- Advertisement -

Flower show 2020 ne khullo mukta mukhyamantri vijaybhai rupani

નગરજનો-નાગરિકોની સુખ સુવિધામાં સતત વધારો કરતા રહેવાના કોર્પોરેશનના પ્રયાસો સરાહનીય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ફ્લાવર શો-૨૦૨૦ ને ખુલ્લો મુકતા જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્લાવર-શો જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી નગર સુખકારી નું એક  આવકારદાયક પગલું છે.

Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 03

- Advertisement -

- Advertisement -

114

Get real time updates directly on you device, subscribe now.

ફ્લાવર શો-૨૦૨૦ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • ફ્લાવર શો-૨૦૨૦ નગરજનોના મનોરંજનનું સરનામું બની રહ્યો છે.
  • નગરજનો-નાગરિકોની સુખ સુવિધામાં સતત વધારો કરતા રહેવાના કોર્પોરેશનના પ્રયાસો સરાહનીય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ફ્લાવર શો-૨૦૨૦ ને ખુલ્લો મુકતા જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગટર અને પાણીની વ્યવસ્થાની સાથે સાથે લોકોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, અને હવે ફ્લાવર-શો જેવા વિવિધ આયોજન કરે છે તે સર્વગ્રાહી નગર સુખકારી નું એક  આવકારદાયક પગલું છે.

Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 01
Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 01

આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, વિવિધ થીમ પર દેશ-વિદેશના લાખો ફૂલોનો આ ફ્લાવર શો આહલાદક ઠંડીમાં નગરજનોના મનોરંજનનું નવું સરનામું બની રહ્યો છે. પ્રતિ વર્ષ આ ફ્લાવર શો જોવા માટે નગરજનો ઉમટી પડે છે તે જ તેની સફળતા દર્શાવે છે.  તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ યોજાતા ‘ફ્લાવર શો-૨૦૨૦’ને આજે સવારે રિવરફ્રંટ ખાતે ખુલ્લો મુક્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ફ્લાવર શોના મુખ્ય આકર્ષણોમાં આ વખતે ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિ ઉજવણી અંતર્ગત ગાંધીજીના જીવન ચરિત્રની ઝાંખી કરાવતા વિવિધ પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. મેલેરિયા જાગૃતિ અભિયાન અંતર્ગત એડિસ મચ્છરની લાઇફ સાયકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિઓ, સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ તેમજ વિવિધ આયુર્વેદિક વનસ્પતિઓની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે એટલે આ ફ્લાવર શો જન જાગૃતિ નું પણ સક્ષમ માધ્યમ બન્યો છે.

Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 02
Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 02
Related Posts
1 of 443

તેમણે કહ્યું કે, અમદાવાદ શહેર ઉત્સવનું શહેર છે.  હેરિટેજ સિટી અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે પણ સતત આગળ વધી રહ્યું છે એ આપણા માટે ગર્વની વાત છે. વાઇબ્રન્ટ ગુજરાતના સ્વપ્નદૃષ્ટા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરક માર્ગદર્શનથી ઉત્સવ પ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ-૨૦૧૩થી અમદાવાદ ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી હતી, જેનો આ વર્ષે ૮ માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪ જાન્યુઆરી થી ૧૯ જાન્યુઆરી, ૨૦૧૯  દરમિયાન ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન, સાબરમતી રિવરફ્રન્ટ એક સાથે આયોજીત ૮મો ‘અમદાવાદ ફ્લાવર શો-2020’ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ૮૮,૫૦૦ ચો.મી.જેટલી વિશાળ જગ્યામાં ‘અમદાવાદ ફ્લાવર શો-૨૦૨૦’નું આયોજન કરવામાં આવ્યું છે. ઓર્કિડ, રેનેક્યુલસ, લીલીયમ, પીટુનિયા, ડાયન્થસ જેવા જુદી-જુદી વેરાયટીના ૭૫૦ થી વધુ જાતોના ૧૦ લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફુલ-છોડની પ્રદર્શની, વિવિધ ફુલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ સાથેનો આકર્ષક પ્રવેશ દ્વાર, ગ્રીન અમદાવાદની થીમને સાર્થક કરતી ૨૦૦ ફૂટ લાંબી ગ્રીન વોલ, સ્પોર્ટ્સ થીમ પર વિવિધ રમત-ગમતના સ્કલ્પચર તેમજ ફાયર વિભાગના જુદા-જુદા સાધનોને ફુલોથી શણગારી તેનું પ્રદર્શન પણ આ ફ્લોવાર શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 03
Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 03

આ ઉપરાંત સેવ વોટરના સંદેશ આપતા સ્કલ્પચર અને રી-યુઝ થીમ આધારિત જૂના ટાયરમાંથી બનાવેલ ફ્લાવર વોલ, અશોક સ્તંભની પ્રતિકૃતિ, બટર ફ્લાય ડિઝાઇન ઘરાવતી બેઠક વ્યવસ્થા, હિપ્પોપોટેમસ અને ડ્રેગન જેવા વિશાળકાય પ્રાણીઓના સ્કલ્પચર, મુલાકાતીઓમાં માટે વિવિધ થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્સ અને વોલ પણ ફ્લાવર શોમાં મુકવામાં આવ્યા છે.

આ વખતે સૌ પ્રથમ વખત ફ્લવાર શો-૨૦૨૦માં શહેરીજનો માટે મોબાઇલ એપ્લિકેશન, ‘શો માય પાર્કિંગ’ આધારિત સ્માર્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તથા પાર્કિંગ સ્થળેથી ફ્લાવર શોના સ્થળ સુધી પહોંચવા માટે વિનામુલ્યે ઇલેક્ટ્રીક બસની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મોબાઇલ એપ્લિકેશનથી મુલાકાતીઓ ફ્લાવર શોના સ્થળે જુદી-જુદી જગ્યાએ આવેલ પાર્કિંગ સ્થળોની વિગત તથા તે સ્થળોએ ચોક્કસ સમયે ૨ વ્હિલર, ૩ વ્હિલર તેમજ ૪ વ્હિલર માટે પાર્કિંગની કુલ કેટલી જગ્યા બાકી છે તે જાણી શકશે.

Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 04
Flower Show 2020 Ne Khullo Mukta Mukhyamantri Vijaybhai Rupani 04

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક સિટી સિવીક સેન્ટરો પરથી ફ્લવાર શોની પ્રવેશ ટિકિટી મેળવી શકાશે. અમદાવાદ ફ્લાવર શોમાં પ્રવેશ મેળવવા માટે ૧૨ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓની સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી રૂ. ૨૦ રહેશે. જ્યારે સિનિયર સિટીઝનને વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારના રોજ તમામ વ્યક્તિઓ માટે પ્રવેશ ફી રૂ.૫૦ રાખવામાં આવી છે. આ ઉદઘાટન પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિજલબેન પટેલ અને મ.ન.પા. કમિશનર શ્રી વિજય નહેરા અને કોર્પોરેશનના પદાધિકારિઓ-અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More