- Advertisement -

ઘૂંટણની ખર્ચાળ સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક મા-કાર્ડથી

મા-કાર્ડથી ૧.૫૦ થી ૨ લાખની ખર્ચાળ ઘૂંટણની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક મળી - ચિરાગ પટેલ, માંજલપુર, વડોદરા

વડોદરા શહેરના માંજલપુરમાં નિવાસ કરતા મધ્યમ વર્ગીય પરિવારના ચિરાગ પટેલની ઘૂંટણની સર્જરીની સારવાર માં- અમૃત્તમ યોજના અંતર્ગત તદ્દન નિ:શુલ્ક મળી છે. ચિરાગ પટેલ મા- અમૃત્તમ યોજના અને પોતાના ઘૂંટણના દૂખાવા અંગે વાત કરતા કહે છે કે, થોડા સમય માટે અમેરિકા જવાનું થયું. ત્યાં મને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થઈ ગયો. મારી પાસે મા-કાર્ડ તો હતુ જ પરંતુ કંઈ હોસ્પિટલ અને ક્યાં ડોક્ટર પાસે સારવાર મેળવવી તેવો પ્રશ્ન હતો ત્યારે મિત્રવર્તળમાંથી જાણવા મળ્યું કે, એસ.એસ.જી. હોસ્પિટલમાં ખ્યાતનામ ડો. હેમંત માથુર હીપ અને ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં અત્યંત નિપુણતા ધરાવે છે. જેથી ડો. માથુર પાસે ઘૂંટણની સર્જરી કરાવાનું નક્કી કર્યું.

Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 02

- Advertisement -

- Advertisement -

209

Get real time updates directly on you device, subscribe now.

મા-કાર્ડથી ૧.૫૦ થી ૨ લાખની ખર્ચાળ ઘૂંટણની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક મળી – ચિરાગ પટેલ, માંજલપુર, વડોદરા

વડોદરા શહેરના માંજલપુરમાં નિવાસ કરતા મધ્યમ વર્ગીય પરિવારના ચિરાગ પટેલની ઘૂંટણની સર્જરીની સારવાર માં- અમૃત્તમ યોજના અંતર્ગત તદ્દન નિ:શુલ્ક મળી છે. ચિરાગ પટેલ મા- અમૃત્તમ યોજના અને પોતાના ઘૂંટણના દૂખાવા અંગે વાત કરતા કહે છે કે, થોડા સમય માટે અમેરિકા જવાનું થયું. ત્યાં મને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થઈ ગયો. મારી પાસે મા-કાર્ડ તો હતુ જ પરંતુ કંઈ હોસ્પિટલ અને ક્યાં ડોક્ટર પાસે સારવાર મેળવવી તેવો પ્રશ્ન હતો ત્યારે મિત્રવર્તળમાંથી જાણવા મળ્યું કે, એસ.એસ.જી. હોસ્પિટલમાં ખ્યાતનામ ડો. હેમંત માથુર હીપ અને ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં અત્યંત નિપુણતા ધરાવે છે. જેથી ડો. માથુર પાસે ઘૂંટણની સર્જરી કરાવાનું નક્કી કર્યું.

Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 02
Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 02

સર્જરીના ખર્ચ અંગે વાત કરતા ચિરાગ પટેલ કહે છે કે, ઘૂંટણનો ઓપરેશન જો ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હોત તો ૧.૫૦ થી ૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત, તેના બદલે રાજ્ય સરકારની મા-અમૃત્તમ યોજનાના માધ્યમથી ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સારવાર તદ્દન નિ:શુલ્ક મળી છે. આજે ઓપરેશનના માત્ર ૨૦ દિવસ બાદ થઈ ગયો છું. ડો. હેમંત માથુરની ખ્યાતિ એવી છે કે, ગુજરાત બહાર મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યના દર્દીઓ તેમની પાસે સારવાર મેળવવા આવે છે, સાથે જ અહીંનો સ્ટાફ પણ દર્દી સાથે એટલું જ સહકારભર્યું વલણ દાખવે છે.

Related Posts
1 of 442
Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 03
Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 03

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારની આ યોજનામાં દર્દીઓનું એટલુ ધ્યાન રાખવામાં આવે છે કે, હોસ્પિટલથી ઘરે જવા માટે ૩૦૦ રૂપિયા જેટલું રોકડ વાહન ભાડું પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે, આ યોજનાના માધ્યમથી ગરીબ-મધ્યમ વર્ગને ખર્ચાળ સારવાર તદ્દન નિ:શુલ્ક મળી રહે છે. (રોહિત)

Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 01
Ghutan Ni Kharchal Sarjari Ni Saravar Taddan Nishulk Ma Card Thi 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More