સોમનાથ સંસ્કૃત સુવર્ણચંન્દ્રક અર્પણનો ગૌરવશાળી સમારોહ

11

Get real time updates directly on you device, subscribe now.

અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ સંસ્કૃત સુવર્ણચંન્દ્રક અર્પણનો ગૌરવશાળી સમારોહ

Related Posts
1 of 237

ડૉ. ગૌતમભાઇ પટેલ-શ્રી મણિભાઇ પ્રજાપતિને સંસ્કૃત ભાષા-સાહિત્યના જતન-સંવર્ધનની ઉત્કૃષ્ટ કામગીરી માટે પુરસ્કૃત કરાયા

સંસ્કૃત ભાષાને વ્યાપક ફલક આપવા વિશ્વભરના સંસ્કૃત ભાષા પ્રેમીઓ માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને અભ્યાસ શોધ-સંશોધનનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનાવવાની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રી

-: શ્રી વિજયભાઇ રૂપાણી :-

Also You like to read
1 of 57
  • આપણી સંસ્કૃતિનો મૂલાધાર સંસ્કૃત છે
  • અંગ્રેજી-પાશ્ચાત્ય સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે સંસ્કૃત ભાષા-સાહિત્યનું જતન-સંવર્ધન આજના સમયની આવશ્યકતા છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંસ્કૃત ભાષાને વ્યાપક ફલક આપવા વિશ્વભરના સંસ્કૃત ભાષા અભ્યાસુઓને શોધ-સંશોધન અને તજ્જ્ઞતા માટે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન કેન્દ્ર બનાવવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજના સમયમાં અંગ્રેજી તથા પાશ્ચાત્ય સંસ્કૃતિના વધતા જતા પ્રભાવ વચ્ચે સંસ્કૃત અને સંસ્કૃતિનું જતન-સંવર્ધન નિતાંત આવશ્યકતા છે.

સંસ્કૃત ભાષાના જતન-સંવર્ધન માટે રાજ્ય સરકાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને સંપૂર્ણ મદદ આપશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક એવોર્ડ અર્પણ સમારોહમાં ઉદબોધન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સંસ્કૃત ભાષામાંથી જ અનેક ભાષાઓ જન્મી છે. સંસ્કૃત એ આપણી સંસ્કૃતિનો મૂલાધાર છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૭ માટે ડૉ. ગૌતમભાઇ પટેલ અને વર્ષઃ ૨૦૧૮ માટે ડૉ. મણિભાઇ પ્રજાપતિને સરદાર સ્મારક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક  અને ૧ લાખ રૂપિયા પુરસ્કાર એનાયત કરી સન્માનિત કર્યા હતા.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસ્કૃતના સંવર્ધન માટે સોમનાથ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેને આગળ વધારવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. તેમણે કહ્યું કે, ભાષાના સંવર્ધન માટે રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧ થી ૮ માં ગુજરાતી વિષયને ફરજિયાત બનાવ્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, મહાભારત, રામાયણ અને ગીતા સહિતના તમામ પૈારાણિક ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયેલા છે તે જ તેના મહત્વને દર્શાવે છે. સોમનાથ મંદિર અને ભગવાન સોમનાથ ગુજરાતની આગવી ઓળખ છે. સોમનાથ ટ્રસ્ટ શ્રી કેશુભાઇ પટેલના અધ્યક્ષપદે સોમનાથ મંદિરના વિકાસ માટે જે કાર્યો કરી રહ્યું છે તેની પણ મુખ્ય મંત્રીશ્રીએ સરાહના કરી હતી.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું કે, સોમનાથ મંદિર રાષ્ટ્રીય ગૈારવ અને ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. સોમનાથ ટ્રસ્ટે તેની સ્થાપના વખતે સંસ્કૃતની સેવા અને સંવર્ધન કરવાનો નિર્ણય કર્યો હતો. તેના ઉપલક્ષ્યમાં આજે વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ના વર્ષ માટેનાં શ્રી સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવી રહ્યા છે. માત્ર સંસ્કૃત નહીં પરંતુ તેની આજુબાજુના પાસાઓને પણ સંશોધિત કરીને મૂકવા જરૂરી છે તે સમયની જરૂરિયાત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. નવા શોધ-સંશોધન કરનારને સોમનાથ યુનિવર્સિટી તથા સોમનાથ ટ્રસ્ટ આર્થિક સહિતની તમામ મદદ કરવાની તેમણે ખાતરી આપી હતી.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરીએ જણાવ્યું કે, સોમનાથ એ પ્રથમ જ્યોર્તિલીંગ છે. બે વર્ષ બાદ સંસ્કૃત સુવર્ણચંદ્રક અપાઇ રહ્યા છે. સંસ્કૃત અને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને આ એવોર્ડ અપાય છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટડીડમાં દેવભાષા અને તેના વારસાને ઉત્તેજન આપવાનો એક હેતુ દર્શાવેલો છે તે અંતર્ગત આ એવોર્ડ અપાઇ રહ્યો છે. શ્રી સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. મણિભાઇ પ્રજાપતિ અને ડૉ. ગૌતમભાઇ પટેલે સંસ્કૃત, તેના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ સુવર્ણચંદ્રક એવોર્ડ સમર્પણ સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સંસ્કૃત તથા સંસ્કૃત પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. (સી.એમ.-પીઆરઓ/અરૂણ)

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More