- Advertisement -

ગાંધીઆશ્રમ ખાતે ગાંધી-નિર્વાણદિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઇ

ગાંધી આશ્રમ ખાતે ગાંધી નિર્વાણદિન નિમિત્તે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં જાણીતા ઇતિહાસકાર શ્રી સુધીરચંદ્રએ કહ્યું કે, ગાંધી વિચારની સાથે ગાંધીજી દ્વારા પ્રસ્તુત આચરણ પણ એટલું જ જરૂરી છે. વર્તમાન સમયમાં ગાંધી વિચારની સૌથી વધુ જરૂર છે. શ્રી સુધીરચંદ્રએ કહ્યું કે, જ્યારે સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ હોય ત્યારે એક નાનકડી પહેલથી પરિસ્થિતિમાં બદલાવની શરૂઆત થઈ શકે છે, આ વાત આપણે ગાંધીજીમાંથી શીખવી જોઇએ.

Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 02

- Advertisement -

- Advertisement -

20

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીઆશ્રમ ખાતે ગાંધી-નિર્વાણદિન નિમિત્તે ‘સર્વધર્મ પ્રાર્થનાસભા’ યોજાઇ

Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 01
Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 01

ગાંધી આશ્રમ ખાતે ગાંધી નિર્વાણદિન નિમિત્તે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના સભામાં જાણીતા ઇતિહાસકાર શ્રી સુધીરચંદ્રએ કહ્યું કે, ગાંધી વિચારની સાથે ગાંધીજી દ્વારા પ્રસ્તુત આચરણ પણ એટલું જ જરૂરી છે. વર્તમાન સમયમાં ગાંધી વિચારની સૌથી વધુ જરૂર છે. શ્રી સુધીરચંદ્રએ કહ્યું કે, જ્યારે સમાજમાં અવિશ્વાસનું વાતાવરણ હોય ત્યારે એક નાનકડી પહેલથી પરિસ્થિતિમાં બદલાવની શરૂઆત થઈ શકે છે, આ વાત આપણે ગાંધીજીમાંથી શીખવી જોઇએ.

Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 02
Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 02

તેમણે ગાંધીજીના એકાદશ વ્રતમાંના સત્યવ્રતને સૌથી વધુ કઠિન અને સૌથી વધુ જરૂરી ગણાવ્યું હતું. તેઓએ ગાંધીજીના વ્યક્તિત્વમાં રહેલા ભયમુક્તિ અને સર્વધર્મ સન્માન જેવા ગુણોની છણાવટ કરી હતી. પોતાનામાં સદગુણોના વિકાસ માટે ગાંધીજીએ આપણને આંતરદ્રષ્ટિ વિકસીત કરવાનું શીખવ્યું હતું. તેઓએ કહ્યું કે, રાષ્ટ્રના/સમાજના સાર્વજનિક દુઃખને ગાંધીજીએ પોતાના ગણી તેના નિવારણ માટે મહામુલુ ચિંતન-મનન આપ્યું છે.

Related Posts
1 of 484
Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 03
Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 03

ગાંધીનો માર્ગ સર્વસ્વીકૃત છે. બાપુએ આપેલી નૈતિક પુંજીને જાળવી રાખવી અતિ આવશ્યક છે. પ્રાર્થના સભામાં તમામ ધર્મની પ્રાર્થના કરવામાં આવી હતી. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવ જન’ ની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાંધી આશ્રમ ખાતે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સર્વધર્મ પ્રાર્થનાસભામાં આશ્રમવાસીઓ, આશ્રમનો સંચાલક ગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 04
Gandhi Ashram Khate Gandhi Nirvandin Nimitte Sarvadharm Prarthan Sabha Yojai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More