- Advertisement -

ધોળકા ખાતે ૭૩મા સ્‍વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી 

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ધ્‍વજવંદન કરાવ્‍યું 

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ૭૩માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્‍ટ્રભકિતના માહોલમાં આન, બાન, શાન સાથે ધ્‍વજવંદન કરાવ્‍યું હતું. મંત્રીશ્રીએ આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, વિશ્વની મહામૂલી લોકશાહી ધરાવતા ભારત દેશનો ઇતિહાસ ગૌરવવંતો છે. હજારો રણબંકા અને સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આહૂતિએ આપણને આઝાદી આપાવી છે.

Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 04

- Advertisement -

- Advertisement -

610

Get real time updates directly on you device, subscribe now.

ધોળકા ખાતે ૭૩મા સ્‍વાતંત્ર્ય પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી 

અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ૭૩માં સ્‍વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્‍ટ્રભકિતના માહોલમાં આન, બાન, શાન સાથે ધ્‍વજવંદન કરાવ્‍યું હતું. મંત્રીશ્રીએ આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, વિશ્વની મહામૂલી લોકશાહી ધરાવતા ભારત દેશનો ઇતિહાસ ગૌરવવંતો છે. હજારો રણબંકા અને સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને આહૂતિએ આપણને આઝાદી આપાવી છે.

  • યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ધ્‍વજવંદન કરાવ્‍યું
  • યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ
  • દેશ અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખભેથી ખભા મિલાવી કાર્ય કરીએ
  • વિજયભાઈ રૂપાણીની ‘ટીમ-ગુજરાત’ લોકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા અને વચનબદ્ધતા સાબિત કરી ચુકી છે
  • ગુજરાત રાજ્ય જળસંચય, જળસંવર્ધન અને જળવિતરણ બાબતે સમગ્ર દેશમાં નમૂનારુપ પૂરવાર થયું છે

આઝાદીની લડત સમયના અસહકારની ચળવળ અને ભારત છોડો આંદોલનને યાદ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર એવા ગાંધી-સરદારની બેલડીએ સ્વાતંત્ર્ય ચળવળનું સુકાન સંભાળ્યું હતું. વર્તમન સમયમાં વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની બેલડીએ કલમ ૩૫-એ ને હટાવી ગાંધી-સરદારે જોયેલા ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના સપનાને પરીપૂર્ણ કર્યું છે. જમ્મુ-કાશ્મીરના ભૂગોળ, ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર એકજ પ્રયાસે બદલી નાખી વર્તમાન કેંદ્ર સરકારે દ્રઢ અને નિર્ણાયક કાર્યપધ્ધતિનું નિદર્શન કર્યું છે.

Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 01
Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 01

 

મંત્રીશ્રીએ સુચિત કેન્દ્રશાસિત પ્રદેશ એવા જમ્મુ-કાશ્મીર તથા લેહ-લદ્દાખનો  વિકાસ હવે ગુજરાત મોડલની રાહે થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ‘સરકારની આતંકવાદ સામે લડવાની અદમ્ય ઇચ્છાશક્તિ અને બહુપરિમાણીય આંતરરાષ્ટ્રીય કૂટનીતીને કારણે સિમાપારના આતંકવાદીઓના હેતુ હવે બર આવશે નહીં’ એમ તેમણે ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ  કહ્યું કે, ગુજરાત છેલ્લા બે દાયકાથી શાંતિ, સલામતી અને સુરક્ષાના માહોલ વચ્ચે રહ્યું છે જે સરકારની સક્રિય કાર્યપધ્ધતિને આભારી છે. વિજયભાઈ રૂપાણીની ‘ટીમ-ગુજરાત’ ૬૦૦ જેટલા પ્રજાકલ્યાણલક્ષી ત્વરિત નિર્ણય લઇને લોકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા, કટિબદ્ધતા અને વચનબદ્ધતા સાબિત કરી ચુકી છે.

Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 04
Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 04
Related Posts
1 of 481

મંત્રીશ્રીએ જણાવ્યું કે, કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત રાજ્યના ખેડૂતોને સહાય મળી છે. રાજ્ય સરકારના પ્રયાસોથી લાખો એકર જમીનમાં ટપક પદ્ધતિથી સિંચાઈ શક્ય બની છે. રાજ્યના લાખો ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકર દ્વારા અનાજની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. બાળકી સાથે દુષ્કર્મ કરનારને ફાંસીની સજાનો કાયદો, નશાખોરીથી યુવાધનને બચાવવા ઈ-સિગારેટ અને હુક્કાબાર પર પ્રતિબંધ, ચેઇન-સ્નેચિંગ અને ગૌહત્યા અટકાવવા કડક કાયદાનું ઘડતર વિગેરે દ્વારા સરકારે કાયદો-વ્યવસ્થાને વધુ મજબુત બનાવી છે.

રાજ્યના મહાનગરોમાં સી.સી.ટી.વી. કેમેરાનું નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે. લાંચ-રુશ્વતની બદ્દીને ડામવા કડક પગલાં લેવામાં આવ્યા છે. સેવા-સેતુ કાર્યક્રમના માધ્યમથી ૧ કરોડ ૬૫ લાખ લોકોને લાભ થયો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય જળસંચય, જળસંવર્ધન અને જળવિતરણ બાબતે સમગ્ર દેશમાં નમૂનારુપ પૂરવાર થયું છે. સુજલામ-સુફલામ જળઅભિયાન થકી લાખો ઘનફૂટ જળનો સંચય થયો છે.

રાજ્યસરકાર આવનારા દિવસોમાં બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતનો ઉપયોગ વધારવા કૃતનિશ્ચયી છે. પાવાગઢ, જુનાગઢ અને અંબાજી જેવા મીનીકુંભ ગણાતા શ્રદ્ધાના કેન્દ્રોમાં સ્વચ્છતા માટે જરૂરી પગલા લેવાયા છે. દસ કરોડ વૃક્ષો વાવવના સંકલ્પ સાથે ગુજરાતને ‘ગ્રીન ગુજરાત-ક્લિન ગુજરાત’   બનાવવાનો સરકારનો દ્ર્ઢ નિર્ધાર છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી, વર્ગખંડમા સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા, ટેબલેટ વિતરણ જેવા પગલાં થકી ગુજરાત રાજ્યે શિક્ષણક્ષેત્રે ક્રાંતિ કરી છે.

Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 03
Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 03

મંત્રીશ્રીએ કહ્યું કે, સરકારે આદિવાસીઓ માટે સમરસ હોસ્ટેલ અને વનબંધુ યોજના થકી આદિવાસી ઉત્કર્ષના સંકલ્પને દોહરાવ્યો છે. ૧૮૧ અભયમ હેલ્પલાઇન, વ્હાલી-દિકરી  જેવી યોજનાઓ થકી નારીસુરક્ષા અને નારી-સશક્તિકરણના માર્ગે રાજ્યસરકાર બે કદમ વધુ આગળ આવી છે.

પશુ-પક્ષી અબોલ જીવની રક્ષા માટે ‘અનમોલ એમ્બ્યુલન્સ’ તથા લગ્ન પ્રસંગે એસ.ટી.બસમાં જાન લઇ જવાની સુવિધા સરકારની સંવેદનશીલતા પુરવાર કરી છે રાજ્યસરકારે કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ તથા દાંડી કુટીર ખાતે ‘દાંડી મ્યુઝિયમ’ બનાવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે’

Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 02
Dholaka Khate 73ma S‍vatantrya Parvani Bhavyatibhavya Ujavani 02

વક્તવ્યના અંતે મંત્રીશ્રીએ દેશના અને ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ખભેથી ખભા મિલાવી કાર્ય કરવા લોકોને આહ્વાન કર્યું હતું. મંત્રીશ્રીએ પોલીસ પરેડની સલામી ઝીલી હતી. શાળાના બાળકોએ દેશભક્‍તિનાં ગીતો, યોગ તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોની પ્રસ્‍તુતિ કરી હતી.

મંત્રીશ્રીએ જિલ્લાના તેજસ્‍વી વિદ્યાર્થીઓ, રમતવિરો અને શ્રેષ્ઠ કમગીરી કરનાર કર્મચારીઓને  ઇનામ વિતરણ કર્યા હતા તથા પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. સ્વાતંત્ર્યપર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિક્રાંત પાંડે, જિલ્લા પોલીસ વડા શ્રી જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, વિદ્યાર્થિઓ, ધોળકાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More