આધારકાર્ડ પછી સરકાર લાવી રહી છે. ડી.એન.એ. બેંક

14

Get real time updates directly on you device, subscribe now.

આધારકાર્ડ પછી સરકાર લાવી રહી છે. ડી.એન.એ. બેંક

Related Posts
1 of 237

DNA-Bank-Poster

આધારકાર્ડ માટે બાયોમેટ્રિક ડેટા હવે કેન્દ્ર સરકાર ડી.એન.એ. સેમ્પલ કલેક્ટ કરવા માટે ડી.એન.એ. બેન્ક બનાવવાની તૈયારી કરી રહી છે. આ માટે સરકાર એક નવા બિલને લઈને આવી રહી છે, આ બિલનું નામ ડી.એન.એ. બેઝ્ડ ટેકનોલોજી (ઉપયોગ અને પ્રસ્તુતતીકરણ) નિયમન બીલ-2018.

DNA-Bank 01

બિલમાં કહેવામાં આવ્યું છે કે, ડી.એન.એ. બેંક એટલા માટે બનાવવાની જરૂર છે, કેમકે આપરાધિક કેસોમાં અને આપત્તિના સમયે ભોગ બનેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સંસદના મોનસુન સત્રમાં આ બિલ રજૂ થવાની સંભાવના છે. આ વિધેયકના પ્રસ્તાવ મુજબ રાષ્ટ્રીય સ્તરની સાથે સાથે ક્ષેત્રીય સ્તરો પર પણ ડી.એન.એ. બેંક બનાવવામાં આવશે. તેની મદદ થી ગુમ થયેલા લોકો, શંકાસ્પદ લોકોની ઓળખ સરળતાથી થઈ શકશે. તેમજ આવી ડી.એન.એ. બેંકમાં મોટા કેસના આરોપીઓની સાથે સાથે મૃતકનાં ડી.એન.એ. નો ડેટાબેઝ પણ હશે જેની ઓળખ થઇ શકતી નથી.

Also You like to read
1 of 22

DNA-Bank 02

આ બધા વચ્ચે એ પણ ઉલ્લેખનીય છે કે, અનેક મીડિયા રીપોર્ટસ પર નજર કરીએ તો આધાર કાર્ડનો ડેટા પણ સુરક્ષિત નથી, ત્યારે લોકોના મૂળભૂત અધિકાર અને પ્રાઈવેસી વિષે શું કહી શકાય.

DNA-Bank 03

જો કે ડી.એન.એ. પ્રોફાઇલની સુરક્ષા અને ગોપનીયતાને જાળવી રાખવાના ઉપાયો પણ આ બિલમાં કરવામાં આવેલ છે. જેમાંથી એક એવું પણ છે કે, કોઈ ડી.એન.એ. ડેટાબેંક માથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ જાણકારીઓને લીક કરે છે તો તેને ત્રણ વર્ષ જેલની સજા અને ફાઈન થશે.

DNA-Bank 04

૬૦ થી વધુ દેશોમાં ક્રિમિનલ કેસોની તપાસ માટે આ ટેકનિકના ઉપયોગ માટે કાયદો બનાવેલ છે. ભારતમાં પણ આની જોગવાઈ પહેલાથી જ છે, જ્યારે જરૂર પડે ત્યારે ન્યાયિક મેજિસ્ટ્રેટને જાણકારી આપીને ક્રિમિનલ કેસોમાં શંકાસ્પદ લોકોના ડી.એન.એ. પ્રોફાઇલ બનાવવા માટે જૈવિક નમૂનાઓ લઈ શકાય છે. તેમજ ઘણી બધી પ્રયોગશાળાઓમાં ડી.એન.એ. પ્રોફાઇલથી જોડાયેલી તપાસ કરવાની વ્યવસ્થા પણ છે. તેમાંથી મળેલ પુરાવાઓને અદાલતોએ પણ માન્ય રાખ્યા છે.

DNA-Bank 05

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More