- Advertisement -

ગુજરાતની ધરતી પર ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન 2020

બટાટાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ગુજરાતની ધરતી પર ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન મહત્વપૂર્ણ બન્યુ છે :- પ્રધાનમંત્રીશ્રી

પ્રધાનમંત્રીશ્રીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 03

- Advertisement -

- Advertisement -

19

Get real time updates directly on you device, subscribe now.

ગ્લોબલ પોટેટો કોન્કલેવ ૨૦૨૦

  • મહાત્મા મંદિર ગાંધીનગર પ્રધાનમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ
  • બટાટાના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ગુજરાતની ધરતી પર ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન મહત્વપૂર્ણ બન્યુ છે:- પ્રધાનમંત્રીશ્રી
  • 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે.
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 01
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 01

મુખ્યમંત્રીશ્રી

  • વિશ્વમાં બદલાતી જતી ખાન-પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક
  • આ કોન્કલેવ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ
  • બટાટાની કુલ ૪ લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું ૧ લાખ ટન જેટલો હિસ્સો આપે છે
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 02
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 02

કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી

  • આ વૈશ્વિક કોન્ફરન્સ ખેડૂતો, તજજ્ઞો, સંશોધકો અને ઉદ્યોગ જગતના લોકોને તેમના સંશોધનો અને વિચારોના આદાન-પ્રદાન માટેની ઉમદા તક પૂરી પાડશે
  • ભૂતકાળમાં ઉત્પાદન એક પડકાર હતો એના નિરાકરણ માટે સંશોધનો અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થયો છે
  • આજે દેશ ખાદ્યાન્ન ઉત્પાદન-દૂધ ઉત્પાદન- બાગાયત જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યો છે
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 03
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 03

કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રીશ્રી

સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા કૃષિ સંશોધકોને આહવાન

પ્રધાનમંત્રીશ્રીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 04
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 04

દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને આગામી થોડાં દિવસોમાં ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાં પર ચર્ચા કરે છે. આ સંમેલનને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડે નાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 05
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 05

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ  એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે 170 ટકાનો વધારો થયો છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 06
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 06

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે. રાજ્યમાં વાવતેર માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, અહીં કોલ્જ સ્ટોરેજની શ્રેષ્ઠ સુવિધાઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સારું જોડાણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત રાજ્યમાં મોટી પોટેટો પ્રોસેસિંગ કંપનીઓ ધરાવે છે અને મોટા ભાગનાં બટાટાનાં નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. એના પરિણામે દેશમાં રાજ્ય બટાટાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 07
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 07

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને સરકારી નીતિનો સુભગ સમન્વય થવાથી ભારત દુનિયામાં ઘણી દાળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં ટોચનાં 3 દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને દરેક સ્તરે પ્રોત્સાહન આપવા એમની સરકારે લીધેલા પગલાં વિશે પણ જણાવ્યું હતું, જેમ કે આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી, મૂલ્ય સંવર્ધનમાં મદદ અને પ્રધાનમંત્રી કિસાન સમ્પદા યોજના દ્વારા વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 08
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 08

પ્રધાનમંત્રીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 09
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 09

પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીઓને અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, ડ્રોન ટેકનોલોજી દ્વારા કૃષિમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાની અને નીતિનિર્માતાઓના સમુદાયની જવાબદારીએ જોવાની છે કે, કોઈ ભૂખ્યું ન રહે કે કોઈ કુપોષિત ન રહે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પોટેટો કોન્કલેવ-ર૦ર૦નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 10
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 10
Related Posts
1 of 484

તેમણે એમ પણ ઉમેર્યુ કે, બટાટાની કુલ ૪ લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું ૧ લાખ ટન જેટલો હિસ્સો આપે છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વમાં બદલાતી જતી ખાન-પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે, વિશ્વના વિવિધ દેશોના બટાટા ઉત્પાદકો-પ્રોડયુસરોનું આ ગ્લોબલ કોન્કલેવમાં થનારૂં વૈચારીક આદાન-પ્રદાન ઉપયુકત બની રહેશે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 11
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 11

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં યોજાઇ રહેલી આ કોન્કલેવ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યુ કે, અગાઉ માત્ર શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા બટાટામાંથી હવે ફ્રેન્ચ ક્રાઇસ, પોટેટો ચિપ્સ, કયુબ્સ ગ્રેન્યુઅલ જેવી વસ્તુઓ પણ બનતી થવાથી વેલ્યુએડીશન ગ્લોબલ માર્કેટ મળ્યું છે. તેમણે ગુજરાતના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાટા પાકના વિપૂલ ઉત્પાદનની વિગતો આપતાં કહ્યું કે, બટાટાની ખેતીમાં માઇક્રો ઇરીગેશન અંતર્ગત ૧.૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 12
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 12

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પાછલા દોઢ દશકમાં બટાટાનું ઉત્પાદન ૮ ગણું વધી ગયું છે તેમ જણાવી ઉમેર્યુ કે, ૬ લાખ મેટ્રિક ટનથી આ ઉત્પાદન ૩૭ લાખ મે.ટન પર પહોચ્યું છે. તેમણે રાજ્યના ખેડૂતોની પડખે ઊભી રહેતી સંવેદનશીલ સરકારે બટાટા ઉત્પાદકોને કુલ ર૩ લાખ મે.ટનથી વધુ ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ તથા વાહતુક સબસિડી પેટે રૂ. ૨૬.૬૬ કરોડ આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વમાં ઘઉં અને ચોખાની ખપત બાદ બટેટાની ખપત સૌથી વધુ છે અને બટેટા શાકભાજીમાં સામંજસ્ય-સમરસતાનું આગવું ઉદાહરણ છે તેમ પણ માર્મિક શૈલીમાં જણાવ્યું હતું.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 13
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 13

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ગ્લોબલ પોટેટો કોન્કલેવ-૨૦૨૦ને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, આ વૈશ્વિક કોન્ફરન્સ ખેડૂતો, તજજ્ઞો, સંશોધકો અને ઉદ્યોગ જગતના લોકોને તેમના સંશોધનો અને વિચારોના આદાન-પ્રદાન માટેની ઉમદા તક પૂરી પાડશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં આપના દ્વારા જે વિચાર મંથન થશે અને જે નિષ્કર્ષ આવશે તે માટે ભારત સરકાર ચોક્કસ વિચારશે અને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 14
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 14

શ્રી તોમરે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જ્યારથી સુકાન સંભાળ્યું ત્યારથી કૃષિ અને કૃષિ આધારિત અર્થ વ્યવસ્થાને સમૃદ્ધ બનાવવા તથા ખેડૂતોની આવક બમણી કરવાનો જે નિર્ધાર કર્યો છે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા જે પ્રયાસો થઇ રહ્યા છે તે સરાહનીય છે. તેમણે કહ્યું કે,  ભૂતકાળમાં ઉત્પાદન એક પડકાર હતો એના નિરાકરણ માટે સંશોધનો અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે. જેના પરિણામે આજે દેશ ખાદ્યાન્ન ઉત્પાદન, દૂધ ઉત્પાદન, બાગાયત જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યો છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 15
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 15

શ્રી તોમરે ઉમેર્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન પેન્શન યોજના સહિત રાજ્યોએ પણ અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે. સાથે સાથે જૈવિક ખેતી, સૂક્ષ્મ સિંચાઇ યોજના દ્વારા પણ સરાહનીય કામગીરી થઇ રહી છે. તેમણ કહ્યું કે, બટાટા ક્ષેત્રે સંશોધન, વેપાર અને ઉદ્યોગમાં રહેલી તકો અને સિદ્ધિઓ માટે દર દસ વર્ષે યોજાતી આ કોન્કલેવ આવનારા દાયકા માટે એક રોડમેપ બની રહેશે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 16
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 16

છેલ્લા બે દાયકામાં બે વૈશ્વિક બટાટા સંમેલનનું ૧૯૯૯ અને ૨૦૦૮માં દિલ્હી ખાતે આયોજન થયું હતું. ગુજરાત દેશમાં બટાટાનું ઉત્પાદન કરનારા અગ્રણી ઉત્પાદકો પૈકીનું એક રાજ્ય છે. છેલ્લા ૧૧ વર્ષમાં ભારતમાં બટાટાનું ઉત્પાદન કરનારા વિસ્તારમાં ૧૯ ટકાનો વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં ૧૭૦ ટકા વધારો જોવા મળ્યો છે. ૪૦ લાખ પરિવારો આ ક્ષેત્રે જોડાયા છે અને રોજગારી મળી છે. તેમણે ઉમેર્યું કે, બટાટા ઉત્પાદનમાં દેશમાં છેલ્લા દાયકામાં ૫૩ટકા વૃદ્ધિ થઇ છે અને પ્રતિવર્ષ ૩ ટકાની વૃદ્ધિ થવાનું અનુમાન છે. એટલે વર્ષ-૨૦૫૦ સુધીમાં ૧૫૦ ટકા વૃદ્ધિ થાય તેવું અનુમાન છે, તેમ તેમણે ઉમર્યું હતું.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 17
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 17

શ્રી તોમરે બટાટાના સંશોધન ક્ષેત્રે સિમલા અનુસંધાન સંસ્થાન કેન્દ્ર દ્વારા ટેકનોલોજીના માધ્યમ દ્વારા અનેક નવા સંશોધનો હાથ ધરાયા છે જેના પરિણામે વૃદ્ધિ થઇ છે તે અંગે અભિનંદન આપતાં કહ્યું કે, સંસ્થાન દ્વારા ૭ પ્રસંસ્કરણ અને ૨૫ પ્રજાતિનું સંશોધન કરાયું છે. જેના દ્વારા પ્રતિ વર્ષ ૩૦ હજાર ટન ઉત્પાદન થાય છે. તેમણે કહ્યું કે, બટાટાનો ઉદગમ દક્ષિણ અમેરિકાની ઇન્ડિજ પર્વતમાળામાં થયો હતો. તેમ છતાં ય હાલના તબક્કે બટાટાનું ઉત્પાદન ભારત દેશમાં એ હદે વધ્યુ છે કે, ચીન પછી ભારત દેશ બટાટા ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે ઉભા થનારા પડકારોની અસરો ખેતી પર થઇ શકે તેમ છે ત્યારે આ પડકારોનો સામનો કરવા આજની આ પરિષદ અસરકારક પુરવાર થશે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 18
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 18

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાતની ધરતી પર આયોજીત કરવા બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, શાકભાજીમાં રાજાનું સ્થાન ધરાવતા બટાટાનું ઉત્પાદન સમગ્ર દેશમાં સૌથી વધુ ગુજરાતમાં છે. કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતોની સમજને કારણે આ રાજ્ય બન્યું છે. હજુ બટાટાની ખેતીમા સંશોધનો થાય તે આવશ્યક છે. દેશમાં ડાયાબિટીસના રોગનું પ્રમાણ જોતા ડાયાબિટીસને નિયંત્રીત કરવા માટે પણ કૃષિ વૈજ્ઞાનિકોએ સંશોધનો કરવા જરૂરી છે. બટાટામાં શર્કરાનું પ્રમાણ વધે હોય છે ત્યારે હવે સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા પણ શ્રી રૂપાલાએ કૃષિ સંશોધકોને આહવાન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સંમેલન થકી આવી અનેક સમસ્યાઓના ઉકેલ આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 19
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 19

આ પ્રસંગે કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સંશોધનો અને બટાટાના ઉત્પાદન સંદર્ભે થયેલા સંશોધનો સહિતની માહિતીપ્રદ માહિતી પુસ્તિકાઓનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિવિધ રાજ્યોમાં ખેતી ક્ષેત્રે સંશોધન કરીને આગવી ઓળખ ઉભી કરનાર સંશોધનકર્તા ખેડૂતોને પ્રમાણપત્ર-એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી દાડમની ખેતીથી સુપ્રસિદ્ધ થયેલા બનાસકાંઠાના પદ્મશ્રી ગેમાભાઇ પટેલ અને વિશિષ્ટ પ્રકારની ગાજરની ખેતી માટે જૂનાગઢના ખેડૂત પદ્મશ્રી વલ્લભભાઇનો પણ સમાવેશ થાય છે.

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 20
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 20

આ પ્રસંગે આઇ.સી.એ.આર.ના સચિવ શ્રી ત્રિલોચનસિંહ મહાપાત્રએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સંમેલનમાં કૃષિ મંત્રી શ્રી આરસી.ફળદુ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પુનમચંદ પરમાર, કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ ક્ષેત્રે સંકળાયેલા વિભાગના અધિકારીશ્રીઓ, વિવિધ દેશોના પ્રતિનિધિશ્રીઓ, કૃષિ સંશોધકો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (સીએમ-પીઆરઓ/દિલીપ ગજ્જર/વિપુલચૌહાણ)

Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 21
Gujarat Ni Dharti Par Global Potato Conclave 2020 Nu Aayojan 21

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

:: Gallery ::

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More