- Advertisement -

ગાંધીજીના સિધ્ધાંતો અને વિચારોથી સમગ્ર વિશ્વ પ્રભાવિત

દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહન અને પોરબંદરના ચરખાધારી મોહનથી ગુજરાત આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે:  ઈશ્વરભાઈ પરમાર

સુરત,મંગળવાર: ગાંધી સાર્ધ શતાબ્દીની ઉજવણી વર્ષ નિમિત્તે બારડોલીના તાજપોર ખાતે સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તાજપોર કોલેજમાં આયોજિત બે દિવસીય ગાંધી મેળાને ખુલ્લો મૂકતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે, ગુજરાત જેટલું દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહનથી જાણીતું છે, તેટલું જ પોરબંદરના ચરખાધારી મોહનથી જ ઓળખાય છે.

Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 01

- Advertisement -

- Advertisement -

42

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીજીના સિધ્ધાંતો જીવન મૂલ્યો આચાર-વિચારોથી સમગ્ર વિશ્વ પ્રભાવિત

સુરત,મંગળવાર: ગાંધી સાર્ધ શતાબ્દીની ઉજવણી વર્ષ નિમિત્તે બારડોલીના તાજપોર ખાતે સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તાજપોર કોલેજમાં આયોજિત બે દિવસીય ગાંધી મેળાને ખુલ્લો મૂકતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે, ગુજરાત જેટલું દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહનથી જાણીતું છે, તેટલું જ પોરબંદરના ચરખાધારી મોહનથી જ ઓળખાય છે. આપણો દેશ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીજીના સિધ્ધાંતો, મૂલ્યો, આચાર-વિચારોથી પ્રભાવિત થઇને ભારત જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં કાર્યક્રમો ઉજવાઈ રહ્યાં છે.

  • દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહન અને પોરબંદરના ચરખાધારી મોહનથી ગુજરાત આજે દુનિયાભરમાં પ્રખ્યાત છે:  ઈશ્વરભાઈ પરમાર
  • ગાંધીજીના સિધ્ધાંતો, જીવન મૂલ્યો, આચાર-વિચારોથી સમગ્ર વિશ્વ પ્રભાવિત : સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી
  • બારડોલીના તાજપોર ખાતે બે દિવસીય ગાંધી મેળાને ખુલ્લો મૂકતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

સુરત,મંગળવાર: ગાંધી સાર્ધ શતાબ્દીની ઉજવણી વર્ષ નિમિત્તે બારડોલીના તાજપોર ખાતે સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત તાજપોર કોલેજમાં આયોજિત બે દિવસીય ગાંધી મેળાને ખુલ્લો મૂકતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે, ગુજરાત જેટલું દ્વારકાના સુદર્શન ચક્રધારી મોહનથી જાણીતું છે, તેટલું જ પોરબંદરના ચરખાધારી મોહનથી જ ઓળખાય છે. આપણો દેશ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, ત્યારે ગાંધીજીના સિધ્ધાંતો, મૂલ્યો, આચાર-વિચારોથી પ્રભાવિત થઇને ભારત જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતાં કાર્યક્રમો ઉજવાઈ રહ્યાં છે.

Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 01
Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 01

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી  ઇશ્વરભાઈ પરમારના આર્થિક સહયોગથી ગાંધી વિદ્યાપીઠ, વેછડી દ્વારા આયોજિત ૭૧મા ગાંધી મેળામાં ૧૧ અને ૧૨મી ફેબ્રુ. દરમિયાન ખાદી વેચાણ, ગ્રામોદ્યોગ, બાળ મેળો, કારકિર્દી માર્ગદર્શન અને  ગાંધીજીના જીવન કવન જેવી વિવિધ બાબતો નિહાળી શકાશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગાંધી મેળાઓ દેશવાસીઓને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા આપવા માટે મદદરૂપ બની રહ્યા છે. ગાંધી વિચારોને કોઈ એક કાલખંડમાં બાંધી ના શકાય, કેમ કે એમના વિચારો શાશ્વત અને જીવંત છે, એટલે જ આપણા સૌના પ્રેરણાસ્ત્રોત ગાંધીજીના જીવનમાંથી શીખ મેળવવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 02
Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 02
Related Posts
1 of 484

મુખ્ય વક્તા જય વસાવડાએ પોતાના ‘નોખા અનોખા ગાંધી’ વિષય પરના પ્રભાવી વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગાંધીમેળાના આ પ્રસંગે ગાંધીજી વિશે કહું તો તેઓ એક એવું અભય વ્યક્તિત્વ હતા જે સત્યના માર્ગે એકલા ચાલ્યા અને લોકો તેમની સાથે જોડાતા ગયા.  ગાંધીબાપુએ જીવનમાં કરેલો અનેક વસ્તુઓનો ત્યાગ તેમની કરૂણાનો પરિચય આપે છે. તેમણે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચારો પ્રત્યે જડ ધારણા ન બાંધતા સમય મુજબ તેમને અપનાવ્યા હતા. હાલમાં યોજાયેલ ઓસ્કાર એવૉર્ડમાં વિજેતા બનેલી કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ને ગાંધીજીના કથન સાથે જોડતા શ્રી વસાવડાએ કહ્યું કે, ધનિકો અને ગરીબો વચ્ચેનો ભેદ બતાવતી કોરિયન ફિલ્મમાં દર્શાવાતું હાર્દ વર્ષો પહેલા ગાંધીજીએ કહેલી વાતનો પડઘો પાડે છે.

Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 03
Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 03

અંતમાં તેમણે ગાંધીજીએ બનાવેલી ‘સાત સામાજિક પાપ’ની યાદી વિષે વિસ્તુત છણાવટ કરી હતી. ગાંધીમેળા કાર્યક્રમના પ્રમુખ ડો.અરવિંદ દેસાઈએ જણાવ્યું હતું કે,  ગાંધીજી સામાન્ય માણસમાંથી મહાત્મા થયા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ-UNO દ્વારા ૨જી ઓક્ટોબરને શાંતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. ગાંધીજીનું સ્મરણ કરવા માટે ગાંધીમેળાનું આયોજન કર્યું છે. સમાજમાં થતી હિંસા, નબળા વર્ગો, બહેનો અને વંચિતો, પીડિતો, શોષિતોની સમસ્યાના ઉકેલ માટે ગાંધીજીની વિચારધારા તારણહાર છે.

Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 04
Gandhiji Na Sidhdhanto Ane Vicharothi Samagra Visva Prabhavit 04

આ પ્રસંગે ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી તથા તેમની ટીમે ‘ગાંધીધૂન’ની સુરમય રજૂઆત કરીને હાજર સૌ કોઈને આનંદિત કર્યા હતા. ભરત બારૈયા અને તેમની ટીમ દ્વારા નૃત્ય નાટિકા ‘વૈષ્ણવ જન તો’ ભજવવામાં આવી હતી. તા.૧૨ ફેબ્રુ.ના રોજ ‘મોહનનો મસાલો’ નાટિકા ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધી દ્વારા દર્શાવવામાં આવશે. આ પ્રસંગે સહકારી અગ્રણી બાબુભાઈ પટેલ, સ્વરાજ આશ્રમના નિરંજનાબેન કલાર્થી, સુગર ફેકટરીના પ્રમુખશ્રી રમણભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More