- Advertisement -

જ્ઞાન સાથે ગમ્‍મતનો સુમેળ ધરમપુરની એસએમએસએમ હાઇસ્‍કુલ

જ્ઞાન સાથે ગમ્‍મતનો સુમેળ સાધી બાળકોનુ ભવિષ્‍ય ઘડતર કરતી ધરમપુરની એસએમએસએમ હાઇસ્‍કુલ

શાળા બાળકોના શિક્ષણ ઉપરાંત ભવિષ્‍ય ઘડવા માટે એક ઉદ્દિપકનું કામ કરે છે. ગુજરાત સરકાર દ્વારા ‘ભાર વિનાનું ભણતર’ સુત્ર ધ્‍યાને રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાના ભણતર, રમત-ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ દ્વારા બાળકોને શારિરીક માનસિક રીતે તંદુરસ્‍ત બનાવવાના સહીયારા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે.

Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 02

- Advertisement -

- Advertisement -

26

Get real time updates directly on you device, subscribe now.

જ્ઞાન સાથે ગમ્‍મતનો સુમેળ સાધી બાળકોનુ ભવિષ્‍ય ઘડતર કરતી ધરમપુરની એસએમએસએમ હાઇસ્‍કુલ

શાળા બાળકોના શિક્ષણ ઉપરાંત ભવિષ્‍ય ઘડવા માટે એક ઉદ્દિપકનું કામ કરે છે. ગુજરાત સરકાર દ્વારા ‘ભાર વિનાનું ભણતર’ સુત્ર ધ્‍યાને રાખી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળાના ભણતર, રમત-ગમત અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ દ્વારા બાળકોને શારિરીક માનસિક રીતે તંદુરસ્‍ત બનાવવાના સહીયારા પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહયા છે. ધરમપુરની એસએમએસએમ હાઇસ્‍કુલ દ્વારા બાળકોને ભવિષ્‍યમાં દરેક ક્ષેત્રે સક્ષમ બનાવવા તથા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુ સર ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની ‘સાયન્‍સ કવીઝ’ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 04
Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 04

આ સ્‍પર્ધામાં શાળાના ધોરણ-૧૦ના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા બાદ વધુ ગુણ લાવનાર ૨૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી ત્‍યાર બાદ ફરી ટેસ્‍ટ અને ઇન્‍ટરવ્‍યુ લીધા બાદ ૧૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી. આ ૧૨ વિદ્યાર્થીઆ માથી ૪ ટીમ બનાવવામાં આવી હતી. સ્‍પર્ધામાં એમ.સી.કયુ, મેથ્‍સ, બઝર, મોડેલ ઓળખ અને રેપીડફાયર એમ ૫ રાઉન્‍ડ રાખવામાં આવ્‍યા હતા. શાળાના વિજ્ઞાન અને ગણિતના શિક્ષક ગણ દ્વારા બાળકોને આ ર્સ્‍પધા માટે ખાસ તૈયારી કરવા માટે જરૂરી ર્માગદર્શન પુરું પાડવામાં આવ્‍યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર આ બધી પ્રવૃતિઓમાં ભાગ લોધો હતો.

Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 03
Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 03
Related Posts
1 of 483

જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી કે.એફ.વસાવાએ શાળામાં યોજવામાં આવતી વિવિધ પ્રકારની સ્‍પર્ધાઓ વિશે જણાવ્‍યુ઼ં હતું કે, જ્ઞાન સાથે ગમ્‍મતનો સુમેળ થાય તેવી શાળાઓ બાળકોનું ઉજજવળ ભવિષ્‍ય બનાવવા સક્ષમ બને છે. એસએમએસએમ હાઇસ્‍કુલના શિક્ષકગણને આવી પ્રેરણાદાયી ફરજ બજાવવા માટે અભિનંદન પાઠવ્‍યા હતા. સ્‍પર્ધાના વિજેતા ટીમ કાજલ એ. પટેલ, મીનલ એ. પટેલ, મોહિની વી. પટેલને મેડલ અને સિકકાઓ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા.

Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 02
Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 02

ર્સ્‍પધામાં બેસ્‍ટ પફોર્મન્‍શ માટે ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની પ્રિયાંશી મુકેશભાઇ મહેતા વિજેતા બની હતી. શાળામાં યોજાતી દરેક ર્સ્‍પધાઓ માટે વિજેતાઓને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે. શાળા કેળવણી મંડળ દ્વારા આ ઉપરાંત સાંસ્‍કૃતિક કાયક્રમો, વાર્ષિક મહોત્‍સવ, આનંદ મેળો, વિજ્ઞાન મેળો, જેવી વિવિધ ર્સ્‍પધાઓ અને પ્રવૃતિઓનું આયોજન કરી બાળકોને અવનવી પ્રવૃતિઓમાં ઓતપ્રોત રાખવામાં આવે છે. જેથી બાળકો ઉપર ભણતરનું ભારણ ન રહે અને દરેક બાળક પોતાની આગવી પ્રતિભા વિકસાવી શકે. (લેખન, વૈશાલી જે પરમાર, વલસાડ)

Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 01
Gnan Sathe Gam‍mat No Sumela Dharamapura Ni Smsm High School 01

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More