રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક

રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી

ધાંગધ્રા પાસે વાવડી ગામે પાણીમાં ટ્રેક્ટર સાથે ફસાયેલા લોકોને તેમ જ જામનગરના બાંભલાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી.

Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 02
256

Get real time updates directly on you device, subscribe now.

રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક

Related Posts
1 of 302

ધાંગધ્રા પાસે વાવડી ગામે પાણીમાં ટ્રેક્ટર સાથે ફસાયેલા લોકોને તેમ જ જામનગરના બાંભલાના એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજીને કરી હતી.

  • રાજ્યમાં વરસાદની સ્થિતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી
  • રાજ્યના ૧૭ ડેમ ૧૦૦ ટકા ભરાયા ભરાયા જ્યારે ૪૨ ડેમ ૭૦ ટકાથી વધુ ભરાઈ ગયા
  • ૨૫૦ મી.મી થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર ૧૫ જ તાલુકાઓ રહ્યા
  • ગત વર્ષે ૧૦ ઓગસ્ટ સુધીમાં ઓગસ્ટ સુધીમાં ૪૫૯.૯૧ મી.મી વરસાદ થયો હતો
  • તેની સામે આ વર્ષે ૬૩૪.૮૨ મી.મી વરસાદ વરસ્યો
  • રાજ્યમાં ૧૮ એનડીઆરએફ, ૧૧ એસડીઆરએફની ટુકડીઓ
  • ઉપરાંત આર્મી-એરફોર્સની વિવિધ ટીમો પણ બચાવ રાહત કામગીરી માટે તૈનાત
Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 03
Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 03

તેમણે રાજ્યના જિલ્લાઓના તંત્રવાહકો પાસેથી તેમના જિલ્લાની વરસાદી સ્થિતિની માહિતી ટેલિફોનિક વાતચીત કરીને મેળવી પરિસ્થિતિનો અંદાજો મેળવ્યો હતો. વિજયભાઈ રૂપાણીએ આ બેઠકની વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પાછલા 24 કલાકના વરસાદથી ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા ડેમ  ભરાઈ ગયા છે. રાજ્યમાં 17 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે તેમજ 42 ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે.

તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે રાજ્યના જળાશયોમાં 56 ટકા પાણી હતું, જયારે આ વર્ષે સારા વરસાદથી  અત્યાર સુધીમાં જ કુલ 60 ટકા જળ સંગ્રહ થઇ ગયો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ વરસાદને પરિણામે રાજ્યમાં 6000 લોકોને સલામત સ્થળે  ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં આ વરસાદથી કુલ 11 માનવ મૃત્યુ થયા છે.

Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 02
Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 02
Also You like to read
1 of 116

શ્રી વિજયભાઈ રૂપાણીએ  વરસાદની વિગતો આપતા કહ્યું કે, સમગ્ર રાજ્યમાં 250 મી.મી.થી ઓછો વરસાદ થયો હોય તેવા માત્ર 15 જ તાલુકા રહ્યા છે. બાકી બધા જ તાલુકાઓમાં 250 મી.મી. પાણી પડ્યું છે. રાજ્યમાં ગત વર્ષે 10 ઓગષ્ટ સુધીમાં 459.91 મી.મી વરસાદ થયો હતો, તેની સામે આ વર્ષે 634.82 મી.મી. વરસાદ વરસ્યો છે.

તેમણે કહ્યું કે, રાજ્યમાં 18 એન.ડી.આર.એફ. તેમજ 11 એસ.ડી.આર.એફ. ટુકડીઓ ઉપરાંત આર્મી અને એરફોર્સ પણ વરસાદી સ્થિતિમાં બચાવ રાહત માટે તૈનાત છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પાસે વાવણી ગામમાં પાણીમાં ટ્રેક્ટરમાં ફસાયેલા  લોકોને તેમજ જામનગરના બાલંભાના  એક બહેનને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 01
Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 01

તેમણે ઉમેર્યું કે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાકમાં વરસાદની કરેલી આગાહીને પગલે આ વિસ્તાર સહિત સમગ્ર રાજયના જિલ્લા કલેક્ટરો અને તંત્રને સાબદા કર્યા છે. જળાશયોમાં  વધારાના આવતા પાણી પણ લોકોને  તકલીફ ન પડે તે રીતે છોડવાની સૂચના આપી છે એમ તેમણે જણાવ્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ, જામનગર સહિતની સ્થિતીની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાજકોટ શહેર  અને જિલ્લામાં થયેલા અતિ વરસાદની માહિતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે  વિગતે વાત કરી મેળવી હતી.

Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 04
Gujaraat Mein Varsha Kee Sthiti Par Mukhya Mantri Ne Kee Uchch Stareey Baithak 04

રાજકોટ  શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે તેવા સ્થળોએ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે. જામનગર અને નવસારીથી એન.ડી.આર.એફ.ની  ટીમને પણ રાજકોટ પહોંચાડવામાં આવી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે આ સમીક્ષા બેઠકમાં  મુખ્ય સચિવ ડો. જે એન સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. (સી.એમ.-પી.આર.ઓ. / વિપુલ ચૌહાણ / માનવાલા)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More