- Advertisement -

ગાંધીનગર ખાતે જીવન ચક્ર વ્યવસ્થાપન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ

વિવિધ દેશના ૧૫૦ થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ભાગ લેશે

રાજ્યના વન વિભાગ અને આંતરરાષ્ટ્રીય પરિષદ ફિક્કીના સંયુકત ઉપક્રમે તા. ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ વન સંશોધન સંકુલ, સેકટર-૩૦, ગાંધીનગર ખાતે ‘‘જીવનચક્ર વ્યવસ્થાપન’’ વિષયક દ્વિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે એમ, નાયબ વન  સંરક્ષકશ્રી પ્રકાશન અને સંપર્ક વિભાગની યાદીમાં જણાવાયું છે.

Wildlife

- Advertisement -

- Advertisement -

270

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર ખાતે જીવન ચક્ર વ્યવસ્થાપન વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ

ગાંધીનગર ખાતે વન વિભાગ દ્વારા તા.૧૪ અને ૧૫ નવેમ્બર દરમિયાન ‘‘જીવન ચક્ર વ્યવસ્થાપન’’ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. રાજ્યના વન વિભાગ અને આંતરરાષ્ટ્રીય પરિષદ ફિક્કીના સંયુકત ઉપક્રમે તા. ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ વન સંશોધન સંકુલ, સેકટર-૩૦, ગાંધીનગર ખાતે ‘‘જીવનચક્ર વ્યવસ્થાપન’’ વિષયક દ્વિદિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે એમ, નાયબ વન  સંરક્ષકશ્રી પ્રકાશન અને સંપર્ક વિભાગની યાદીમાં જણાવાયું છે.

Image By : meowlogy.com
Related Posts
1 of 398
  • વિવિધ દેશના ૧૫૦ થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહાનુભાવો ભાગ લેશે
  • જીવનની કોઇપણ પ્રક્રિયાની પર્યાવરણ પર થનાર અસરની પરિષદમાં ચર્ચા-વિચારણા થશે
Also You like to read
1 of 210

પાટનગર ગાંધીનગર ખાતે યોજાનાર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન તા. ૧૪મી નવેમ્બરના રોજ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ શ્રી ડી.કે.શર્માના હસ્તે કરાશે. જેમાં જીવનની કોઇપણ પ્રક્રિયાની પર્યાવરણ પર થતી અસરો અંગે ચર્ચા વિચારણા થશે. આ પરિષદમાં વિવિધ દેશોના ૧૫૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સહિત રાજ્યના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ પરિષદમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તાંત્રિક નિષ્ણાંતો પણ વિષય સંદર્ભે માર્ગદર્શન આપશે.

Image By : traveltriangle.com

બે દિવસ ચાલનાર આ પરિષદમાં જીવન ચક્ર વ્યવસ્થાપન (Life Cycle Management) એટલે જીવનની કોઇપણ પ્રક્રિયાના દરેક સ્તરે પ્રક્રિયાની અસર પર્યાવરણ પર કેવી થાય છે તેની પરિષદમાં છણાવટ કરવામાં આવશે. અત્રે જીવન એટલે કોઇપણ વસ્તુની ઔદ્યોગિક નિર્માણ, વન, ઘાસિયા મેદાન, ખેતી વગેરેમાં વિવિધ પ્રક્રિયાઓ સમાવિષ્ટ હોય છે. ઉદા. તરીકે વન, ઘાસિયા મેદાન, ખેતીની પ્રક્રિયા વગેરેમાં વિવિધ પ્રક્રિયાઓના વિવિધ સ્તરે સમાયેલ છે.

Wildlife
Wildlife

કોઇ વસ્તુની ઔદ્યૌગિક ઉત્પાદનમાં કાચો માલ મેળવવાની પહેલી જીવન ક્રિયા છે. ત્યારબાદ કાચા માલમાંથી વસ્તુનું ઉત્પાદન થાય છે. પછી તેને ઉપયોગામાં લેવામાં આવે છે. તેની જાળવણી કરવામાં આવે છે અને બિન ઉપયોગી થતા તેને નષ્ટ કરવામાં આવે છે અથવા પુનઃ ઉપયોગ, કરવામાં આવે છે. આ જીવનચક્ર વ્યવસ્થાપનના જુદા-જુદા વિષયો જેવ કે, પ્રદૂષણ ( જમીન, હવા, પાણી ), વિકસીત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ, પ્લાસ્ટીક પોલ્યુશનની દરેક સ્તરે પર્યાવરણ ઉપર કેવી અસર થાય છે તેની ચર્ચા થશે. (દિલીપગજ્જર/જિતેન્દ્રરામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More