- Advertisement -

ગુજરાત સરકારના એજયુકેશન ઇનોવેશન ફેરથી નવતર અભિગમ

ગુજરાત સરકારના એજયુકેશન ઇનોવેશન ફેર થી પ્રોત્સાહિત થઇ નજીવા ખર્ચે છોડમાં ખાતર આપવાનું સાદું યંત્ર  બનાવ્યું

ખેત ઓજારોમાં અનેક સંશોધનો માનવશ્રમ અને સમયની બચત અને તેનો કાર્યક્ષમ ઉપયોગ ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય સિધ્ધ કરે છે. ગુજરાત સરકારના જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા સંશોધનમાં નાવીન્યકરણ માટે દર વર્ષે આયોજીત થતાં એજયુકેશન ઇનોવેશન ફેર થી પ્રોત્સાહિત થઇ કડાણા તાલુકાનાં મુનપુર ગામના ખેડૂત અને ઉદ્યોગ શિક્ષક તેજસકુમાર પાઠકે ખેડૂતો માટે તદ્દન નજીવા ખર્ચે છોડને ખાતર આપવાનું સાધન બનાવ્યું છે.

Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 02

- Advertisement -

- Advertisement -

142

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત સરકારના એજયુકેશન ઇનોવેશન ફેરથી નવતર અભિગમ

  • મહીસાગર જિલ્લાના મુનપુરના ઉદ્યોગ શિક્ષક અને  ખેડૂતે છોડમાં ખાતર આપવા માટે કર્યો નવતર અભિગમ
  • ગુજરાત સરકારના એજયુકેશન ઇનોવેશન ફેર થી પ્રોત્સાહિત થઇ નજીવા ખર્ચે છોડમાં ખાતર આપવાનું સાદું યંત્ર  બનાવ્યું

ખેત ઓજારોમાં અનેક સંશોધનો માનવશ્રમ અને સમયની બચત અને તેનો કાર્યક્ષમ ઉપયોગ ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય સિધ્ધ કરે છે. ગુજરાત સરકારના જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર દ્વારા સંશોધનમાં નાવીન્યકરણ માટે દર વર્ષે આયોજીત થતાં એજયુકેશન ઇનોવેશન ફેર થી પ્રોત્સાહિત થઇ કડાણા તાલુકાનાં મુનપુર ગામના ખેડૂત અને ઉદ્યોગ શિક્ષક તેજસકુમાર પાઠકે ખેડૂતો માટે તદ્દન નજીવા ખર્ચે છોડને ખાતર આપવાનું સાધન બનાવ્યું છે.

Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 02
Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 02

મુનપુર યુ.એચ.ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલના ઉદ્યોગ શિક્ષક અને ખેડૂતે અવારનવાર શાળા કક્ષાએથી રાજ્યકક્ષા સુધી વિજ્ઞાન મેળાઓમાં અનેક નવીન પ્રયોગો શાળાના બાળકોને માર્ગદર્શિત કરી રજુ કરે છે તેમણે ખેતરમાં કમરથી વળી વળીને  ખાતર મૂકતાં થતી  મુશ્કેલીઓ માંથી આ ખાતર મૂકવાના સાધનની શોધનો જન્મ થયો. તેમણે બે નંગ પીવીસી પાઇપ, ક્લેમ્પ, રબર બેન્ડ  તેમજ ઠંડા પીણાંની ખાલી બોટલના ઉપયોગથી સામાન્ય ખર્ચમાં ખેડૂતોને ખાસ ઉપયોગી થઈ પડે તેવું ખાતર મૂકવાનું સાધન બનાવ્યું છે.

Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 03
Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 03
Related Posts
1 of 483

તેજશભાઇ જણાવે છે કે આપણા ખેતી પ્રધાન દેશમાં ૭૦ ટકા લોકો ખેડૂતો છે તેમાંથી ૮૦ ટકા નાના અને સીમાંત ખેડૂત છે ત્યારે આધુનિક ભારતમાં ખેત ઓજારો પણ આજના સમયને અનુરૂપ આધુનિક હોવા જોઈએ. જો ખેડૂતનો વિકાસ તો દેશનો વિકાસ આ મંત્રને તેમજ જય જવાન જય કિસાનની સાથે અભિન્ન રીતે જોડાયેલ જય વિજ્ઞાનને સાર્થક કરવા આ ખાતર મૂકવાનું આ યંત્ર સામાન્ય ખર્ચમાં તૈયાર કર્યું છે. સરળ રીતે નહિવત ખર્ચમાંથી બનાવેલ આ સાધનની મદદથી ઓછા સમયમાં કમરથી વળ્યા વગર સરળતાથી યોગ્ય જગ્યાએ જરૂરિયાત મુજબનું ખાતર આપી શકાય છે. પરંપરાગત રીતે ખાતર મૂકતાં આ સાધનથી ૫૦ટકા ખાતરનો બચાવ થાય છે તો સાથે સાથે ચાર ખેતશ્રમિકોનું કામ એક જ વ્યક્તિ સરળતાથી કરી લેતા ખર્ચ અને સમય વપરાશનો ઘટાડો થાય છે અને સૌથી મહત્વની બાબત કમર,ખભો અને હાથના દુખાવામાંથી મુક્તિ મળે છે.

Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 01
Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 01

આ યંત્ર મદદથી ખાતર મૂકવાનું જીવંત નિદર્શન નિહાળી રહેલા લુણાવાડા તાલુકાના વાણિયાવાળા ગોરાડા ગામના ખેડૂતોએ તેને ઘણું ઉપયોગી ગણાવ્યું અને આ સાધનની મદદથી શારીરિક શ્રમ, પીડા અને સમય બચાવીને સરળતાથી છોડને ખાતર મૂકી શકાશે.આ યંત્ર ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડશે તેમ જણાવ્યું હતું. તેમણે આ શોધકર્તા શિક્ષક અને ખેડૂતને અભિનંદન પાઠવ્યા હતા.

Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 04
Gujarat Sarkar Na Education Innovation Fair Thi Navatar Abhigam 04

મહીસાગર જીલ્લામાં ઇનોવેટિવ ટીચર તરીકે સારી નામના ધરાવતા શિક્ષક તેજસ પાઠક શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે આયોજીત થતાં રાજ્ય કક્ષાના  એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં સતત બે વર્ષથી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ ઉપરાંત  ૨૦૧૯-૨૦નો જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. તેમણે ખેતીવાડી વિભાગના અને આત્મા પ્રોજેકટના અધિકારીઓનું માર્ગદર્શન મેળવી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી આ નવતર શોધ પહોંચે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. તેમજ ખાતર મૂકવાનું સાધન ખેડૂતો માટે ઉપયોગી અને  આશીર્વાદરૂપ બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By : gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More