- Advertisement -

ગુજરાત યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહ

ગુજરાત યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજવામાં આવ્યો હતો.

આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના સચિવ અને ડિફેન્સ રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ચેરમેન શ્રી ડો.સતીષ રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ અવસરે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના 68માં પદવીદાન સમારોહમાં કુલ ૪૫,૨૯૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

Gujarat University 68th Graduation Ceremony 02

- Advertisement -

- Advertisement -

30

Get real time updates directly on you device, subscribe now.

  • ગુજરાત યુનિવર્સિટીના 68મા પદવીદાન સમારોહમાં કુલ ૪૫,૨૯૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત થઇ
  • જીવનમાં સખત પરિશ્રમ અને મહેનત કરનારા જ સફળ થાય છે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
  • ગુજરાત યુનિવર્સિટીનો ૬૮મો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં યોજવામાં આવ્યો હતો.
Gujarat University 68th Graduation Ceremony 01
Gujarat University 68th Graduation Ceremony 01

જેમાં વાણિજય વિદ્યાશાખાના ૨૩,૭૬૫, વિનયન વિદ્યાશાખાના ૮,૬૦૦, વિજ્ઞાન શાખાના 5,951, શિક્ષણ વિદ્યાશાખાના ૨,૯૪૮, તબીબી વિદ્યાશાખાના ૧,૭૪૦, કાયદા વિદ્યાશાખાના ૧,૫૩૭, દંત વિજ્ઞાન વિદ્યાશાખાના ૫૨૦, ઇજનેરી વિદ્યાશાખાના ૨૩૨ અને ફાર્મસી વિદ્યાશાખાના ૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું કે, દુનિયામાં હંમેશા પરિશ્રમ અને મહેનત કરનારાઓ સફળ થયા છે. ત્યારે પદવી મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી પોતાનું જીવન સાર્થક કરવા સાથે દેશના વિકાસમાં યોગદાન આપવું જોઇએ.

તેમણે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ પોતે જે ક્ષેત્રમાં કાર્યરત થવાના છે તેમાં યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કરવાની શીખ આપી હતી. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો જોઇએ. આ સાથે પુસ્તકોનો હંમેશા સંગ રાખવાનો આગ્રહ વિદ્યાર્થીઓએ રાખવો જોઇએ. કેમ કે પુસ્તકોમાંથી આપણે જીવનના દરેક પડાવ પર માર્ગદર્શન મળતું રહે છે.

Gujarat University 68th Graduation Ceremony 02
Gujarat University 68th Graduation Ceremony 02
Related Posts
1 of 483

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના સંશોધન અને વિકાસ વિભાગના સચિવ શ્રી ડો.સતીષ રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉપયોગી તમામ પ્રકારની ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનો વિદ્યાર્થીઓએ મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, આજે ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે ખુબ તકો રહેલી છે.

આજે સ્ટાર્ટઅપની પણ ખૂબ જ ડિમાન્ડ છે, ત્યારે વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પોતાનું જ્ઞાન રોકી શ્રેષ્ઠ વળતર મેળવી શકે છે. રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડિગ્રી મેળવીને હવે પોતાના વ્યવસાયિક જીવનની કેરિયર શરૂ કરવા પર્દાપણ કરી રહેલા યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, યુવાશક્તિના સામર્થ્ય અને શક્તિના ઉપયોગ દ્વારા વડાપ્રધાનશ્રીએ શ્રેષ્ઠ ભારત-એક ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રતિબદ્ધ બનવા હાકલ કરી હતી.

Gujarat University 68th Graduation Ceremony 03
Gujarat University 68th Graduation Ceremony 03

શિક્ષણમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આજના સ્પર્ધાના યુગમાં યુવાઓએ સ્પર્ધાને બદલે એકમેકના સહકાર અને તાલમેલ પર કેન્દ્રિત કરવો જોઇએ. આજે દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટી તકો રહેલી છે. વિદ્યાર્થીઓએ એ તકનો ઉપયોગ કરીને પોતાની કારકિર્દી બનાવી દેશના વિકાસમાં ફાળો આપવો જોઇએ. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાશું પંડ્યા, ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર, યુનિવર્સિટી કોર્ટના સભ્યો, પ્રોફેસર્સ તેમજ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat University 68th Graduation Ceremony 04
Gujarat University 68th Graduation Ceremony 04

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Source By: gujaratinformation.net

Get real time updates directly on you device, subscribe now.

loading...

- Advertisement -

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More