- Advertisement -

ગાંધીનગર ખાતે કાયદાકીય શિબિર અને નારી સંમેલન યોજાયું

ગુજરાત મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે કાયદાકીય શિબિર અને નારી સંમેલન યોજાયું.

દીકરા – દીકરી એક સમાનનો ભાવ સમાજમાં ઉજાગર કરવાનું કામ માત્ર સરકારનું જ નથી, પણ આ કામ આપણા સૌનું છે, આ ઉમદા કાર્ય મહિલાઓ વઘુ સારી રીતે કરી શકે છે, તેવો આત્મ વિશ્વાસ મને છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ કાયદાકીય શિબીર અને નારી સંમેલનમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે જણાવ્યું હતું.

Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 02

- Advertisement -

- Advertisement -

100

Get real time updates directly on you device, subscribe now.

Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 01
Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 01
Related Posts
1 of 439

ગાંધીનગરના કડી સંકુલમાં આવેલા નાથીબા કોલેજના હોલમાં આજરોજ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બંઘારણીય દિવસ અને મહાત્મા ગાંઘીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે કાયદાકીય શિબિર અને નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબીર અને નારી સંમેલનને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકી ગાંઘીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, દીકરો ઘરનો વંશ આગળ વઘારશે, તેવી માન્યતા પણ આજે બહેનોમાં છે, જેના કારણે મહિલાઓ જ દ્વારા કયાંક ને કયાંક દીકરા- દીકરી એક સમાનની ભાવના ચુકાઇ જતી હોય છે.

Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 02
Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 02
Also You like to read
1 of 216

આજે મોટા ભાગના સમાજમાં સ્ત્રીઓની સંખ્યા પુરૂષ કરતાં ઓછી હોવાનું માલૂમ પડ્યું છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટેની સરકારની સુકન્યા સમૃઘ્ઘિ યોજના, વ્હાલી દીકરી જેવી વિવિઘ યોજનાઓની માહિતી આપી હતી. તેમણે મહિલાઓ કોઇ પણ ઘટનાનો ભોગ ન બને તે માટે પોતાની સેફટી માટેના સંપર્ક નંબરો મોબાઇલમાં અવશ્ય રાખવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. આ નંબર રાખવાથી તેમને કેવી રીતે કયાં કયાં ઉપયોગી થઇ શકશે, તેની પણ દષ્ટાંત પૂર્વક સમજણ આપી હતી.

Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 03
Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 03

ગાંધીનગર જિલ્લા વિકાસ અઘિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન આદરણીય રહ્યું છે. જેથી સ્ત્રી શક્તિ હતી, શક્તિ છે, અને શક્તિ જ રહેશે, તેવું કહી સમય સાથે સમાજમાં આવેલી વિકૃતિઓથી સ્ત્રીઓએ કેમ પોતાનો બચાવ કરવો, આ માટેની વિવિઘ કાયદાઓની કલમ અંગેની માહિતી આપી હતી. મહિલા બાળ આયોગ અઘિક કલેકટર શ્રી વીણાબેન પટેલે કાયદામાં મહિલાઓને સુરક્ષા – સન્માન આપતાં વિવિઘ કાયદાકીય કલમની સમજ આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શોભનાબેન વાઘેલા, મહિલા- બાળ અઘિકારી શ્રી નીતાબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 04
Gandhinagar Khate Kaydakiy Sibir Ane Nari Sammelan Yojayu 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More