ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિ અવલોકન કરતાં શ્રી સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદે મહદઅંશે વિદાય લઈ લીધી છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ બાદ ૧૯ ઓક્ટોબરે સાવ સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે.

Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 04
330

Get real time updates directly on you device, subscribe now.

ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

છેલ્લા ૧૨ વર્ષની સરખામણીએ આ વર્ષે રાજ્યના ૨૦૪ ડેમમાં રેકોર્ડ બ્રેક કુલ સંગ્રહશકિતના ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ : ૧૬૩ યોજનાઓની જળસપાટી હાઈ એલર્ટ પર

Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 01
Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 01
Related Posts
1 of 364

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિ અવલોકન કરતાં શ્રી સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદે મહદઅંશે વિદાય લઈ લીધી છે જો કે દક્ષિણ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ બાદ ૧૯ ઓક્ટોબરે સાવ સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે.

Also You like to read
1 of 176
Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 02
Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 02

રાહત કમિશનર અને સચિવ શ્રી કે.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિ તથા હાલમાં રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે ચર્ચાઓ થઇ હતી. તે ઉપરાંત રાજ્યમાંથી વરસાદે હવે વિદાય લીધી છે ત્યારે તમામ વિભાગના નોડલ ઓફિસર પાસેથી કામગીરી અહેવાલ અને હાલની સ્થિતિની વિગતો મેળવી હતી. નોંધનીય બાબત એ છે કે રાજ્યમાં આ વર્ષે ખૂબ સારો વરસાદ પડતાં રાજ્યના ૨૦૪ ડેમમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક કુલ સંગ્રહશકિતના ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. છેલ્લા ૧૨ વર્ષ બાદ આ વર્ષે જળસંગ્રહ સૌથી વધુ થયો છે. એટલું જ નહિ ૧૬૩ યોજનાઓની જળસપાટી હાઈ એલર્ટ પર છે જેમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ઇરીગેશન અને પીવાના પાણીની સહેજ પણ સમસ્યા નથી.

Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 03
Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 03

આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ, આરોગ્ય, ફિશરીઝ ઉપરાંત એનડીઆરએફ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વિભાગની સજ્જતા અને કામગીરી વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં રાહત નિયામક અને નાયબ સચિવશ્રી  રિંકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. (વિપુલ ચૌહાણ)

Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 04
Gandhinagara Khate Weather Watch Grupani Bethaka Yojai 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More