- Advertisement -

ગ્રામીણકક્ષાઍ કાર્ય કરતી આશા વર્કર બહેનોનો આરોગ્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય

નવસારી જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે કામ કરતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા આજરોજ દિનકર ભવન, મજીગામ, ચીખલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને આશા સંમેલન યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે આશા બહેનો દ્વારા આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં થઇ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી, છેક છેવાડેના ગ્રામીણ વિસ્તારોમાં પાયાનું કામ કરનારી આશાબહેનોને સંવેદના સાથે સતત જાગૃત રહેવાનું જણાવ્યું હતું. જિલ્લાના આરોગ્યવિભાગને શુભેચ્છા પાઠવી ડો.અમિતાબેન પટેલે છેક છેવાડાના ગામડાઓમાં કામગીરી સંભાળતી આશા બહેનોઍ તથા તમામ આરોગ્ય કર્મયોગીઓની સંવેદનાને કારણે…

Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 01

- Advertisement -

- Advertisement -

38

Get real time updates directly on you device, subscribe now.

ગ્રામીણકક્ષાઍ કાર્ય કરતી આશા વર્કર બહેનોનો આરોગ્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય

  • ગ્રામીણકક્ષાઍ કાર્ય કરતી આશા ઍ સરકારની આરોગ્યક્ષેત્રે સંવેદનાસભર પ્રયાસ – જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ
  • દિનકરભવન મજીગામ ખાતે આશા સંમેલન યોજાયું
  • નવસારી જિલ્લાની આરોગ્ય ક્ષેત્રે કામ કરતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા આજરોજ દિનકર ભવન, મજીગામ, ચીખલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને આશા સંમેલન યોજાયું હતું.
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 04
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 04

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલે આશા બહેનો દ્વારા આરોગ્ય ક્ષેત્રે જિલ્લામાં થઇ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી, છેક છેવાડેના ગ્રામીણ વિસ્તારોમાં પાયાનું કામ કરનારી આશાબહેનોને સંવેદના સાથે સતત જાગૃત રહેવાનું જણાવ્યું હતું. જિલ્લાના આરોગ્યવિભાગને શુભેચ્છા પાઠવી ડો.અમિતાબેન પટેલે છેક છેવાડાના ગામડાઓમાં કામગીરી સંભાળતી આશા બહેનોઍ તથા તમામ આરોગ્ય કર્મયોગીઓની સંવેદનાને કારણે, આપણે નવસારી જિલ્લો આરોગ્ય ક્ષેત્રે અગ્રિમસ્થાન ધરાવે છે.

Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 02
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 02

જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સંસ્કારી સમાજ નિર્માણ માટે અમલી જુદી જુદી યોજનાઓની જાણકારી છેવાડાના જરૂરિયાતમંદ સુધી અસરકારક રીતે પહોંચાડવાની જવાબદારી આશા બહેનો સુપેરે પાર પાડી છે. ગ્રામીણકક્ષાઍ કાર્યરત આશાઍ પાયાના ઘડતરનું કામ કરી શકે છે તેમ જણાવીડો.વિપિન ગર્ગે સૌને ઍક સાથે કદમથી કદમ મિલાવી સમાજ ઘડતરના પવિત્ર યજ્ઞ કાર્યમાં આહુતિ આપવાનું પણ આહ્વાન કર્યું હતું.

Related Posts
1 of 484
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 01
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 01

આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સુજીત પરમારે શાબ્દિક સ્વાગત તથા આભારવિધિ ડો.મેહુલ ડેલીવાલાઍ કરી હતી.કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી આશા બહેનોનું જાહેર સન્માન કરી પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક પારિતોષિક અર્પણ કરાયા હતા.

Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 03
Gramin Kakshae Kary Karati Asha Worker Baheno No Arogya Kshetre Utkrusht Kary 03

આ કાર્યક્રમમાં જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી પિયુષભાઇ પટેલ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભાણીબેન પટેલ, નવસારી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંચળબેન પટેલ સહિતના પદાધિકારીશ્રીઓ સહિત જિલ્લાના તબીબી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહી હતી.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More