ગાંધીનગર સીવીલ હોસ્પિટલના તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સન્માનીત કર્યા

ગાંધીનગર સીવીલ હોસ્પિટલના કર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાઇ

સીવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા સરકારી સેવાઓ બાદ માનવીય  અભિગમ દાખવીને ગ્રામ્યસ્તરે ગંભીર રોગોમાં ગ્રામ્યસ્તરે કેમ્પ, વૃધ્ધાશ્રમોમાં દાદા-દાદીની વિનામૂલ્યે સારવાર અને સાધનોની જાળવણી-શ્રેષ્ઠ કામગીરીની નોંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લઇને તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સ્વતંત્ર પર્વ નિમિત્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. કર્મયોગીઓ દ્વારા કરાયેલા આ ઉમદા કાર્યની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લઇને વહીવટી તંત્ર દ્વારા પ્રેરક બળ પુરૂં પડાયું છે તે બદલ સમગ્ર ટીમે વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 03
548

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર સીવીલ હોસ્પિટલના તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સન્માનીત કર્યા

Related Posts
1 of 297

સીવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા સરકારી સેવાઓ બાદ માનવીય  અભિગમ દાખવીને ગ્રામ્યસ્તરે ગંભીર રોગોમાં ગ્રામ્યસ્તરે કેમ્પ, વૃધ્ધાશ્રમોમાં દાદા-દાદીની વિનામૂલ્યે સારવાર અને સાધનોની જાળવણી-શ્રેષ્ઠ કામગીરીની નોંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લઇને તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સ્વતંત્ર પર્વ નિમિત્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. કર્મયોગીઓ દ્વારા કરાયેલા આ ઉમદા કાર્યની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લઇને વહીવટી તંત્ર દ્વારા પ્રેરક બળ પુરૂં પડાયું છે તે બદલ સમગ્ર ટીમે વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

  • ગાંધીનગર સીવીલ હોસ્પિટલના કર્મીઓની શ્રેષ્ઠ કામગીરીને સ્વાતંત્ર્ય પર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માનીત કરાઇ
  • ડૉ. ચિંતન ગોંડલિયા, ડૉ. પરેશ ગજ્જર, બાયોમેડિકલ એન્જીનીયર પ્રિયકાંત પરમાર અને એક્સ રે ટેકનીશીયન શ્રી નિરવ મોઢની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવાઇ
  • સરકારી સેવા બાદ ગંભીર રોગોમાં ગ્રામ્યસ્તરે કેમ્પ, વૃધ્ધાશ્રમોમાં દાદા-દાદીની વિનામૂલ્યે સારવાર અને મોંઘા સાધનોની જાળવણી-શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાઇ
Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 01
Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 01
Also You like to read
1 of 112

ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઇકાલે ૧૫મી ઓગસ્ટ, ર૦૧૯ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સીવીલ હોસ્પિટલ ગાંધીનગરના બીનચેપી રોગ વિભાગના વડા ડૉ. ચિંતન એમ ગોંડલીયાને આષુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતના પ્રથમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે શ્રેષ્ઠ કામગીરી તેમજ ગંભીર રોગોમાં છેવાડાના નાગરિકોને ૬૦૦ થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવા માટે તથા સનસેટ મેડીકલ રિલિફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વૃદ્ધાશ્રમોમાં દાદા-દાદીની શ્રેષ્ઠ વિનામૂલ્યે સારવાર-દવાની કામગીરી માટે  ર્ડા. પરેશ ગજ્જર અને બાયોમેડિકલ એન્જીનીયર શ્રી પ્રિયકાંતભાઇ પરમારને હોસ્પિટલ ખાતેના મોંઘા સાધનોની શ્રેષ્ઠ જાળવણી માટે તથા એક્સ-રે ટેકનીશીયન શ્રી નિરવ મોઢને એકસ-રેની શ્રેષ્ઠ કામગીરી માટે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજયકુમારે સન્માનિત કર્યા હતા.

Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 02
Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 02

અત્રે ઉલ્લેખનીય છે કે સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજના હેઠળ ગાંધીનગર સિવીલી હોસ્પિટલના આઇ.સી.યુ.ના તબીબો સરકારી સેવાઓ બાદના સમયમાં આ માનવીય કામગીરી કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતી લાખાણી, આર.એમ.ઓ. ર્ડા. આર. એચ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજભવન ખાતે ફરજનિષ્ઠ ર્ડા. શશાંક શિમ્પી તેમજ આઇ.સી.યુ. ગાંધીનગર ખાતે ફરજનિષ્ઠ ર્ડા. પરેશ ગજ્જર, ર્ડા. વિનયકુમાર, ર્ડા. કલ્પેશ પરીખ તથા અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 03
Gandhinagar Civil Hospital Na Tabibo Ane Paramedical Staff Ne Sanmanit Karya 03

નવી પેઢીના વૈચારિક મતભેદોના પરિણામે સમાજમાં વૃદ્ધાશ્રમો જેવી સંસ્થાઓનો ઉદય થયો છે ત્યારે આ વૃદ્ધાશ્રમોમાં રહેતા દાદા-દાદીઓને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવાનું સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટે બીડું ઝડપ્યું અને છેલ્લા સાત વર્ષમાં ગાંધીનગરની આસપાસના ૧૬થી વધુ વૃદ્ધાશ્રમોમાં રહેતા ૬૦૦થી વધુ દાદા-દાદીઓને નિયમિત રીતે રૂબરૂ જઇને સારવાર-દવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More