- Advertisement -

ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – ૨૦૨૦નો પ્રારંભ

ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – ૨૦૨૦નો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 17

- Advertisement -

- Advertisement -

104

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – ૨૦૨૦નો પ્રારંભ

  • ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ – ૨૦૨૦નો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી
  • વિશ્વના પડકારો ઝીલવા જ્ઞાન-વિજ્ઞાન ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિનું નિર્માણ આવી સમિટના માધ્યમથી થઈ શકે : મુખ્યમંત્રીશ્રી
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 01
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 01
Related Posts
1 of 439

શ્રી વિજયભાઈ રૂપાણી :-

  • સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન-ઉન્નતિ-વિકાસની ચિંતા આખો સમાજ કરે ત્યારે ‘સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’ સાકાર થાય છે
  • વેપાર-ઉદ્યોગ-રોજગાર-વ્યવસાય- સ્પર્ધાત્મક પરીક્ષા દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે સરદાર સાહેબના વારસદાર તરીકે દૃઢ ઇચ્છાશક્તિ- લોખંડી મનોબળથી સફળતા મેળવી છે
  • આ માત્ર બિઝનેસ-કારોબાર વ્યાપ નહીં, યુવાઓને સ્વરોજગાર-ઉદ્યોગ પ્રોત્સાહન –વૈશ્વિક તકો આપતી હોલિસ્ટિક એપ્રોચ સમિટ છે
  • રાષ્ટ્ર-રાજ્યના વિકાસમાં સમાજસેવી સંગઠનોના આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 02
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 02

નાયબ મુખ્યમંત્રીશ્રી :-

  • પાટીદાર સમાજ નોકરી લેવાની સાથેસાથે નોકરી આપનાર બનશે તો સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનો મંત્ર ચોક્કસ સાકાર થશે
26mi January Jilla Kaksa No Prajasattak Karyakram Tankara Ma Yojase 03
26mi January Jilla Kaksa No Prajasattak Karyakram Tankara Ma Yojase 03

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી :-

  • સરકારની હકારાત્મક ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ’માં ભારત વિશ્વમાં ૧૪૨મા ક્રમેથી ૭૪મા ક્રમે પહોંચ્યું
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 04
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 04

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથી જ થઈ શકે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે સમાજના છેવાડાના વ્યક્તિના ઉત્થાન, ઉન્નતિ અને વિકાસની ચિંતા આખો સમાજ સાથે મળીને કરે ત્યારે જ ‘સબ સમાજ કો લિયે સાથ મેં, આગે હૈ બઢતે જાના’નો ભાવ ચરિતાર્થ થાય છે.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 05
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 05

શ્રી વિજયભાઈ રૂપાણીએ પાટીદાર સમાજને મહેનતુ, ઉદ્યમશીલ, ઇમાનદાર અને સમયની સાથે કદમ મિલાવનારો વિકાસશીલ સમાજ ગણાવતા કહ્યું કે વેપાર-ઉદ્યોગ, નોકરી-વ્યવસાય કે સ્પર્ધાત્મક પરીક્ષા – હરેક ક્ષેત્રે પાટીદારોએ સરદાર સાહેબના વારસદાર તરીકે દૃઢ ઇચ્છાશક્તિ, લોખંડી મનોબળથી સફળતા મેળવી છે. તેમણે આ સમિટ માત્ર બિઝનેસ સમિટ નહીં પરંતુ યુવાઓને સ્વરોજગાર, ઉદ્યોગ માટે પ્રોત્સાહન, ઉચ્ચ શિક્ષણની વ્યાપક વૈશ્વિક તકોનું માર્ગદર્શન અને વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધે તેવી પ્રેરણા આપનારી સામાજિક વિકાસના હોલિસ્ટીક એપ્રોચ સાથેની સમિટ ગણાવી હતી.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 06
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 06

યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવામાં આ સમિટ ઉપકારક બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે સરકારના કાર્યો સાથે સમાજશક્તિ જોડાય તથા યુવાશક્તિનું જોમ ઉમંગ અને સરદારધામ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભળે તો વિકાસની ઉંચી છલાંગ અવશ્ય લગાવી શકાય. તેમણે પાટીદાર સમાજના સૌને એવી પણ ખાતરી આપી હતી કે રાજ્યના-રાષ્ટ્રના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના આવા સમાજસેવી આયોજનોને રાજ્ય સરકાર સહાય-સહયોગ આપશે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વૈશ્વિક વિકાસમાં પાટીદાર સમાજના ઉદ્યમ-મહેનત અને સાહસિકતાના યોગદાનની સરાહના પણ કરી હતી.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 07
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 07

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૦ને શુભેચ્છા આપતાં કહ્યું કે, પાટીદાર સમાજ એ નોકરી મેળવવાની સાથેસાથે નોકરી આપનાર બને એ માટેના સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યો છે. એ જ આ સમિટનું મુખ્ય ધ્યેય છે. પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં અનેક સ્થાને છે અને એનેક ક્ષેત્રોમાં આગળ છે પણ આપણે એટલામાં સંતોષ માનવો નથી પરંતુ, વધુને વધુ સુદ્રઢ વારસો આપણા યુવાનોને પણ આપવો છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણે એકબીજાને મદદરૂપ થઇને વધુને વધુ રોજગારી યુવાનોને આપવા માટે પણ આપણે સહિયારા પ્રયાસો કરીએ.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 08
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 08

શ્રી પટેલે ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમિટની સફળતા માટે જે સંદેશો મોકલ્યો છે તેમાં પણ કહ્યું કે, આપણે ખેતીથી માંડીને આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધ્યા છીએ એ માટે અભિનંદન આપ્યા છે ત્યારે દેશના સર્વાંગી વિકાસ માટે આપણી સવિશેષ જવાબદારી બને છે. વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનો જે મંત્ર આપ્યો છે તેને ચરિતાર્થ કરવા પણ પાટીદાર સમાજને ખભે ખભા મિલાવીને કામ કરવા આગળ વધવા તેમણે આહવાન પણ કર્યું હતું. સમાજ, સરકાર અને સેવાભાવી સંસ્થાઓ જો એક મંચ પરથી યોગદાન આપે તો ચોક્કસ વડાપ્રધાનશ્રીના મંત્રને આપણે સાકાર કરી શકશું, એમ તેમણે જણાવ્યું હતું.

Also You like to read
1 of 206
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 09
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 09

શ્રી પટેલે ઉમેર્યું કે, યવાનોને રોજગારી આપવી એ સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. અમારી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૦ લાખથી વધુ યુવાનોને સરકારી નોકરીઓ પૂરી પાડી છે અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ જાહેર કર્યું છે કે, આ વર્ષે ૩૫ હજારથી વધુ યુવાનોને સરકારી જોડવાની તક આપવામાં આવનાર છે ત્યારે પાટીદાર સમાજ સહિત સૌ સમાજના યુવાઓ ખૂબ મહેનત કરીને સફળતા મેળવે એવી શુભેચ્છા આપી હતી. પાટીદાર સમાજમાંથી ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા છે તેમને પણ આ પ્રસંગે શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 10
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 10

શ્રી પટેલે ઉમર્યું કે, રાજ્યના યુવાનોને શિક્ષણ, રોજગારી અને સરકારની સેવા કરવાની તક મળે એ માટે સરકારે વિવિધ યોજનાઓ કાર્યાન્વિત કરી છે જેનો મહત્તમ લાભ લેવો જોઇએ. જે યુવાનોને અનામતનો લાભ મળતો નથી તેવા યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃત્તિ સહિત ટ્રેનીંગ-કોચિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સાથેસાથે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૧૫ લાખની ઓછા વ્યાજની લોન પણ પૂરી પાડવામાં આવે છે જેનો અનેક યુવાઓએ લાભ લીધો છે. આગામી સમયમાં પણ વધુને વધુ યુવાનો આ યોજનાનો લાભ લઇને ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી ઘડે એ માટે પણ શ્રી પટેલે શુભેચ્છા પાઠવી હતી.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 11
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 11

સરકારની હકારાત્મક ઉદ્યોગલક્ષી નીતિના પરિણામે ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગ’માં ભારત વિશ્વમાં ૧૪૨માં ક્રમેથી ૭૪માં ક્રમે પહોંચ્યું છે. આજની આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-૨૦૨૦ માત્ર પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિઓ માટે જ નહીં પણ સમગ્ર દેશના વિકાસમાં મહત્વની સાબિત થશે તેમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને સંબોધતા કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. મંત્રી શ્રી માંડવીયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રોકાણના વિવિધ નવા આયામોના પરિણામે ગત વર્ષે ભારતમાં ૬૪ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 12
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 12

દેશમાં MSMEને વધુ બળ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ૫૯ મિનિટમાં જ લોન મંજુર કરવાની ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે MSME ઉદ્યોગને વધુ પ્રોત્સહન આપવા ગુજરાતમાં પણ નાના ઉદ્યોગો માટે ત્રણ વર્ષ સુધી તમામ મંજૂરી લેવામાંથી મુક્તિ આપી છે. આ પ્રકારનું વાતાવરણ આજની પાટીદાર બિઝનેસ સમિટના નવા યુવા ઉદ્યોગકારોને ઉદ્યોગો સ્થાપવા વધુ પ્રોત્સાહિત કરશે. પાટીદારોના પરિશ્રમી સ્વભાવના પરિણામે આજે પાટીદાર સમગ્ર વિશ્વમાં પોતાની સફળ બિઝનેસમેન તરીકેની ઓળખ ઉભી કરી શક્યો છે.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 13
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 13

વતનનું ઋણ ચૂકવવા માટે પાટીદારો હંમેશા તૈયાર રહ્યા છે જેના પરિણામે આજે આ સફળ પાટીદાર સમિટનું આયોજન શક્ય બન્યું છે તેમ જણાવી મંત્રી શ્રી માંડવીયાએ આ સમિટને સફળ બનાવવા બદલ સર્વેને અભિનંદન આપ્યા હતા. સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઇ સુતરિયાએ સૌને આવકારતા કહ્યું હતું કે, આજની આ સમિટ એકતાથી સમુદ્ધિ તરફની સમિટ છે સમાજથી રાષ્ટ્ર નિર્માણ માટેની સમિટ છે. આ સમિટ પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટેના મિશન-૨૦૨૬ને સાકાર કરવામાં ખૂબ જ અગત્યની સાબિત થશે. રાજ્ય સરકાર રાજ્ય ધર્મ નિભાવે છે જ્યારે અમે સમાજ ધર્મ નિભાવીએ છીએ.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 14
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 14

વડાપ્રધાનશ્રીના નયા ભારતના નિર્માણ માટે NGO, ઉદ્યોગપતિઓ અને સરકારનો સહયોગ ખૂબ જ જરૂરી છે. તેમણે આ પ્રસંગે પાટીદાર સમાજ દ્વારા નિર્માણાધીન સરદારધામની ભાવિ પ્રકલ્પનાઓથી સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે વર્ષ ૨૦૨૨માં સુરત ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માટે અગાઉથી તમામ આયોજકોને શુભેચ્છાઓ આપીને સરદારધામના મુખ્ય દાતાશ્રીઓનો શ્રી સુતરિયાએ આભાર માન્યો હતો.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 15
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 15

સમિટની સફળતા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેનું આ પ્રસંગે પઠન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને સમાજના અગ્રણીઓના હસ્તે ડાયમંડ, સિલ્વર અને પ્રાઇમ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓને માત્ર એક રૂપિયાના ટોકન દરે પ્રતિવર્ષ શિક્ષણ આપતી ‘દીકરી સ્વાવલંબન યોજના’ મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેળવણી ધામમાં શિક્ષણ મેળવીને સરકારી નોકરી મેળવવામાં સફળ થયેલા ૩૩૯ જેટલા પાટીદાર યુવક-યુવતીઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 16
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 16

ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં બિઝનેસ ક્ષેત્રે યુવાઓને પ્રેરણાદાયી માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ વક્તવ્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે બિઝનેસ કોચ શ્રી વિવેક બિન્દ્રા, મેઘમણી ગ્રુપના શ્રી જયંતિભાઈ પટેલ, શ્રીરામકૃષ્ણ એક્ષપોર્ટના શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, પ્રખર વક્તા અને યુવા કવિ શ્રી કુમાર વિશ્વાસ, શ્રી જય વસાવડા અને શ્રીમતી કાજલ ઓઝા વૈધ ઉપસ્થિત રહીને યુવાઓને માર્ગદર્શન પુરું પાડશે. જ્યારે બીજા દિવસે બિઝનેસમાં ડિસીપ્લિન, અસરકારક બ્રાન્ડ બિલ્ડીંગ, એગ્રીકલ્ચરમાં ઈનોવેશન જેવા વિષયો પર સેમિનારનું પણ આયોજન કરાયું છે.

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 17
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 17

ગાંધીનગર હેલીપેડ ખાતે યોજાયેલી આ સમિટમાં ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, પાટીદાર સમાજના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયર શ્રી બિજલબેન પટેલ, સરદારધામના સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, દેશ-વિદેશમાંથી આવેલા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવા ઉદ્યોગપતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. (પી.આર.ઓ./દિલીપગજ્જર/જનકદેસાઇ/જિતેન્દ્રરામી)

Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 18
Gandhinagar Ma Global Patidar Business Summit 2020no Prarambh 18

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More