- Advertisement -

દિવ્યાંગ બાળકો સાથે વાતચિત કરતા જવાહરભાઇ ચાવડા

મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની સાદગી- દિવ્યાંગ બાળકો સાથે બેસીને કરી વાતચિત

લોકહૃદયમાં અનોખું સ્થાન ધરાવતા અને પ્રજાનાં પ્રિય પ્રતિનિધિ રાજ્ય સરકારનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા વિનમ્રતા, સદ્દભાવ, જીવદયા, સાદગી, શાંતિ, સમર્પણ અને ભાઇચારાના ગુણોએ એક અસાધારણ નેતા બનાવ્યા છે. બાળપણથી જ જવાહરભાઇ ઉચ્ચ આદર્શોને વરેલા રહ્યા છે એટલે શિસ્ત, સેવા અને સમર્પણ એમનાં વ્યકિતત્વમાં હંમેશા પ્રતિબિંબિત થાય છે.

Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 01

- Advertisement -

- Advertisement -

1,476

Get real time updates directly on you device, subscribe now.

દાયકાઓથી સક્રિય જાહેરજીવનમાં હોવા છતાં, જવાહરભાઇ એક અદના સામાજિક કાર્યકર્તાની જેમજ સંપૂર્ણ સેવાભાવી સ્વભાવ ધરાવે છે અને એ જ રીતે નાનામાં નાના માનવીની સેવા માટે કાર્યરત રહે છે. સોરઠી આદર સત્કારની પરંપરામાં ઉછેર થયો હોવાથી વિનય વિવેક તેમને વારસામાં મળ્યાં છે. જવાહરભાઇનાં ઉછેર અને કારકિર્દી ઘડતર સૌરાષ્ટ્રની ધીંગી ધરતીના બેનમૂન જૂનાગઢ શહેરમાં થયાં.

Related Posts
1 of 451
Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 02
Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 02

સહજ રીતે જવાબદારી ઉપાડી લેવાની અને હસતા મુખે પડકારોને ઝીલી લેવાની શ્રી જવાહરભાઇની અનોખી ક્ષમતાથી તેમની લોકપ્રિયતા સદૈવ વધી છે. પક્ષ તરફથી તેમને સોંપાયેલી કોઈપણ જવાબદારી એમણે હંમેશા અત્યંત ખંત અને ઉત્સાહભેર નિભાવી છે. નાની-મોટી શિબિર હોય કે ગરીબના ઘરમાં અજવાશ રેલાવાની વાત હોય કે પછી કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિની પડખે ઉભા રહેાની વાત હોય જવાહરભાઇ હંમેશા અગ્રેસર જ રહ્યા છે.

Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 03
Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 03

આ વાતની પ્રતિતી તાજેતરમાં વિજાપુરના પાટીયા પાસે કાર્યરત સાંપ્રત સંસ્થામાં દિવ્યાંગ સ્પે ખેલ મહાકુંભનાં પ્રારંભ પ્રસંગે જવાહરભાઇએ નાના-મોટાની વાત એકબાજુ રાખીને દિવ્યાંગ બાળકોની વચ્ચે બેસીને તેમની સાથે ગોષ્ઠી કરી હતી. કુદરતી કે માનવસર્જિત કોઈપણ આફતના સમયમાં મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા હંમેશા પ્રજાની પડખે રહ્યા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી એવા જવાહરભાઇની સાલસતા અને સાદગી, રાજ્ય સરકાર છેવાડાનાં અંત્યોદયની હામી છે એ આ વાતની પ્રતીતી કરાવી જાય છે.

Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 04
Divyang Balko Sathe Vatchit Krta Jawahar Bhai Chavda 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More