GSFCમાં ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ સફળ

GSFCમાં ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ સફળ રીતે પાર પાડવામાં આવી

વડોદરા તા.૧૧ ઓકટોબર, ૨૦૧૯ (શુક્રવાર) શહેરના જીએસએફસી ખાતે ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવી હતી. એમોનીયા ગેસ લિકેઝ થયાની માત્ર ૪૭ મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગેસ રિસાવને પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મોક એક્સરસાઈઝમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓનો સહયોગ સાંપડ્યો હતો. મહત્વનું છે કે, આ દેશની સૌથી મોટી રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સસાઈઝ હતી. જે વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં પણ યોજાઈ હતી.

Gsfc Ma Offside Mock Exercise Saphala 01
310

Get real time updates directly on you device, subscribe now.

GSFCમાં ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ સફળ

વડોદરા તા.૧૧ ઓકટોબર, ૨૦૧૯ (શુક્રવાર) શહેરના જીએસએફસી ખાતે ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફળ રીતે પાર પાડવામાં આવી હતી. એમોનીયા ગેસ લિકેઝ થયાની માત્ર ૪૭ મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી ગેસ રિસાવને પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મોક એક્સરસાઈઝમાં એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓનો સહયોગ સાંપડ્યો હતો. મહત્વનું છે કે, આ દેશની સૌથી મોટી રાજ્યકક્ષાની કેમિકલ ડિઝાસ્ટર એક્સસાઈઝ હતી. જે વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં પણ યોજાઈ હતી.

Gsfc Ma Offside Mock Exercise Saphala 01
Gsfc Ma Offside Mock Exercise Saphala 01
Related Posts
1 of 361
  • GSFCમાં ઓફ સાઈડ મોક એક્સરસાઈઝ સફળ રીતે પાર પાડવામાં આવી
  • GSFCના ૧૦ હજાર મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા એમોનિયા ગેસનો ટેન્ક થયો લિકેઝ
  • જિલ્લા વહીવટી તંત્રની જહેમતથી માત્ર ૪૭ મિનિટમાં સફળરીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું
  • જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ત્વરિત સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી આપ્યા દિશાનિર્દેશ
  • મોક એક્સરસાઈઝ દરમિયાન સર્જયાં દિલધડક દશ્યો
  • પીવીસી શૂટ, ગેસ ટાઈટ કેમિકલ શૂટથી સજ્જ ફાયર બિગ્રેડ સહિતના જવાનોએ લિકેજ રોકવા જહેમત ઉઠાવી
  • ૧૦ મીલીમીટરનું લિકેઝ થયું : રબરની પેડ મૂકી, મેટેલિક ક્લેમ વડે લિકેઝ બંધ કરવામાં આવ્યું
Gsfc Ma Offside Mock Exercise Saphala 02
Gsfc Ma Offside Mock Exercise Saphala 02
  •  ૯.૧૨ કલાકે થયેલા લિકેઝને ૯.૫૯ કલાકે આખરી ચકાસણી પછી ઓલ ક્લીયર અપાયું
  • સમગ્ર પરિસ્થિતિની ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ સેટેલાઈટ ફોનના માધ્યમથી સમગ્ર પરિસ્થિતિ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને કરી જાણ
  • જીએસએફજી પાસેના કરચિયા ગામેથી ૨૦૨ જેટલા લોકોને આઈટીઆઈ દશરથ ખાતે અને અંકુર વિદ્યાલય ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા
  • સમગ્ર કવાયતમાં ૩૧ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા: ૬ જેટલા લોકોની સ્થિતિ ગંભીર જણાતા એસ.એસ.જી. હોસ્પિસ્ટલ ખાતે ખસેડયા
  • એનડીઆરએફ, એસડીઆરએફે કરી પ્રશંસનીય કામગીરી
  • પોલિસ વિભાગને મોક એક્સરસાઈઝની આગોતરી જાણ ન હોવા છતાં સુપેરે કર્યું ટ્રાફિક નિયમન
Also You like to read
1 of 172

જીએસએફસીના ૧૦,૦૦૦ મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા એમોનીયા ગેસના  ટેન્કમાંથી ૧૦ મીલી મીટરનુ લીકેઝ  ૯.૧૨ કલાકે થયું હતું. આ લિકેઝની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રની તમામ એજન્સીઓ સૂચના મળતા ડેમેજ કન્ટ્રોલ કરવા કાર્યરત થઈ હતી. લિકેઝને પૂર્વવત કરવા માટે પૂરતી સેફ્ટી સાથે એમોનીયા શુટ, ટાયકેમ-એફ શુટ અને ગેસ ટાઈટ કેમિકલ શૂટથી સજ્જ ફાયર બ્રિગેડની બે ટીમ અને પીવીસી શૂટથી સજ્જ જીએસએફસીના નિષ્ણાંતોએ ૧૦ એમએમના લિકેઝને બંધ કરવા માટે જોતરાયા હતા. આ લિકેઝને ભારે જહેમત બાદ રબરનુ પેડ મૂકી, મેટેલિક ક્લેમથી ગેસના રિસાવને બંધ કરવામાં આવ્યો હતો.

Gsfc Ma Offside Mock Exercise Saphala 03
Gsfc Ma Offside Mock Exercise Saphala 03

અગ્નિશમનની અન્ય ટીમોને સૂચના મળતા ગેસના ફેલાવાને રોકવા માટે અદ્યતન સાધન-સામગ્રીથી સજ્જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીના ફુવારાથી ગેસના ફેલાવાને રોકવાની કવાયત હાથ ધરી હતી. જીએસએફસીએ ઓફ સાઈટ ઈમરજન્સી જાહેર કરતાની સાથે જ ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે સમગ્ર ઘટના જાણ કરવામાં આવી હતી. જેથી જિલ્લા કલેક્ટર તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે જરૂરી સૂચનાઓ અધિકારીઓને આપી હતી. તેમજ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ સેટેલાઈટ ફોનના માધ્યમથી સમગ્ર પરિસ્થિતિ અંગે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરી હતી.

મેડિકલ ઈમરજન્સીને ધ્યાને લઈ સાત જેટલી મેડિકલ ટીમ અને ૧૨ જેટલી એમ્બ્યુલન્સ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રાખવામાં આવી હતી. આ સમગ્ર કવાયતમાં ૩૧ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં ૬ જેટલા લોકો સ્થિતિ ગંભીર જણાતા એસ.એસ.જી. હોસ્પિસ્ટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અન્ય લોકોને અંકુર વિદ્યાલય ખાતે તબીબી કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Gsfc Ma Offside Mock Exercise Saphala 04
Gsfc Ma Offside Mock Exercise Saphala 04

એમોનીયા ગેસ રીસાવની ઘટના સામે આવતા  સ્થાનિક તંત્ર સક્રિય થયું હતુ. મામલતદાર કચેરી- વડોદરા (ગ્રામ્ય), તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના સહકારથી જીએસએફજી પાસેના કરચિયા ગામેથી ૨૦૨ જેટલા લોકોને આઈટીઆઈ દશરથ ખાતે અને અંકુર વિદ્યાલય ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતરિત લોકોને પ્રાથમિક સારવારની સાથે ફૂડ પેકેટેસ પૂરાં પાડવામાં આવ્યા હતા.

મહત્વનુ છે કે, આ સમગ્ર કવાયતમાં પોલિસ અધિકારી-કર્મચારીઓને મોક એક્સરસાઈઝ  આગોતરી જાણકારી ન હતી. તેમ છતાં નજીકના પોલિસ સ્ટેશનને જાણકારી મળતા જીએસએફસીને કોર્ડન કરવા અને બચાવ કામગીરીમાં જતા વાહનોને અડચણ ના થાય તે માટે ટ્રાફિક નિયમનનુ કામ સુપેરે પાર પાડ્યું હતુ. ઉપરાંત હોમગાર્ડના જવાનો પણ ટ્રાફિક નિયમન અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બન્યા હતા. ભારતીય સેના અને વાયુસેના જવાનો પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હતા. તેમજ વાયુસેના દ્વારા એર એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવા માટે તૈયાર હતા પરંતુ સદનસીબે તેની જરૂરિયાત ઉભી થઈ ન હતી. (રોહિત)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More