- Advertisement -

દ્વારકા ખાતે ૭૩માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી

દ્વારકા ખાતે આન, બાન અને શાન સાથે ૭૩ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી  કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા ધ્વારા ધ્વજવંદન કરાયું.

દેવભૂમિ દ્વારકામાં ૭૩ માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજે દ્વારકા સરર્કીટ હાઉસના પાછડના મેદાનમા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપીને માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યુ હતું.

Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 01

- Advertisement -

- Advertisement -

646

Get real time updates directly on you device, subscribe now.

દ્વારકા ખાતે ૭૩માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી

દેવભૂમિ દ્વારકામાં ૭૩ માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજે દ્વારકા સરર્કીટ હાઉસના પાછડના મેદાનમા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ દેશની આન બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપીને માર્ચપાસ્ટનું નિરીક્ષણ કર્યુ હતું.

  • દ્વારકા ખાતે આન, બાન અને શાન સાથે ૭૩ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી  કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર મીના દ્વારા ધ્વારા ધ્વજવંદન કરાયું.
  • વિવિધ સ્‍કુલના બાળકો દ્વારા યોગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા
  • દ્વારકા તાલુકાના વિકાસ માટે રૂા.રપ લાખનો ચેક કલેકટરશ્રી ધ્વારા અર્પણ કરાયો
Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 01
Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 01

આ તકે કલેકટરશ્રીએ સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયેલા સૌ ને શુભેચ્છા પાઠવી દેશની સ્વાતંત્રતા ચળવળમાં જોડાઈને મા ભોમની આન બાન અને શાન જાળવવા માટે જેમણે જાન કુરબાન કરી છે તેમનું સ્મરણ કરી મહાત્માં ગાંધી4 સરદાર પટેલ4 શ્યામજીકૃષ્ણ વર્મા તથા નામી અનામી વીરોને યાદ કર્યા હતા. વધુમા કલેકટરશ્રીએ જણાવ્‍યુ કે, રાષ્‍ટ્રીય મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્‍લભભાઇ પટેલ વગેરે રાષ્‍ટ્રીય નાયકોના નેતૃત્‍વમા ગુલામીની જન્‍જીરો તોડીને અંગ્રેજો સલ્‍તનતનો ઉખાડીને એક અખંડ સ્‍વતંત્ર ભારતની એક અમૂલ્‍ય ભેટ દેશની નવી પેઢીને આપી છે. સ્વાતંત્ર પ્રાપ્તી બાદ રાષ્ટ્રયે વિવિધ ક્ષોત્રમાં જે પ્રગતિ સાધી છે તેમાં ગુજરાતનો સિંહ ફાળો છે. મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા પારદર્શક4 નિર્ણાયક4 સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકાર આગળ ધપાવી રહયા  છે. જેમાં દેવભૂમિ ધ્વારકા જિલ્લામાં થયેલ વિકાસ કામોની ગાથા વર્ણવીને ગુજરાતની સરકારને શ્રેષ્ઠ અને શિરમોર બનાવવા તેમજ ગામ શહેર અને રાજયને સ્વચ્છ4 સુંદર અને ગતિશીલ બનાવવા યોગદાન આપવા અપિલ કરી હતી.

Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 02
Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 02
Related Posts
1 of 448

આ  પર્વમાં જિલ્લા પોલીસ પુરૂપ અને મહિલા4 ટ્રાફિક પોલીસ, સાગર રક્ષક દળ, હોમગાર્ડસ, એસ.આર.પી.ગૃપ, રૂપનગર વાણીયા ભરૂચથી બેન્‍ડ ગૃપ તથા એનસીસીની પ્લાટુનો ધ્વારા પરેડ નિર્દશન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્કુલના ૩૫૦ બાળકો  ધ્વારા યોગ નિર્દશન તેમજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 03
Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 03

આ તકે સ્વાતંત્રતા સેનાની સ્‍વ.રમણલાલ લીલાધર વાયડાના ધર્મપત્‍નિ શ્રીમનોરમાબેનનુ કલેકટરશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. જિલ્‍લામાં વાયુ વાવાઝોડાની સંભાવનાની કુદરતી આફત સમયે વિશિષ્‍ટ કામગીરી કરનાર મિત્રોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જિલ્‍લા કક્ષાની ઉજવણી અંતર્ગત યોજાયેલ  ૧૦૮ માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાકેશભાઇ બાંભણીયા તથા પ્રકાશભાઇ ચોપડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા તેમજ આતરરાષ્‍ટ્રીય/રાષ્‍ટ્રીય કક્ષા તથા રાજય કક્ષાએ વિવિધ પ્રવૃતિ/રમતોમાં વિશિષ્‍ટ શિધ્‍ધિ મેળવેલ રમતવિરોનું તેમજ ડો.જયપ્રકાશ દ્રિવેદીને સંસ્‍કુત સેવા માટે રાષ્‍ટ્રપતિ એવોડ-૨૦૧૮ બદલ મહાનુભાવો દ્વારા સનમાનિત કરવામા આવ્‍યા હતા.

Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 04
Dvaraka Khate 73 Ma Swatantrata Parwani Ujavani 04

રાજય સરકાર તરફથી દ્વારકા તાલુકાના વિકાસ માટે મળેલ રૂા.રપ લાખનો ચેક કલેકટરશ્રી નરેન્‍દ્વકુમાર મીના ધ્વારા પ્રાંત અધિકારીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.  કાર્યક્રમના અંતે કલેકટરશ્રી તથા મહાનુભાવો ધ્વારા સરર્કીટ હાઉસના મેદાનમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ  રાષ્ટ્રીય કાર્યક્રમમાં દ્વારકા નગરપાલીકા પ્રમુખશ્રી જિતેશભાઇ માણેક4 દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લુણાભાઇ સુમણીયા4 ભાજપ આગેવાન હરીભાઇ આધુનિક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ બંશલ4 જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ4 નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, ડી.આર.ડી.એ.નિયામકશ્રી વાધેલા,  તેમજ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, શહેરી જનો4  વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More