- Advertisement -

ગાંધી મિત્ર એવોર્ડ – ૨૦૧૯

અન્યના આંસુને પોતાની આંખેથી વહાવી જાણનારા માનવતાના મશાલચી છે- રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, અન્યના આંસુને પોતાની આંખેથી વહાવી જાણનારા લોકો માનવતાના સાચા મશાલચી છે. સ્વજનો પ્રત્યે બધાને પોતિકાપણું હોય પરંતુ મહાન એ છે જે પારકામાં પોતીકાપણું જુએ છે, એમ તેઓએ ઉમેર્યું હતું.

Gandhi Mitra Award 2019 04

- Advertisement -

- Advertisement -

301

Get real time updates directly on you device, subscribe now.

ગાંધી મિત્ર એવોર્ડ- ૨૦૧૯

અન્યના આંસુને પોતાની આંખેથી વહાવી જાણનારા માનવતાના મશાલચી છે- રાજ્યપાલશ્રી

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, અન્યના આંસુને પોતાની આંખેથી વહાવી જાણનારા લોકો માનવતાના સાચા મશાલચી છે. સ્વજનો પ્રત્યે બધાને પોતિકાપણું હોય પરંતુ મહાન એ છે જે પારકામાં પોતીકાપણું જુએ છે, એમ તેઓએ ઉમેર્યું હતું.

Related Posts
1 of 439
Gandhi Mitra Award 2019 01
Gandhi Mitra Award 2019 01

વિચાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત ‘ગાંધી મિત્ર એવોર્ડ-૨૦૧૯’ સમારોહમાં ઉદ્બોધન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, કોઇ એક જ વ્યક્તિના દ્રઢ મનોબળ અને અદમ્ય માનવસેવાના ભાવથી કેટલું મોટું કાર્ય થઇ શકે છે એ આજના એવોર્ડ વિજેતાઓના જીવન-કાર્યથી પ્રતીત થાય છે. ગાંધીજીના સંદેશને પોતના કાર્યો થકી જીવંત રાખનાર એવોર્ડ વિજેતાઓ અભિનંદનને પાત્ર છે અને આપણા સૌ માટે પ્રેરણાપૂંજ સમાન છે. એમ તેમણે ઉમેર્યું હતું.

Also You like to read
1 of 199
Gandhi Mitra Award 2019 02
Gandhi Mitra Award 2019 02

રાજ્યપાલશ્રીએ વિચાર ફાઉન્ડેશન ખાતેના પ્રાકૃતિક વાતાવરણ અને ધાતુપાત્ર સંગ્રહાલયને બિરદાવતા, બાળકો-વિદ્યાર્થિઓ પરીસરની પુરાતન ધાતુશિલ્પ શૈલીથી પરિચિત બને તે આવકારદાયક છે તેમ કહ્યું હતું. ગાંધી મિત્ર એવોર્ડ- ૨૦૧૯ અંતર્ગત આણંદ જિલ્લાના શ્રી છોટાભાઇ ગાંડાભાઇ પટેલ, બારડોલીના ડૉ. પ્રજ્ઞાબેન કલાર્થી અને બગસરાના શ્રી દેવચંદભાઇ સાવલીયાને રાજ્યપાલશ્રીના હસ્તે ‘ગાંધી મિત્ર’ પારિતોષીક એનાયત કરવામાં આવ્યાં હતાં.

Gandhi Mitra Award 2019 03
Gandhi Mitra Award 2019 03

વિચાર ફાઉન્ડેશનના એમ.ડી. શ્રી સુરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, ગાંધીને આજે સમજીએ, આવતીકાલે સમજીએ કે હજાર વર્ષ બાદ સમજીએ પણ ગાંધીને સમજ્યે જ છુટકો છે. ગાંધી પ્રેરીત માર્ગે ચાલી ગરીબ અને વંચિતોના બેલી બનનારા‘ગાંધી મિત્ર’ને બિરદાવવાનો આ અવસર છે. તેમ તેઓએ ઉમેર્યું હતું. આ પ્રસંગે સુવિખ્યાત સ્થપતિ પદ્મશ્રી બી.વી. દોશી, ચિત્રકાર શ્રી નટુભાઇ મિસ્ત્રી, સ્વામી અધ્યાત્માનંદજી, શ્રી રમેશ તન્ના, વિચાર ફાઉન્ડેશનના ટ્રસ્ટિ સુશ્રી સ્મિતાબેન પટેલ અને પારિતોષિક વિજેતાના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gandhi Mitra Award 2019 04
Gandhi Mitra Award 2019 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More