- Advertisement -

ઈ-કોમર્સ સાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર કટિબદ્ધ

એમેઝોન કંપની પર કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર પણ કટિબદ્ધ છે. તાજેતરમાં જ રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થયેલી  છેતરપિંડી અંગે તપાસ કરીને તોલમાપ અને પેકેઝ્ડ કોમોડીટીઝના નિયમોના ભંગ બદલ એમેઝોન વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Ecommerce

- Advertisement -

- Advertisement -

180

Get real time updates directly on you device, subscribe now.

ઈ-કોમર્સ સાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની
સુરક્ષા માટે રાજય સરકાર કટિબદ્ધ

એમેઝોન કંપની પર કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી

ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર પણ કટિબદ્ધ છે. તાજેતરમાં જ રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થયેલી  છેતરપિંડી અંગે તપાસ કરીને તોલમાપ અને પેકેઝ્ડ કોમોડીટીઝના નિયમોના ભંગ બદલ એમેઝોન વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Related Posts
1 of 398
Image By : www.insytecg.com
  • ગ્રાહકે ૨૦ મીટર HDMI વાયર મંગાવ્યો હતો ને ૧૯ મીટર વાયર ડિલિવર કર્યો
  • જાગૃત ગ્રાહકે ફરિયાદ કરતાં તંત્ર દ્વારા અમદાવાદના એકમ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું
  • તપાસ કરતાં સિલબંધ પેકેટમાંથી પણ ૧૯ મીટર વાયર નિકળતા મુદ્દામાલ જપ્ત કરી એમેઝોન વિક્રેતા સામે કાર્યવાહી કરાઈ
Also You like to read
1 of 210
Ecommerce
Ecommerce

ઈ-કોમર્સ વેબસાઈટ્સ પરથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજયના ઈ-કોમર્સ ગ્રાહકો સાથે ઓનલાઈન ખરીદી દરમિયાન છેતરપિંડી ન થાય તે માટે રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર છેતરાતા ગ્રાહકોની સુરક્ષા માટે રાજય સરકાર પણ કટિબદ્ધ છે. તાજેતરમાં જ રાજય સરકારના કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા એક જાગૃત ગ્રાહક સાથે થયેલી  છેતરપિંડી અંગે તપાસ કરીને તોલમાપ અને પેકેઝ્ડ કોમોડીટીઝના નિયમોના ભંગ બદલ એમેઝોન વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Image By : jkwt.co.in

ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન મારફતે અનેક ચીજવસ્તુઓનું વેચાણ થાય છે એક ગ્રાહકે એમેઝોન પર HDMI ૨૦ મીટર વાયરનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડર ડિલિવર થયો અને ગ્રાહકે તે વાયરનું માપ લીધુ તો, ૧૯ મીટર જ વાયર હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે જાગૃત નાગરિકે રાજયની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાની કચેરી ખાતે ફરિયાદ કરી હતી. ફરિયાદને ગંભીરતાથી લઈને અમદાવાદ વિભાગના જૂનિયર નિરિક્ષક શ્રીમતી જે.એમ.ચોહાણ મારફતે જયાંથી HDMI વાયરની ડિલિવરી થઈ હતી, તે એકમની આકસ્મિક મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. તે એકમ ખાતે પડેલા HDMI વાયરનું ૨૦ મીટર વાયરનું સિલબંધ પેકેટ ખોલીને ચકાસણી કરાતા તેમાંથી પણ ૧૯ મીટરનો જ વાયર મળી આવ્યો હતો.

Hdmi Cable
Hdmi Cable

તે ઉપરાંત પેકેટ ઉપર ઈમ્પોર્ટરનું નામ-સરનામુ પણ દર્શાવેલું ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પગલે વજન માપ અને PCR કાયદાનું પાલન ન થતું હોવાનું ખુલતાં APPARIO RETAIL PVT. LTD. (મુ. બાવળા, જિ.અમદાવાદ) નામના એમેઝોન વિક્રેતા સામે લિગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ અને ધી ગુજરાત મેટ્રોલોજી(એન્ફો) રૂલ્સ-૨૦૧૧ અંતર્ગત નિયંત્રકશ્રી કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષાના માર્ગદર્શન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મુદામાલ જપ્ત કરવાની અને દંડનીય પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. (વિપુલ ચૌહાણ)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More