ગાંધીનગરના રોજગાર ભરતીમેળામાં ૧૪૦૦ જેટલા રોજગારવાંચ્છુ ઉપસ્થિત

ગાંધીનગરના રોજગાર ભરતીમેળામાં ૧૪૦૦ જેટલા રોજગારવાંચ્છુ ઉપસ્થિત

ગાંધીનગર : શનિવાર : રાજય સરકાર દ્વારા યુવાનો માટે રાજવ્યાપી રોજગાર ભરતી મેળા પખવાડિયાનું આયોજન કરીને પ્રત્યેક જિલ્લા કક્ષાએ રોજગારી ભરતીમેળા યોજવામાં આવી રહ્યાં છે. તદૂઅનુસાર ગાંધીનગર જિલ્લાનો રોજગાર ભરતીમેળો આજે સમર્પણ કોલેજ, સેકરટ-૨૮, ગાંધીનગર ના પ્રાંગણમાં શ્રમ અને રોજગાર વિભાગ, આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર શ્રી કુલદિપ આર્યના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 03
293

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાતીઓમાં ઉધમશીલતા અને ઉધોગ સાહસિક્તા ભરી પડેલી હોય છે જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્ય

Related Posts
1 of 326

ગાંધીનગર જિલ્લા કક્ષાના રોજગાર ભરતીમેળામાં ૧૪૦૦ જેટલા રોજગારવાંચ્છુ ઉપસ્થિત રહ્યાં

ગાંધીનગર : શનિવાર : રાજય સરકાર દ્વારા યુવાનો માટે રાજવ્યાપી રોજગાર ભરતી મેળા પખવાડિયાનું આયોજન કરીને પ્રત્યેક જિલ્લા કક્ષાએ રોજગારી ભરતીમેળા યોજવામાં આવી રહ્યાં છે. તદૂઅનુસાર ગાંધીનગર જિલ્લાનો રોજગાર ભરતીમેળો આજે સમર્પણ કોલેજ, સેકરટ-૨૮, ગાંધીનગર ના પ્રાંગણમાં શ્રમ અને રોજગાર વિભાગ, આઇ.ટી.આઇ.ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેકટર શ્રી કુલદિપ આર્યના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યએ અઘ્યક્ષ સ્થાનેથી ઉપસ્થિત રોજગાર વાંચ્છુઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે,  ગુજરાતીઓમાં ઉધમશીલતા અને ઉધોગ સાહસિકતા ખૂબ જ ભરીને પડેલી હોય છે. નોકરી કરતાં કરતાં પોતે નોકરીદાતા બનવામાં વઘારે પ્રયત્નશીલ હોય છે. પશ્વિમના દેશોમાં કુશળતા અને આવડત મુખ્યત્વે છે. જેથી યુવાનો પરદેશ જવા તત્પર હોય છે. સરકારી નોકરીઓમાં ખૂબ જ હરિફાઇ છે. જયારે ખાનગી ક્ષેત્રમાં જોબ માટે સ્ક્રિલનું મહત્વ છે. ખાનગી ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ઘ છે. પણ સામે કવોલિફાઇડ માણસો મળતા નથી. એટલે લાયકાતની સાથે આવડત હશે તો, નોકરી મેળવવામાં લાગવગની કોઇ જરૂરિયાત રેહશે નહી.

Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 01
Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 01
Also You like to read
1 of 139

રાજય સરકારે રાજયના વિવિઘ જિલ્લાઓમાં નોકરીદાતાઓ અને નોકરી મેળવવાવાળા રોજગાર વાંચ્છુઓનો સમન્વય કરાવીને રોજગાર ભરતીમેળા યોજી ઉમેદવારોને પસંદગીની રોજગારી પ્રાપ્ત કરાવવા માટેના સનિષ્ઠ પ્રયાસો કર્યો છે. ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુઓ ઉમેદવારો માટે યોજાયેલ આ રોજગાર મેળામાં ૪૫ જેટલી કંપનીઓને આમંત્રણ પાઠવી તેમના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખી વિવિઘ કક્ષાની ૧૩૦૦ જેટલી જગ્યા માટે  ૧૪૦૦ જેટલા ઉમેદવારોએ નોંઘણી કરાવી છે. તેમણે રોજગારવાંચ્છુઓને નવુ નવું શીખવાની વૃત્તિ અને આવડત કેળવીને ઝડપથી રોજગાર મેળવી શકશો. તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 02
Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 02

અઘિક રોજગાર નિયામક શ્રી કે.વી.ભાલોડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા ખાનગી કંપનીઓમાં એપ્રેન્ટિસ યોજના દ્વારા રોજગાર વાંચ્છુઓને તેમની લાયકાત મુજબની નોકરીઓ અપાવવા માટે જિલ્લા કક્ષાએ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યા છે. રાજયભરમાં અત્યારસુઘીમાં જિલ્લા કક્ષાએ ૨૭ રોજગાર મેળા યોજીને ૩૦ હજાર જેટલા રોજગારવાંચ્છુઓને રોજગારીની તકો ઉપલબ્ઘ કરાવવામાં આવી છે. શ્રી ભાલોડિયાએ જણાવ્યું કે, શૈક્ષણિક ડિગ્રી ઘરાવવા માત્રથી રોજગારી પ્રાપ્ત થતી નથી. કૌશલ્ય અને અનુભવથી જ નોકરીદાતા પ્રભાવિત થાય છે. અને પછી જ નોકરી મળી શકે છે. તેમણે જણાવ્યું કે, દિવસેને દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી રોજગાર વિપુલ ક્ષેત્રો ખુલ્યા છે. તે મુજબની રોજગારી પ્રાપ્ત કરવા યુવાનોએ શૈક્ષણિક ડિગ્રી અને અનુભવો પ્રાપ્ત કરવા જોઇએ.

Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 03
Gandhinagar Na Rojagara Bharati Mela Ma 1400 Jetala Rojagaravancchu Upasthita 03

આ પ્રસંગે ૪૫ કંપનીઓના ઉપસ્થિત પ્રતિનિઘિઓએ પોતાનો અને પોતાની કંપનીનો પરિચય આપી કયાં કયા પ્રકારની નોકરી માટેની આવશ્યકતા છે. તથા તે માટે જરૂરી કલોફિકેશન ની માહિતી આપી હતી. આ રોજગાર મેળામાં ૧૪૦૦ નોકરી વાંચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી એક હજાર ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તેમજ ૧૦૪ ઉમેદવારો એપ્રિન્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ રોજગાર મેળા પ્રસંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના રોજગાર અઘિકારી શ્રી પાંડોર, જિલ્લા ઉધોગ કેન્દ્રના પ્રતિનિઘિશ્રી અને મોટી સંખ્યામાં રોજગાર વાંચ્છુકો ઉપસ્થિત રહ્યાં હતાં.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More