- Advertisement -

ઉર્જા મંત્રીએ ડેસર તાલુકામાં ૬૬ કેવી વીજ ઉપમથકની સ્થાપના કામનું ભૂમિપૂજન કર્યું

ઉર્જા મંત્રીએ ડેસર તાલુકાના છેવાડાના વચ્છેસર ગામે રૂ. ૪.૭૯ કરોડને ખર્ચે ૬૬ કેવી વીજ ઉપમથકની સ્થાપનાના કામનું કર્યું ભૂમિપૂજન

વડોદરા તા. ૨૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ (શુક્રવાર) : ડેસર તાલુકાના છેવાડાના વચ્છેસર ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરા જિલ્લાના ૬૧મા ૬૬ કેવી વીજ ઉપમથકના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૪૯૦૦ ચોરસ મીટર્સ જેટલી જમીનમાં રૂ.૪.૭૯ કરોડના કુલ ખર્ચે બંધાનારા આ સબ સ્ટેશનના નિર્માણ માટે રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ગુરુવારે, સ્થાનિક જાગૃત અને કર્મશીલ ધારાસભ્યશ્રી કેતન ઇનામદાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર રાજ્યના વિકાસ અને વધતી જતી વીજ માંગને સંતોષવા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ આયોજનો કરી રહી છે.

Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 01

- Advertisement -

- Advertisement -

308

Get real time updates directly on you device, subscribe now.

ઉર્જા મંત્રીએ ડેસર તાલુકામાં ૬૬ કેવી વીજ ઉપમથકની સ્થાપના કામનું ભૂમિપૂજન કર્યું

Also You like to read
1 of 204

વડોદરા તા. ૨૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૧૯ (શુક્રવાર) : ડેસર તાલુકાના છેવાડાના વચ્છેસર ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરા જિલ્લાના ૬૧મા ૬૬ કેવી વીજ ઉપમથકના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ ૪૯૦૦ ચોરસ મીટર્સ જેટલી જમીનમાં રૂ.૪.૭૯ કરોડના કુલ ખર્ચે બંધાનારા આ સબ સ્ટેશનના નિર્માણ માટે રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલે ગુરુવારે, સ્થાનિક જાગૃત અને કર્મશીલ ધારાસભ્યશ્રી કેતન ઇનામદાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર રાજ્યના વિકાસ અને વધતી જતી વીજ માંગને સંતોષવા ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ આયોજનો કરી રહી છે.

Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 01
Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 01
Related Posts
1 of 393
  • ઉર્જા મંત્રીએ ડેસર તાલુકાના છેવાડાના વચ્છેસર ગામે રૂ. ૪.૭૯ કરોડને ખર્ચે ૬૬ કેવી વીજ ઉપમથકની સ્થાપનાના કામનું કર્યું ભૂમિપૂજન
  • ૨૫ કિમિ ક્ષેત્રના ૭૭૨૪ વીજ ગ્રાહકોને વિક્ષેપ રહિત ગુણવત્તાસભર વીજ પુરવઠાની ખાત્રી મળવાની સાથે નવા વિજ જોડાણો આપવાની થશે સરળતા

    Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 02
    Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 02

તમામ પ્રકારના અને તમામ વિસ્તારોના વીજ ગ્રાહકોને પૂરતો અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે નવા સબસ્ટેશન્સ બનાવવા સહિતના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તેની સાથે સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા અને પર્યાવરણનું રક્ષણ કરવા સોલાર સહિત બિન પરંપરાગત અને રિન્યુએબલ એનર્જી સ્રોતોના સમુચિત વિનિયોગની કાળજી લેવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લામાં કુલ ૬૬ કેવી ક્ષમતાવાળા કુલ ૬૦ વીજ ઉપમથકો કાર્યરત છે. વચ્છેસરમાં ૬૧મું સબ સ્ટેશન બંધાશે.

Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 03
Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 03

વચ્છેસરના નવા બંધાનારા સબ સ્ટેશનથી ખેતીવાડી, રહેઠાણ અને ઔદ્યોગિક પ્રકારના વીજ જોડાણો ધરાવતા ૭૭૨૪ જેટલા ગ્રાહકોને વિક્ષેપ રહિત અને ગુણવત્તાસભર વીજ પુરવઠાની ખાત્રી મળવાની સાથે ૨૫ કિમિ ક્ષેત્રેના ૩૧ લાભાર્થી ગામોમાં નવા વીજ જોડાણો આપવાની સહુલિયત વધશે.તેના કારણે વધુ વીજ માંગ સંતોષવાની સાથે પૂરતા દબાણ થી વીજ પુરવઠો મળવાથી વિસ્તારના વિકાસને વેગ મળશે. ૧૧ કેવીના ૭ નવા ફીડર્સ દ્વારા આ સબ સ્ટેશનની વીજ સેવાઓનું વિતરણ કરાશે અને તેના લીધે ફીડર્સની લંબાઈ ઘટતા વીજ પરિવહન અને વિતરણ ખોટમાં ઘટાડો થશે.ધારાસભ્યશ્રી કેતન ઇનામદારે સાવલી અને ડેસર તાલુકાઓના વિકાસની, વિવિધ વિકાસકામોની ફાળવણી દ્વારા ઉચિત કાળજી લેવા માટે રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા. (મિશ્રા)

Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 04
Energy Minister Lands Construction Work On 66 Kv Power Station In Desar Taluka 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More