- Advertisement -

ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગરના શપથ ગ્રહણ સમારોહનું ઉદઘાટન

ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગરના શપથ ગ્રહણ સમારોહનું ઉદઘાટન કરતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ, જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના શપથવિધિ સમારોહનું  દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવેલ હતું. આ તકે અનેક આધુનિક સવલતો ધરાવતી ગવર્મેન્ટ નર્સિંગ કોલેજની કામગીરી દર્શાવતી શોર્ટ ફિલ્મ દ્વારા ઝાંખી કરાવવામાં આવી હતી અને પ્રિન્સીપાલશ્રીના હસ્તે રાજયમંત્રીશ્રીનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરાયું હતુ.

Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 01

- Advertisement -

- Advertisement -

122

Get real time updates directly on you device, subscribe now.

આ પ્રસંગે માનવ સેવાના ઉમદા કાર્યમાં જોડાતા પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, દર વર્ષે આશરે ૪૦ થી ૪૮ હજાર લોકો ગુજરાતમાં નર્સિંગ સ્ટાફ તરીકે જોડાય છે. નર્સ અને દર્દીનો સંબંધ પીડામાં શાતા આપતા પ્રભુ જેવો છે. હોસ્પિટલમાં જેટલુ મહત્વ ડોક્ટરનું છે, તેટલું જ નર્સનું છે. લોકોના આરોગ્યની સેવામાં સતત રત રહેતા નર્સિંગના વિદ્યાર્થીઓ આ કોલેજથી જ્ઞાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ક્ષેત્રે અને ભારતભરમાં પણ પોતાની માનવસેવાની જ્યોતના ઉજાસને ફેલાવે તેવી અભ્યર્થના.

Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 02
Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 02
Related Posts
1 of 484

આ પ્રસંગે આધુનિક નર્સિંગના પ્રણેતાશ્રી ફ્લોરેન્સ નાઇટિંગલની તસ્વીર પાસેની પ્રજવલિત જ્યોત માંથી પ્રથમ વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં રહેલ મીણબત્તીને જ્યોતિમાન કરી નર્સિંગ વ્યવસાય દ્વારા જીવનભર માનવસેવામાં કાર્યરત રહેવાના શપથ લીધા હતા.

Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 03
Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 03

આ કાર્યક્રમમાં આસી. ડિરેક્ટર ઓફ મેડીકલ સર્વીસીસના શ્રી આર.સી.પટેલ, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલશ્રી પી.એન.પ્રજાપતી, મેડીકલ કોલેજના ડીનશ્રી નંદીનીબેન દેસાઇ, જી.જી. હોસ્પિટલના શ્રી સુપ્રિટેન્ડન્ટ શ્રી નંદીની બાહરી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 04
Government Nursing College Jamnagar Na Sapatha Grahan Samaroh Nu Udghatan 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More