ગાંધીજી એ વ્યક્તિ નહીં પરંતુ વિચારધારા છે મંત્રી ઈશ્વરભાઈ પરમાર

ગાંધીજી એ વ્યક્તિ નહીં પરંતુ વિચારધારા છે મંત્રી ઈશ્વરભાઈ પરમાર

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં તેમજ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાની આગેવાની હેઠળ તાપી જિલ્લાના સોનગઢથી પ્રારંભ થયેલી ‘ગાંધી સંકલ્પ યાત્રા’નું તા.૧૦મીના રોજ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સમાપન થયું હતું. પદયાત્રાને ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. સ્વરાજ આશ્રમ ખાતે પ્રાર્થના, ગાંધીવંદના અને ગાંધીજીની તસ્વીરને પુષ્પાંજલિ દ્વારા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 

Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 03
247

Get real time updates directly on you device, subscribe now.

  • સાંસદ પ્રભુભાઇ વસાવાની આગેવાની હેઠળ ૧૦ દિવસીય ‘ગાંધી સંકલ્પ યાત્રા’નું બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સમાપનઃ
  • ગાંધીજી એ વ્યક્તિ નહીં, પરંતુ વિચારધારા છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર
  • ગાંધી વિચારધારામાં તમામ વૈશ્વિક તથા સામાજિક સમસ્યાઓનું સમાધાન છે: પ્રભુભાઇ વસાવા
  • સાંસદ પ્રભુભાઇ વસાવાની આગેવાની હેઠળ ગાંધીજીના આદર્શોને અને જીવનમૂલ્યોને પદયાત્રા દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ
  • સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
Related Posts
1 of 367

આ પ્રસંગે મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગાંધીજી એ વ્યક્તિ નહીં, પરંતુ વિચારધારા છે. છેવાડાના માનવીઓમાં ઉત્થાન માટે અંત્યોદયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના ‘સર્વોદય’ના સિધ્ધાંતનું અનુસરણ કરી ગાંધીજીની આદર્શ વિચારધારાને વેગ આપ્યો છે. સમગ્ર વિશ્વ ગાંધીજીને પ્રેરણાસ્ત્રોત માનીને ઉચ્ચ વિચારો અને સાત્વિક જીવનશૈલીથી પ્રભાવિત છે, ત્યારે ગાંધીજીના શાશ્વત વિચારોથી નવી પેઢી અવગત અને સમાજ જાગૃત્ત થાય તેવા આશયથી સમગ્ર દેશમાં નવી ચેતના જાગી હોવાનું જણાવી તેમણે ઉપસ્થિત સૌને ગાંધીજીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઇ તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો અનુરોધ કર્યો હતો.

Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 02
Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 02
Also You like to read
1 of 179

સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ ૧૦ દિવસની પદયાત્રાને ભવ્ય પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવતાં ગાંધીજીને યુગપુરૂષ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ગાંધી વિચારધારામાં તમામ વૈશ્વિક તથા સામાજિક સમસ્યાઓનું સમાધાન છે. ગાંધીજીના મૂલ્યો નિરંતર પ્રેણાદાયી અને પથદર્શક છે, જે માનવીને ઉત્તમ અને ઉન્નત જીવન જીવવાની શીખ આપે છે. સમગ્ર વિશ્વમાં આ મહામાનવની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગાંધી મૂલ્યોના માર્ગે ચાલી રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું. ગાંધી સંકલ્પ યાત્રામાં સૌને જોડાનાર સૌ કોઈ ગાંધીપ્રેમી અને રાષ્ટ્રપ્રેમીઓનો શ્રી વસાવાએ આ તકે આભાર પ્રગટ કર્યો હતો.

Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 03
Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 03

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ગાંધી વિચારોને લોકો સુધી લઈ જવા માટે દેશના તમામ સાંસદોને પોતપોતાના વિસ્તારોમાં ‘ગાંધી સંકલ્પ યાત્રા’ યોજવા માટે વડાપ્રધાન મોદીએ કરેલી અપીલના અનુસંધાને મહાત્મા ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતો લોકો સુધી સર્વજન સુધી પહોંચે એ હેતુથી યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. પદયાત્રાના રૂટ પર ઠેર ઠેર પદયાત્રિકોનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. પદયાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામડાઓમાં સ્વચ્છતા જાળવવા, ગાંધીજીના વિચારોને અનુસરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પ્રદૂષણમુક્ત ભારતના નિર્માણ માટેના સામૂહિક શપથ લીધા હતા.

Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 04
Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 04

આ પદયાત્રા દરમિયાન રૂટમાં આવતાં તમામ ગામોમાં વૃક્ષારોપણ, સામાજિક સમરસતા સભા, સિંગલ યુઝ પ્લાસ્ટિકની મુક્તિ અંગે સંકલ્પ, જનસંપર્ક જેવા કાર્યક્રમો યોજી ગાંધીજીના આદર્શોને અને જીવનમૂલ્યો ઉજાગર થાય તેવા પ્રયાસો કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવડીયા, પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, શહેર પક્ષ પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા, સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, અગ્રણીશ્રી ભાવેશભાઈ પટેલ, દર્શિનીબેન કોઠીયા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 01
Gandhiji E Vyakti Nahi Parantu Vicaradhara Che Mantri Isvarabhai Paramara 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More