- Advertisement -

દીકરીઓને સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ – બેડ ટચ અંગે જાગૃત કરતું મહિલા આયોગ

મહિલા આયોગ દ્વારા ચૌઘરી મહિલા કોલેજામાં દીકરીઓને સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ – બેડ ટચ અંગેની જાગૃતિ આપતા ’ કવચ ’ કાર્યક્રમનું આયોજન કરાયું

ગાંધીનગર : સોમવાર : ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા આજરોજ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓને સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ – બેડ ટચ અંગેની જાગૃતિ આપતા ’ કવચ ’  કાર્યક્રમનું આયોજન ચૌઘરી મહિલા કોલેજના માતૃશ્રી જોઇતાબા હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને મહિલા આયોગના અઘ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના હસ્તે દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકાયો હતો.

Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 02

- Advertisement -

- Advertisement -

261

Get real time updates directly on you device, subscribe now.

મહિલા આયોગ દ્વારા ચૌઘરી મહિલા કોલેજામાં દીકરીઓને સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ – બેડ ટચ અંગેની જાગૃતિ આપતા ’ કવચ ’ કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા આજરોજ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓને સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ – બેડ ટચ અંગેની જાગૃતિ આપતા ’ કવચ ’  કાર્યક્રમનું આયોજન ચૌઘરી મહિલા કોલેજના માતૃશ્રી જોઇતાબા હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને મહિલા આયોગના અઘ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાના હસ્તે દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકાયો હતો.

Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 01
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 01
Related Posts
1 of 398

આ પ્રસંગે આયોગના અઘ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, શાળા-કોલેજો, બસ, ઓફિસ, ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતાં હોય છે. આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસના ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી, આવી ઘટના બને તો કોને જાણ કરવી જેવી બાબતોની  સમજ આપવા માટે સમગ્ર ગુજરાતની શાળા-કોલેજોમાં કવચ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે ગુજરાત મહિલા આયોગની કામગીરીથી પણ ઉપસ્થિત સર્વ વિઘાર્થીનીઓને વાકેફ કર્યા હતા.

Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 02
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 02
Also You like to read
1 of 210

જિલ્લા શિક્ષણાઘિકારી શ્રી ર્ડા. ભરત વાઢેરે જણાવ્યું હતું કે, દીકરીઓએ પોતાની સાથે થયેલ ઘટનાની સાચી વાત પોતાના ઘરના વડીલોને શરમ-સંકોચ વિના કહેવી જોઇએ. તેમણે નારીમાં પડેલ શક્તિની દષ્ટાંત પૂર્વક વાત કરી કવચ નામના કાર્યક્રમને યોજવા પાછળના આયોગના ઉમદા અભિગમની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 03
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 03

આ પ્રસંગે વડોદરા પોલીસના સેલ્ફ ડિફેન્સ ગૃપ દ્વારા પોતાની જાતને કેમ સુરક્ષિત રાખવી તે અંગેના અંગ કવાયતો રજૂ કરી હતી. તેમજ મહિલાઓ કેવી કેવી રીતે આવી ઘટનાની ભોગ બને છે, તે અંગેની નાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દ્વારા પણ સમજ આપવામાં આવી હતી. ગાંધીનગર પોલીસની સુરક્ષા સેતુના પી.એસ.આઇ શ્રી સરોજબેન ચૌઘરી દ્વારા કાયદાની જાણકારી આપી હતી.

Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 0
Dikario Ne Self Defense Ane Good Touch Bad Touch Ange Jagrut Karatu Mahila Ayoga 0

આ કવચ કાર્યક્રમમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઇ ચૌઘરી, ઉપપ્રમુખ શ્રી સેઘાભાઇ ચૌઘરી, શંકરભાઇ ચૌઘરી, કેમ્પસ ડાયરેકટર શ્રી યશવંતભાઇ ચૌઘરી, ઉપસચિવ શ્રી પ્રેરક પટેલ, શાળાના આચાર્ય શ્રી રમીલાબેન ચૌઘરી અને પ્રવિણાબેન સહિત મોટી સંખ્યામાં ચૌઘરી કન્યા શાળા – કોલેજાની વિઘાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More