દિવાળી પર તમે તમારી જાતને કેવી રીતે ફીટ અને સલામત રાખી શકો છો

આ દિવાળી પર તમે તમારી જાતને કેવી રીતે ફીટ અને સલામત રાખી શકો છો

દિવાળી એ આપણા દેશમાં સૌથી વધુ ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક તહેવાર છે, ફટાકડા અને રંગબેરંગી લાઇટ્સનો આ તહેવાર વર્ષો સુધી યાદગાર રહે તેમ ઉજવવામાં આવે છે. દરેક ધર્મના લોકો પણ આ પર્વ પોત પોતાની રીતે ઉજવે છે. લક્ષ્મી-પૂજા, રંગોળી સજાવટ, મીઠાઇઓ અને પરિવાર સાથે ‘કાર્ડ્સ’ રમવું આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે. દિવાળીના પ્રસંગે મીઠાઇ અને ફટાકડા ખૂબ જ મહત્વના છે. દિવાળીના તહેવારમાં ફટાકડા, મીઠાઇઓ અને તમારા સ્વાસ્થ્ય આમ, ત્રણેયમાં સમાયોજિત કરવું પણ મહત્વપૂર્ણ છે. જોકે એવું પણ જાણવા મળે છે કે દર વર્ષે દિવાળીની ઉજવણીમાં ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થતા હોય છે. તેથી જ દિવાળીનો તહેવાર સુરક્ષિત રીતે ઉજવવા માટે આપણે કેટલીક સલામતી માટેની ટીપ્સ અપનાવવી જોઈએ.

Happy New Year
223

Get real time updates directly on you device, subscribe now.

Also You like to read
1 of 171
Crackers
Crackers
Related Posts
1 of 359

અસ્થમાના દર્દી માટે : ટિપ્સ

 • આ દિવાળી પર લંગ્સની સંભાળ કેવી રીતે રાખવી તે જાણવું જોઈએ.
 • ઇન્હેલરને તમારી પહોંચમાં રાખો જેથી કરીને, જો તમને અચાનક શ્વાસ લેવાની તકલીફ અથવા વધુ ઉધરસ આવે તો તમે તેનો ઉપયોગ ઝડપથી કરી શકો.
 • જો શક્ય હોય તો ફટાકડા ફોડવાનું ટાળો, ખાસ કરીને જો એલર્જી હોય તો અથવા ઓછી ઇમ્યુનિટી અને શ્વસન રોગ ધરાવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું. ફટાકડા ખૂબ ઝેરી અને ભારે ધાતુથી બનાવવામાં આવે છે જે અસ્થમા, માથાનો દુખાવો, શ્વસન રોગો અને તીવ્ર ઉધરસને ઉત્તેજિત કરી શકે છે.
 • તમારી ઇમ્યુનિટી મજબૂત બનાવવા માટે, પોષક આહાર લો, શરીરને હાઇડ્રેટ રાખો અને ચરબીયુક્ત ખોરાકથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 • વધુ પ્રદૂષિત વિસ્તારોથી દૂર રહો.
 • તાપમાનમાં અચાનક ફેરફાર અને શારીરિક તાણને ટાળો, કારણ કે તે એલર્જીની સમસ્યામાં વધારો કરી શકે છે.
 • હવામાં રહેલ પ્રદૂષણ અને ધૂળથી સુરક્ષિત રહેવા માટે ફેસમાસ્ક પહેરો.
 • દિવાળી પછી તુંરત જ વોકિંગ કરવા માટે બહાર ન જવું, કારણ કે હવામાં પ્રદૂષણ ખૂબ વધારે હોય છે.
 • જો તમને બેચેની અને ગૂંગળામણ લાગતી હોય તો તરત જ તમારા ડોક્ટર પાસે નિદાન કરાવો.

  Diwali 07
  Diwali 07

સ્વસ્થ આહાર :

 • દિવાળીના તહેવારો દરમિયાન સ્વસ્થ આહાર લેવાની ટીપ્સ
 • ડ્રાયફ્રુટ્સ જેવાકે, બદામ, બીજ અને સુકા ફળો યોગ્ય રીતે આરોગ્વા જોઈએ.
 • નાળિયેર અને ડાર્ક ચોકલેટ ડેઝર્ટ બંને હેલ્દી ચોઈસ છે.
 • ચાંદીમાં કોટેડ મીઠાઈઓને આરોગ્વાનું ટાળો, કારણ કે તે એલ્યુમિનિયમથી કવર કરેલી હોય છે અને તે શરીરની પેશીઓમાં એકઠી થાય છે.
 • એક ફૂડ નોટ્સ બનાવો જેથી તમે તહેવારોના દિવસોમાં વધુ ન ખાઓ.
 • આજકાલ, મીઠાઈઓ અને નાસ્તા, ઓછી ચરબીવાળા, ઓછી ખાંડવાળા અને બેક્ડ કરેલા આવે છે. તેથી, પરંપરાગત મીઠાઈઓને બદલે, આવી વસ્તુઓ આરોગ્વી જોઈએ.
Diwali 08
Diwali 08

કાન અને ત્વચાને સુરક્ષિત કરો :

 • કાન અને ત્વચાને સુરક્ષિત કરવા માટે આવી ટિપ્સ અપનાવો.
 • ફટાકડા ફોડતી વખતે રક્ષણાત્મક ગેજેટ્સ પહેરો જેમકે, કાનના મફ, ઇયર પ્લગ અથવા કોટન બોલ્સનો ઉપયોગ કરો.
 • તહેવારોમાં ઉજવણી કરતા સમયે અવાજ ન થાય તે માટે તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો.
 • આ માટે એક સલામત રૂમ હોય જે બાકીના ઘરથી દૂર હોય અને જ્યાં ફટાકડાનો અવાજ જરાય સંભળાય નહીં તેવી જગ્યા તપાસો.
 • સુતરાઉ કપડા પહેરો, સિન્થેટિક નહીં, કારણ કે સિન્થેટિક કપડાં સરળતાથી આગને પકડે છે.
 • કટોકટીના સમયે એન્ટિસેપ્ટિક અને તબીબી સાધનોનો ઉપયોગ કરો.
 • ફટાકડા સળગાવતી વખતે કોઈ અકસ્માત થાય ત્યારે પાણી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરો.
 • એ પણ ધ્યાનમાં રાખો કે ફટાકડા સળગાવતી વખતે નજીકમાં જાડો ધાબળા હાજર રાખો, જેથી કરીને જો કોઈ વ્યક્તિ દાજી જાય તો તેને ધાબળામાં વીટાળી શકાય.
 • બર્ન્સ થયા બાદ દુખાવો ઓછો કરવા માટે તરત જ એનેસ્થેટિક લગાવો.
Happy New Year
Happy New Year

આવી ટીપ્સને ધ્યાનમાં રાખો, જેનાથી દિવાળીનો તહેવાર હર્ષોઉલાશથી માણી શકાય. હા, આ ઉત્સવની સીઝનમાં, તમે દિવાળીનો ઉત્સવ સુરક્ષિત, રોમાંચક અને મનોરંજક રીતે માણી શકો તે માટે આવી ટીપ્સને અનુસરો.

Diwali 02
Diwali 02

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More