન અને ગર્વ છે. આ દળનો દેશની રક્ષા પ્રત્યે જવાબદારીપૂર્વકનો સમર્પિત ભાવ સમગ્ર દેશને આશ્વસ્ત અને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે.

Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 02
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 02

આ દળના અધિકારીઓ તથા જવાનો સ્‍વપ્રેરણાથી સુરક્ષા કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કેક કાપીને ભારતીય તટરક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ભારતીય તટ રક્ષક દળનું દેશ પ્રત્યે સમર્પણ અને દળની શૌર્ય ગાથા દર્શાવતી વિડિયો ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી.

Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 01
Desh Pratye Samarpit Bharatiya Tatrakshak Dal Na Janbaaz Javano 01

આ પ્રસંગે પરમ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત એર ઓફિસર કમાન્ડઇંગ ઈન ચીફ એરમાર્શલ શ્રી એસ.કે. ગોટિયા, પ્રેસિડેન્ટ તટ રક્ષક મેડલ અને તટ રક્ષક મેડલથી સન્માનિત ઇન્સ્પેકટર જનરલ શ્રી રાકેશ પાલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી કુલદીપ આર્ય સહિત તટરક્ષક દળના અધિકારીઓ – જવાનો અને દળના પરિવારના સભ્યો  ઉપસ્‍થિત રહ્યા હતા. (વિપુલચૌહાણ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More