ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનું લોકાર્પણ

રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના નૂતન ભવનનું લોકાર્પણ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવનનું આજે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એસ.એ.બોકડેએ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું.

Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 03
258

Get real time updates directly on you device, subscribe now.

ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળનું લોકાર્પણ

Related Posts
1 of 302

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવનનું આજે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી એસ.એ.બોકડેએ કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું.

  • રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના નૂતન ભવનનું લોકાર્પણ
  • ગુજરાત મીડિયેએશન (મધ્યસ્થી) દ્વારા કેસોના નિકાલ લાવવામાં દેશમાં અગ્રેસર છે : સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે
Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 01
Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 01

જસ્ટીસ શ્રી બોબડેએ જણાવ્યું કે, ગુજરાત લવાદ-મધ્યસ્થી દ્વારા કેસોના સુખદ સમાધાન માટે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે લોક અદાલત જેવા ઉપક્રમો દ્વારા મોટા પ્રમાણમાં કેસોનો નિકાલ કર્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વડોદરામાં ગાયકવાડ શાસનમાં પણ મીડીયેશનની વ્યવસ્થા હતી તે દ્રષ્ટિએ ગુજરાતમાં મધ્યસ્થીથી કેસનો નિકાલ લાવવાનો ગુજરાત બહુ જુનો ઇતિહાસ ધરાવે છે. તેમણે કહ્યું કે, વધતી વસતી અને સ્થળાંતરને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેવા સમયે કોર્ટ અને ન્યાય ખૂબ મહત્વના બની જાય છે.

લોકોને મોંઘા વકીલો રોકવા અને ન્યાયની પ્રલંભ પ્રક્રિયાને કારણે જે હાલાકી ભોગવવી પડે છે ક્યારે કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની સહાય મદદ સામાન્ય નાગરિક માટે ખૂબ અગત્યની બની જાય છે. ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળથી ૫ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે, તેમ જણાવી ગુજરા ત લૉ યુનિવર્સિટીમાં મીડિયેશનના ડીગ્રી કોર્સ શરૂ કરવા અને મીડિયેશનના ચુકાદાઓ અંગે બાર કાઉન્સિલ દ્વારા જર્નલ શરૂ કરવાની ખેવના વ્યક્ત કરી હતી.

Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 02
Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 02
Also You like to read
1 of 116

ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળમાં કાર્ય કરી ચૂકેલા સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ, આર. સુભાષ રેડ્ડીએ પ્રાસંગિક પ્રવચન કરી કાનૂની સેવા સત્તામંડળ એ માત્ર કાનૂની સલાહ માટેનું નહીં પણ સરકાર દ્વારા સેવા સેતુ જેવા પ્રજાકીય લાભો-યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું પણ કાર્ય કરે છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિશ્રી અને ગુજરાત કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રન ઇન ચીફ શ્રી અનંત એસ.દવેએ પણ આ અવસરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાયદા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે જણાવ્યું કે, કાનૂની સેવા સત્તા મંડળ એ એકેડમી નથી, પરંતુ સેવા સંસ્થા છે. છેલ્લા એક વર્ષમાં તેના દ્વારા ૧૫ હજાર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સેવા સત્તા મંડળને જરૂરી સગવડો પુરી પાડવામાં આવી છે કારણ કે, રાજ્ય સરકાર માને છે કે, વ્યક્તિ કે સંસ્થા સારું કાર્ય ત્યારે જ કરી શકે કે જ્યારે તેને સારી સગવડો આપવામાં આવે. આથી જ રાજ્યની તાલુકા અને જિલ્લા કોર્ટો  પણ સુવિધાયુક્ત હાઇકોર્ટ જેવી બનાવવામાં આવી છે. કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે હવે સૌને ન્યાયના મંત્રને લઈને ચાલી રહી છે.

Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 03
Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 03

કાયદામંત્રી એ કાયદા રાજ્યમંત્રીશ્રી કહ્યું કે ચાલુ વર્ષે કાયદા વિભાગ માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૬૫૦ કરોડના માતબશ્ર બજેટની જોગવાઇ કરી છે. ઇદના પવિત્ર દિવસે ‘બુરાઈઓ દૂર થાય અને અચ્છાઇ આવે’ અને ‘નોંધારાનો આધાર’ બની સમાજના છેવાડાના માનવીને ઘર આગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષા એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે તેમ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી એસ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, સને ૧૯૭૨માં કાનૂની સેવા સત્તા મંડળનો ખ્યાલ ઉદભવ્યો હતો, ત્યારબાદ તે અંગેનો કાયદા આવ્યો અને સને ૧૯૯૮માં ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. સર્વોદયનો ગાંધીજીનો સિદ્ધાંત ખ્યાલમાં રાખી કાનૂની સેવા સત્તા મંડળ રાજ્યના છેલ્લામાં છેલ્લા નાગરિક સુધી કાનૂની મદદ પહોંચે તે માટે કાર્યરત છે તેની વિગતો તેમણે આપી હતી.

Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 04
Gujarata Rajya Kanuni Seva Satta Mandala Nu Lokarpana 04

આ લોકાર્પણ પ્રસંગે જસ્ટિસ એમ.આર.છાયા, ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ અને વર્તમાન જસ્ટીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી, કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી વીમલ કે. વ્યાસ, હાઇકોર્ટના અધિકારી ન્યાય જગતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (સુનિલ પટેલ/જિતેન્દ્ર રામી)

મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.

Get real time updates directly on you device, subscribe now.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More