- Advertisement -

ગાંધીનગર ખાતે મધુર ડેરીની સુવર્ણ જયંતીનો શુભારંભ

ખેડૂતોની આવક બમણી કરવા પશુપાલન સૌથી મહત્વનું સહયોગી ક્ષેત્ર : ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત મધુર ડેરીના સુવર્ણ જયંતી શુભારંભ સમારોહનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા ડેરી-પશુપાલન સૌથી મહત્વનું ક્ષેત્ર છે. તેમણે જણાવ્યુ હતું કે, ગૌ-આધારિત કૃષિ જ ભારતનું ભવિષ્ય છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે.

Gandhinagar Khate Madhur Dairy Ni Suwarna Jayanti No Subharambha 01

- Advertisement -

- Advertisement -

127

Get real time updates directly on you device, subscribe now.

આ સંકલ્પ કૃષિ સાથે પશુપાલન અને ડેરીને જોડવાથી જ સાકાર થઇ શકશે. તેમણે જણાવ્યુ હતું કે, કૃષિ અને પશુપાલન એકબીજાનો પૂરક વ્યવસાય છે. ભારત દેશમાં પ્રાચીન કાળથી ગાયનું સન્માન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયો વિશ્વસ્ય માતર: અર્થાત ગાય વિશ્વની માતા છે. ઘાસ જેવું ખાદ્યાન્ન ખાઇને ગાય છાણ-ગૌ મૂત્ર અને દૂધ જેવી અમૃત સમાન વસ્તુ સમાજને આપે છે. ગાયથી દૂર થવાથી અન્ય દૂધને કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે. તેમણે ગાયના દૂધને રોગપ્રતિકારક શક્તિ માટે શ્રેષ્ઠ ગણાવ્યું હતું.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે રાસાયણિક ખેતીથી દૂર થઇ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરયુક્ત જંતુનાશકોથી તૈયાર થયેલાં ખાદ્યાન્ન કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં એક દેશી નસલની ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે છે. આ પદ્ધતિથી ખેડૂતોનો કૃષિ ખર્ચ ઘટશે, પાણી બચશે, જમીનની ફળદ્રુપતા વધશે, સ્વસ્થ ખાદ્યાન્ન મળશે, પર્યાવરણની રક્ષા થશે. પ્રાકૃતિક દ્રષ્ટિથી ઉત્પન્ન થતું અનાજ રાસાયણિક કૃષિ ઉત્પાદકોથી વધારે કિંમતમાં વેચીને કિસાનો વધુ નફો મેળવી શકશે. તેમણે પ્રાકૃતિક કૃષિ અને ડેરી પ્રવૃત્તિને ખેડૂતોની આવક બમણી કરવાના શ્રેષ્ઠ સાધન સમાન ગણાવ્યા હતા.

Related Posts
1 of 483
Gandhinagar Khate Madhur Dairy Ni Suwarna Jayanti No Subharambha 01
Gandhinagar Khate Madhur Dairy Ni Suwarna Jayanti No Subharambha 01

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગીર અને કાંકરેજી જેવી ગાયની દેશી નસલોના જતન સંવર્ધન માટે અનુરોધ કરી પશુપાલકોને ગૌ-પાલન માટે આહવાન કર્યું હતું. મધુર ડેરી દ્વારા ગૌ-પશુપાલન જાગૃતિ રથ પ્રત્યેક પશુપાલકોને ગૌ-પાલન માટે જાગૃત કરશે તેમ પણ જણાવ્યું હતું.  આ પ્રસંગે અમૂલના ચેરમેન શ્રી રામસિંહ પરમારે મધુર ડેરીના કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, મધુર ડેરી પશુપાલકોને દૂધના વધુ ભાવો આપે છે. મધુર ડેરી હંમેશા પશુપાલકોના હિતમાં જ નિર્ણયો કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે ખેડૂતોએ ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાયનો વ્યાપ વધારવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સાંઘાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ સરદાર પટેલ અને ત્રિભુવનદાસ પટેલે પશુપાલકોના ઉત્થાન માટે જે સપનું જોયું હતું તે મધુર ડેરી આજે સાકાર કરી રહી છે. ખેડૂતો ગૌ-પાલન થકી સરળતાથી પોતાની આવક બમણી કરી શકે છે. ખેડૂતોની આવકમાં દૂધનું  ઘણું મહત્વનું  યોગદાન છે. આ પ્રસંગે મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણાએ કહ્યું હતું કે, આજે મધુર ડેરી પશુપાલકોને દૂધના સૌથી વધુ ભાવ આપનારી ડેરી બની છે. મધુર ડેરી હંમેશા ‘ગૌ-સેવા-ગુણવત્તા-પર્યાવરણ’ ને ધ્યાન રાખીને ડેરીની ઉન્નતિની સાથે સાથે પશુપાલકોની પણ ઉન્નતિ થાય તેનું વિશેષ ધ્યાન રાખી રહી છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે સંઘ સંયોજીત દૂધ મંડળીમાં સૌથી વધુ દૈનિક દૂધ ભરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બાસણ દૂધમંડળીના ગીતાબેન દેસાઇ, પીપળી કંપા દૂધ મંડળીના ઉર્વિશબેન પટેલ, કરકરીયા દૂધ મંડળીના અરૂણાબેન પટેલ, ખીચા દૂધ મંડળીના મનીષાબેન બુહા, વેલણવાડા દૂધ મંડળીના સુધાબેન પટેલ, ચારડા દૂધ મંડળીના કમુબેન પટેલ, ખોડાપીપર દૂધ મંડળીના જ્યોત્સનાબેન ગઢીયા અને વિસાવદર દૂધ મંડળીના પ્રવિણાબેન લાખાણીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, બરોડા ગ્રામીણ બેંકના રીજીયોનલ મેનેજર શ્રી સંજયભાઇ કબાડ, તથા મધુર ડેરીના કર્મચારી/અધિકારીશ્રીઓ સહિત વિવિધ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. (પી.એસ./ધવલશાહ/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More